عن ابن عباس رضي الله عنهما أنه قال: جلس ناس من أصحاب رسول الله صلى الله عليه وسلم فخرج حتى إذا دنا منهم سمعهم يتذاكرون قال بعضهم: إن الله اتخذ إبراهيم خليلا وقال آخر: موسى كلمه الله تكليما وقال آخر: فعيسى كلمة الله وروحه. وقال آخر: آدم اصطفاه الله فخرج عليهم رسول الله صلى الله عليه وسلم وقال: قد سمعت كلامكم وعجبكم أن إبراهيم خليل الله وهو كذلك وآدم اصطفاه الله وهو كذلك ألا وأنا حبيب الله ولا فخر وأنا حامل لواء الحمد يوم القيامة تحته آدم فمن دونه ولا فخر وأنا أول شافع وأول مشفع يوم القيامة ولا فخر وأنا أول من يحرك حلق الجنة فيفتح الله لي فيدخلنيها ومعي فقراء المؤمنين ولا فخر وأنا أكرم الأولين والآخرين على الله ولا فخر (مشكاة المصابيح، الرقم: 5762 ، سنن الترمذي، الرقم: 3616)
મિશ્કાતમાં, હઝરત ઇબ્ને અબ્બાસ રદ઼િય અલ્લાહુ અન્હુમાની રિવાયતમાંથી આ કિસ્સો નકલ કરવામાં આવ્યો છે કે સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુમની એક જમાઅત અંબિયા-એ-કિરામ અલયહિમુસ્સલામની યાદ તાજી કરી રહી હતી કે અલ્લાહે હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલામને ખલીલ (દોસ્ત) બનાવ્યા અને હઝરત મુસા અલૈહિસ્સલામ થી કલામ કર્યુ (વાત કરી) અને હઝરત ઈસા અલયહિસ્સલામ અલ્લાહ ના કલીમા અને રૂહ છે અને હઝરત આદમ અલૈહિસ્સલામ ને અલ્લાહે તેમના સફી બનાવ્યા હતા. એટલા માં, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ તશરીફ લાવ્યા; હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “મેં તમારી વાતચીત સાંભળી, ચોક્કસ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ખલીલુલ્લાહ (અલ્લાહના દોસ્ત) છે અને મુસા અલૈહિસ્સલામ નજીયુલ્લાહ છે (કલીમુલ્લાહ) અને તે જ રીતે ઇસા અલૈહિસ્સલામ અલ્લાહના કલીમા અને રૂહ છે અને આદમ અલૈહિસ્સલામ અલ્લાહના સફી છે. પરંતુ વાત આવી છે, ધ્યાનથી સાંભળો કે હું અલ્લાહનો હબીબ છું અને કોઈ ફખર નથી અને કયામતના દિવસે હમદનો ઝંડો મારા હાથમાં હશે અને તે ઝંડા નીચે આદમ અને તમામ અંબિયા અલયહિમુસ્સલામ હશે અને કોઈ ફખર નથી અને કયામતના દિવસે હું સૌથી પહેલા સિફારિશ (ભલામણ) કરીશ અને મારી ભલામણ સૌથી પહેલા સ્વીકારવામાં આવશે અને કોઈ જાત નો ફખર નથી. અને હું જ જન્નતનો દરવાજો ખોલનાર પ્રથમ હોઈશ અને હું અને મારી ઉમ્મત ના ફકીર લોકો જન્નતમાં સૌથી પહેલા દાખલ થશે અને ફખર કરવા જેવી કોઈ વસ્તુ નથી અને હું અલ્લાહની નજદીક સૌથી વધારે સમ્માનીય છું આગલા અને પાછલા લોકોમાં, અને કોઈ ફખર નથી.
ચેહરાનો રંગ બદલાઈ જવાનો વાકિઓ (ઘટના)
ઈમામ ગઝાલી રહિમહુલ્લાહ એ ઈહ્યાઉલ-ઉલૂમ માં અબ્દુલવાહિદ બિન ઝૈદ બસરી રહિમહુલ્લાહ થી નકલ કર્યું છે કે “હું હજ માટે જઈ રહ્યો હતો, એક માણસ મારી સાથે સફરનો સાથી થઈ ગયો. તે દરેક સમયે ચાલતા ફરતા, ઉઠતા બેસતા હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ પઢ્યા કરતો હતો.
