શાબાનની પંદરવી રાતની ફઝીલત

સવાલ– મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાઅતની ફઝીલતનાં સિલસિલામાં જેટલી પણ હદીષો વારિદ થઈ તે બઘી ઝઈફ છે, પણ તેમાંથી કોઈ હદીષ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? અગર શબે બરાઅતનાં સંબંંઘિત સહીહ હદીષો મનકૂલ છે, તો મેહરબાની કરીને બતાવજો.

જવાબ- પંદરવી શાબાનની રાત (શબે બરાઅત)ની ફઝીલતનાં બારામાં અનેક સહીહ હદીષો મનકૂલ છે. તે સહીહ હદીષોમાંથી નીચે ત્રણ હદીષો બયાન કરવામાં આવે છેઃ

عن أسامة بن زيد رضي الله عنهما قال قلت يا رسول الله لم أرك تصوم من شهر من الشهور ما تصوم من شعبان قال ذاك شهر يغفل الناس عنه بين رجب ورمضان وهو شهر ترفع فيه الأعمال إلى رب العالمين وأحب أن يرفع عملي وأنا صائم رواه النسائي (الترغيب والترهيب ۲/٤۸)

હઝરત ઉસામા બિન ઝૈદ (રદિ.) થી રિવાયત છે કે એક વખત હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુઃ યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જેટલા રોઝા તમો માહે શાબાનમાં રાખો છો મેં તમને બીજા કોઈ મહીનામાં એટલા રોઝા રાખતા નથી જોયા (તેનું શું કારણ છે?) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલુયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ શાબાનનો મહીનો તે મહીનો છે જે રજબ અને રમઝાનનાં વચમાં આવે છે અને ઘણાં લોકો આ (મહીનાની ફઝીલત) થી ગાફિલ હોય છે. આજ મહીનામાં બંદાવોનાં આમાલ બે જહાનનાં પરવરદિગારની બારગાહમાં ઉઠાવવામાં આવે છે. અને મને આ પસંદ છે કે મારા આમાલ ઉઠાવવામાં આવે, તે હાલમાં કે જ્યારે કે હું રોઝે દાર હોવું.

وعن معاذ بن جبل رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال يطلع الله إلى جميع خلقه ليلة النصف من شعبان فيغفر لجميع خلقه إلا لمشرك أو مشاحن رواه الطبراني وابن حبان في صحيحه (الترغيب والترهيب ۲/۵۱)

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) થી રિવાયત છે કે નબીએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ અલ્લાહ તઆલા શાબાનની પંદરમીં રાતમાં પોતાની બઘી મખલુકની તરફ રહમતની નજર ફરમાવે છે પછી પોતાની બઘી મખલુકનાં સિવાય મુશરિક અને મુશાહિન (દિલમાં કિનો રાખવા વાળા) ને બખશી દે છે.

وعن عائشة رضي الله عنها أن النبي صلى الله عليه وسلم كان يصوم شعبان كله قالت قلت يا رسول الله أحب الشهور إليك أن تصومه شعبان قال إن الله يكتب فيه على كل نفس ميتة تلك السنة فأحب أن يأتيني أجلي وأنا صائم رواه أبو يعلى وهو غريب وإسناده حسن (الترغيب والترهيب ۲/٤۹)

ઉમ્મુલ મોમિનીન સય્યિદા આંયશા સિદ્દીકા (રદિ.) થી રિવાયત છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શાબાનનાં પૂરા મહીનાનાં રોઝા રાખતા હતા. હઝરત આંયશા (રદિ.) ફરમાવે છે કે મેં સવાલ કર્યોઃ યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! શું આ શાબાનનો મહીનો બીજા મહીનાનાં મુકાબલામાં આપને વધારે મહબૂબ છે કે આપ શાબાનનાં મહીનામાં રોઝા રાખો? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ (હું આ મહીનામાં વધારે રોઝા આજ કારણે રાખુ છું, કારણકે) અલ્લાહ તઆલા આ મહીનામાં તે વર્ષનાં દરેક મરવા વાળાઓની મૌત લખે છે. એટલા માટે મને આ વાત મહબૂબ છે કે મારી મૌતનો ફૈસલો આવે, તેેવી હાલતમાં જ્યારે કે હું રોઝાથી હોવું.

જ્યારે શાબાનનાં રોઝાની વાત છે, તો ઘણી બઘી હદીષો એવી છે, જે અમને સાફ તૌર પર બતાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) શાબાનનાં મહીનામાં કેવી રીતે રોઝા રાખ્યા. અમુક હદીષોમાં મઝકૂર છે કે શાબાનનાં પૂરા મહીનામાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રોઝા રાખ્યા અને અમુક હદીષોમાં મનકૂલ છે કે શાબાનનાં અકષર ભાગોમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રોઝા રાખ્યા.

તેનાં વગર આ વાત પણ ષાબિત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક આદત આ હતી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અય્યામે બીઝ (મહીનાની ૧૩,૧૪ અને ૧૫ તારીખ)માં રોઝા રાખતા હતા (એટલે દરેક મહીનાની તેરમી, ચૌદમી અને પંદરમી તારીખ પર રોઝા રાખતા હતા). ઉપર આવેલ હદીષોની રોશનીમાં આપણને ખબર પડી કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પંદરમી શાબાનનાં દિવસે રોઝેદાર હતા.

તેથી જ્યારે આ દિવસ (શાબાનની પંદરમી તારીખનાં દિવસે) હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું રોઝા રાખવાની આદતનાં દિવસોમાંથી હતુ, તો અગર કોઈ માણસ માત્ર આ એક દિવસમાં રોઝો રાખે, તો જાઈઝ છે. અને તેનો અમલ સુન્નતનાં મુતાબિક છે, (તથા અય્યામે બીઝ(મહીનાની ૧૩,૧૪ અને ૧૫ તારીખ)નાં ત્રણ દિવસોમાં રોઝો રાખવુ બેહતર છે).

જ્યાં પંદરમી શાબાનનાં દિવસમાં રોઝો રાખવાની હદીષની વાત છે, તો તે હદીષ મહદ્દિષીન ને ત્યાં ઘણી જઈફ કરાર આપવામાં આવી છે, પણ આ હદીષ પર અમલ કરવુ જાઈઝ થશે, કારણકે આ હદીષ બીજી સહીહ હદીષોનાં ઝિમ્નમાં આવે છે જેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રોઝા રાખવાની આદતનું બયાન આવ્યુ છે.

વધારે આ કે એક બીજી સહીહ હદીષમાં મનકૂલ છે કે જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી શાબાનનાં મહીનામાં રોઝા રાખવાનું કારણ પૂછવામાં આવ્યુ, તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ આજ મહીનામાં બંદાવોનાં આમાલ બન્નેવ જહાનનાં પરવરદિગારની બારગાહમાં ઉઠાવવામાં આવે છે. અને મને આ પસંદ છે કે મારા આમાલ તે હાલમાં ઉઠાવવામાં આવે, જ્યારે કે હું રોઝેદાર હોવું.

આ હદીષથી અમને ખબર પડી કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શાબાનની પંદરમી તારીખનાં દિવસે રોઝેદાર હતા, કારણકે તેનાંથી પેહલાની રાતમાં લોકોનાં આમાલ પેશ કરવામાં આવે છે જેવીરીતે બીજી હદીષોથી ખબર પડે છે અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે પંદરમી રાતમાં ઊભા થઈ જાવો ઈબાદત કરો અને બીજા દિવસે રોઝો રાખો.

તેથી ઉપર જણાવેલ દલાઈલથી સ્પષ્ટ થાય છે કે પંદરમી શાબાનમાં રોઝો રાખવામાં કોઈ વાંધો નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

عن عائشة قالت فقدت رسول الله صلى الله عليه وسلم ليلة فخرجت فإذا هو بالبقيع فقال أكنت تخافين أن يحيف الله عليك ورسوله قلت يا رسول الله إني ظننت أنك أتيت بعض نسائك فقال إن الله عز وجل ينزل ليلة النصف من شعبان إلى السماء الدنيا فيغفر لأكثر من عدد شعر غنم كلب (سنن الترمذي، الرقم: ۷۳۹)

وفي رواية للنسائي قالت لم يكن رسول الله صلى الله عليه و سلم لشهر أكثر صياما منه لشعبان كان يصومه أو عامته (الترغيب والترهيب ۲/۵٠)

وفي رواية للبخاري ومسلم قالت لم يكن النبي صلى الله عليه و سلم يصوم شهرا أكثر من شعبان فإنه كان يصوم شعبان كله وكان يقول خذوا من العمل ما تطيقون فإن الله لا يمل حتى تملوا وكان أحب الصلاة إلى النبي صلى الله عليه و سلم ما دووم عليها وإن قلت وكان إذا صلى صلاة داوم عليها (الترغيب والترهيب ۲/۵٠)

وعن أم سلمة رضي الله عنها قالت ما رأيت رسول الله صلى الله عليه و سلم يصوم شهرين متتابعين إلا شعبان ورمضان رواه الترمذي وقال حديث حسن وأبو داود ولفظه قالت لم يكن النبي صلى الله عليه و سلم يصوم من السنة شهرا تاما إلا شعبان كان يصله برمضان (الترغيب والترهيب ۲/۵٠)

حدثنا الحسن بن علي الخلال قال حدثنا عبد الرزاق قال أنبأنا ابن أبي سبرة عن إبراهيم بن محمد عن معاوية بن عبد الله بن جعفر عن أبيه عن علي بن أبي طالب قال قال رسول الله صلى الله عليه وسلم إذا كانت ليلة النصف من شعبان فقوموا ليلها وصوموا نهارها فإن الله ينزل فيها لغروب الشمس إلى سماء الدنيا فيقول ألا من مستغفر لي فأغفر له ألا مسترزق فأرزقه ألا مبتلى فأعافيه ألا كذا ألا كذا حتى يطلع الفجر (سنن ابن ماجة، الرقم: ۱۳۸۸)

حدثنا عبد الله بن يوسف الأصبهاني أخبرنا أبو إسحاق إبراهيم بن أحمد بن فراس المكي حدثنا محمد بن علي بن زيد الصائغ حدثنا الحسن بن علي حدثنا عبد الرزاق حدثنا ابن أبي سبرة عن إبراهيم بن محمد عن معاوية بن عبد الله بن جعفر عن أبيه عن علي بن أبي طالب قال قال رسول الله صلى الله عليه وسلم إذا كانت ليلة النصف من شعبان فقوموا ليلتها وصوموا يومها فإن الله تعالى يقول ألا من مستغفر فأغفر له ألا من مسترزق فأرزقه ألا من سائل فأعطيه ألا كذا ألا كذا حتى يطلع الفجر وأخبرنا أبو عبد الله الحافظ حدثنا علي بن حمشاذ حدثنا إبراهيم بن أبي طالب حدثنا الحسن بن علي الحلواني فذكره بإسناده وذكر فيه لفظ النزول وقال بدل السائل ألا مبتلى فأعافيه ألا كذا غير أنه قال عن محمد بن عبد الله بن جعفر عن أبيه ولم يذكر عليا قال إبراهيم بن أبي طالب حدثنا إبراهيم بن محمد مولى زينب بنت جحش (شعب الإيمان للإمام البيهقي، الرقم: ۳۵٤۲)

قال السيوطي رحمه الله كتصانيف البيهقي فقد التزم أن لا يخرج فيها حديثا يعلمه موضوعا . انتهى. (تدريب الراوي ۱/۲۳۷)

وقد اعتمد السيوطي وابن عراق رحمهما الله على قول البيهقي هذا.

قال السيوطي رحمه الله حدثنا علي بن محمد البصري أنبأنا مالك بن يحيى أبو غسان حدثنا علي بن عاصم عن الفضل بن عيسى الرقاشي عن محمد بن المنكدر عن جابر بن عبد الله قال قال رسول  الله صلى الله عليه وسلم لما كلم الله موسى يوم الطور كلمه بغير الكلام الذي كلمه يوم ناداه فقال له موسى يا رب ما هذا كلامك الذي كلمتني به قال يا موسى إنما كلمتك بقوة عشرة آلاف لسان ولي قوة الألسن كلها وأنا أقوى من ذلك فلما رجع موسى إلى بني إسرائيل قالوا يا موسى صف لنا كلام الرحمن قال سبحان الله الآن لا أستطيعه قالوا فشبه لنا قال ألم تروا إلى صوت الصواعق التي تقتل فإنه قريب منه وليس به لبس بصحيح والفضل متروك قلت في الحكم بوضعه نظر فإن الفضل لم يتهم بكذب وأكثر ما عيب عليه الندرة وهو من رجال ابن ماجه وهذا الحديث أخرجه البزار في مسنده حدثنا سليمان بن موسى حدثنا علي بن عاصم به وأخرجه في كتاب الأسماء والصفات وهو قد التزم أن لا يخرج في كتابه حديثا يعلم أنه موضوع وأخرجه ابن أبي حاتم في تفسيره وقد التزم أن يخرج فيه أصحّ ما ورد ولم يخرج حديثا موضوعا ألبتة وأخرجه أبو نعيم في الحلية وله شاهد عن كعب موقوفا أخرجه عبد الرزاق وابن جرير وابن المنذر وابن أبي حاتم في تفاسيرهم والحكيم الترمذي في نوادر الأصول والبيهقي في الأسماء والصفات ولبعضه شاهد عن محمد بن كعب القرظي موقوفا أخرجه ابن جرير وابن المنذر وأخرجه عن أبي الحويرث عبد الرحمن بن معاوية موقوفا وأخرجه ابن المنذر وابن أبي حاتم والحاكم في المستدرك وصححه والله أعلم. (اللآلىء المصنوعة في الأحاديث الموضوعة ۱/۱۲)

قال الحافظ جلال الدين السيوطي رحمه الله في بعض أجوبته إذا علمتم بالحديث أنه في تصانيف المنذري صاحب الترغيب والترهيب فارووه مطمئنين. (التعليقات الحافلة على الأجوبة الفاضلة صـ ۱۲٠)

(شعبان بين رجب وشهر رمضان تغفل الناس عنه) أي عن صومه (ترفع فيه) أي في ليلة النصف منه (أعمال العباد) للعرض على الله (فأحب أن لا يرفع عملي إلا وأنا صائم) أي فأحب أن أصوم شعبان لذلك (التيسير بشرح الجامع الصغير للعلامة المناوي رحمه الله ۲/۷۷)

عن عثمان بن محمد بن المغيرة بن الأخنس، قال: تقطع الآجال من شعبان إلى شعبان، قال: إن الرجل لينكح، ويولد له وقد خرج اسمه في الموتى (شعب الايمان للإمام البيهقي رقم ۳۵۵۸)

روى البغوي عن محمد بن الميسرة بن الأخفش أن رسول الله صلى الله عليه وسلم قال يقطع الآجال من شعبان الى شعبان حتى ان الرجل لينكح ويولد له ولقد اخرج اسمه فى الموتى- وروى ابو الضحى عن ابن عباس ان الله يقضى الاقضية فى ليلة النصف من شعبان ويسلمها الى أربابها فى ليلة القدر. (التفسير المظهري للقاضي ثناء الله ۸/۳٦۸)

وذكر الآلوسي في روح المعاني رواية عن ابن عباس رضي الله تعالى عنهما ما نصه: إنه رضي الله عنه قال: تقضى الأقضية كلها ليلة النصف من شعبان وتسلم إلى أربابها ليلة السابع والعشرين من شهر رمضان. واعترض بما ذكر على الاستدلال بالظواهر على أن الليلة المذكورة هي ليلة القدر لاليلة النصف من شعبان ومن تدبر علم أنه لا يخدش الظواهر- انتهى. وبه قال شيخنا التهانوي في بيان القرآن، وإنه هذا على تقدير ثبوت ما رأى في ليلة البراءة من الأخبار.
فحاصل الكلام: إن الصحيح الذي اعتمد عليه الجمهور من المفسرين والمحدثين والذي هو ظاهر القرآن حيث قال: شهر رمضان الذي أنزل فيه القرآن. هو أن المراد بالليلة المباركة في آية الدخان هي ليلة القدر في شهر رمضان، لا ليلة النصف من شعبان. وما روي من الأحاديث والأخبار في فضل ليلة النصف من شعبان فهذا أمر مستقل لا يتعلق ثبوته بهذه الروايات، وهي وإن كانت لا تخلو عن ضعف ولكنها قد تشدت بتعدد الطرق وقبول جمع من العلماء، ومثل هذا يعمل به في فضائل الأعمال. والله أعلم (أحكام القرآن للعلامة محمد شفيع عثماني رحمه الله ٤/۱۹۳)

فتاوى محمودية (۱۵/۲۲٦)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/548

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?