મેં એમને તેમનું વધારે પ્રમાણમાં દુરૂદ-શરીફ પઢવાનું કારણ પુછ્યુ. એમણે કહ્યું કે જ્યારે હું પ્રથમ વખત હજ માટે ગયો તો મારા વાલિદ સાહબ (પિતાજી) પણ સાથે હતા જયારે અમે પાછા ફરતા હતા (રીટર્ન થતા હતા) ત્યારે અમે એક જગ્યા પર સુઈ ગયા. મેં ખ્વાબ (સ્વપ્ન) માં જોયું મને કોઈ માણસ કહી રહ્યુ છે કે ઉઠ તારો બાપ મરી ગયો અને એમનું મોઢું કાળુ થઈ ગયુ.
હું ગભરાયેલી હાલતમાં ઉઠ્યો તો મારા વાલિદ સાહબના મોઢા પરથી કપડું ઉઠાવીને જોયુ તો ખરેખર મારા વાલિદ સાહબ નો ઈન્તિકાલ થઈ ગયો હતો અને એમનું મોઢું કાળુ પડી રહ્યુ હતુ.
મારા ઉપર આ ઘટના નો એટલો બધો ગમ (દુઃખ) સવાર થઈ ગયો કે હું એના કારણે ઘણોજ ગભરાઈ ઉઠ્યો એટલી વારમાં ફરીવાર મારી આંખ લાગી ગઈ, મેં ફરીથી ખ્વાબમાં (સ્વપ્નમાં) જોયુ કે મારા વાલિદ ના માથા પર ચાર કાળા ચેહરાવાળા જેમના હાથમાં લોખંડના મોટા દંડા હતા. તય્યાર ઉભા હતા.
એટલામાં એક બુઝુર્ગ ખૂબજ હસીન ચેહરો બે લીલા રંગના કપડા પહેરી તશરીફ લાવ્યા અને એમણે તે હબશીયોને (કાળા માનવીઓને) હટાવી દીઘા અને પોતાના મુબારક હાથને મારા વાલિદ ના મોઢાં પર ફેરવ્યા અને મને ઈર્શાદ ફરમાવ્યું, કે ઉઠ અલ્લાહ તઆલાએ તારા વાલિદ ના ચેહરાને સફેદ કરી દીઘો. મેં કહ્યુ, મારા માં-બાપ તમારા પર કુર્બાન, તમે કોણ છો. આપે ફરમાવ્યું, મારૂ નામ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) છે.
એ પછી, મેં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ પઢવાનું ક્યારેય નથી છોડ્યું.” (ફઝાઈલે દુરૂદ પેજ નઃ ૧૭૭)
હઝરત ઉમરનો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહની યાદો
હઝરત ઉમર (રદિ.) એક વખત રાત્રે લોકોની સુરક્ષા માટે ગશ્ત ફરમાવી રહ્યા હતા કે એક ઘરમાંથી ચીરાગની રોશની મહસૂસ થઈ અને એક ડોસીમાંનો અવાજ કાનમાં પડ્યો જેવણ ઊનને સાફ કરતી કરતી અશઆર (કાવ્યપંક્તિઓ) પઢી રહી હતી. જેનો તર્જુમો આ છે કે:
“મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નેકિયોનો દુરૂદ પહોંચે અને પાક સાફ લોકોની તરફથી જેઓ બરગુજીદા (પસંદ કરેલા) લોકો હોય તેઓનો દુરૂદ પહોંચે. બેશક યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમો રાતોમાં ઈબાદત કરવા વાળા હતા અને રાતોનાં છેલ્લા પહોરમાં રડવા વાળા હતા. કાશ મને એ ખબર થઈ જતે કે હુંળ અને મારા મહબૂબ ક્યાર ભેગા થઈ શકિશું યા નહી એટલા માટે કે મોત વિભિન્ન હાલતોમાં આવે છે ખબર નહી મારી મૌત કેવી હાલતમાં આવે અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી મરવા બાદ મળવાનું થઈ શકશે યા નહી.”
હઝરત ઉમર (રદિ.) પણ આ અશઆર (કાવ્ય પંક્તિઓ) ને સાંભળીને રડવા બેસી ગયા. (ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૭૪)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: