નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: ما من أحد يسلم علي إلا رد الله علي روحي حتى أرد عليه السلام (سنن أبي داود، الرقم:۲٠٤۱، وسنده جيد كما قال العراقي في المغني عن حمل الأسفار في الأسفار صـ ۳٦۷) رواه أحمد في رواية عبد الله كذا في المغني للموفق وأخرجه أبو داود بدون لفظ عند قبري لكن رواه في باب زيارة القبور بعد أبواب المدينة من كتاب الحج (فضائلِ حج صـ ۹۹)

હુઝૂરે-અક્દસ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નો ઈરશાદ છે કે “જે પણ મારી કબર પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”

નોંધ: ઈબ્ને હ઼જર રહિમહુલ્લાહ શર્રહે-મનાસિકમાં લખે છે કે મારી રૂહ મારા સુઘી પહોંચાડવાનો મતલબ આ છે કે બોલવાની તાકાત અતા ફરમાવી દે છે. કાઝી ઈયાઝ રહિમહુલ્લાહે ફરમાવ્યુ છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની મુબારક રૂહ અલ્લાહ તઆલાની સામે હાજર રહેલી રહે છે અને જ્યારે કોઈ સલામ કરે છે, તો તે જવાબ આપવા માટે સલામની તરફ ઘ્યાન આપે છે.

મોટા ભાગનાં આલિમો, તેમાંથી હાફિઝ ઈબ્ને હજર રહિમહુલ્લાહ થી પણ અલ્લામા ઝરકાની રહિમહુલ્લાહે નકલ કર્યુ છે કે રૂહ પરત કરવાનો મતલબ આ નથી કે આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નું મુબારક-જીસ્મ રૂહ વગર હતુ અને હવે રૂહ પરત કરવામાં આવી છે, કારણકે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની રૂહ તેમના મુબારક-જીસ્મ માં વફાત બાદ જ પરત કરી દેવામાં આવી હતી. તેથી આ હદીસનો મકસદ આ છે કે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ સલામનો જવાબ આપે છે.

હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િય અલ્લાહુ અન્હૂ નો તીવ્ર પ્રેમ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના માટે

ગઝવ-એ-બદ્રમાં હઝરત અબૂ-બકર સિદ્દીક રદિય અલ્લાહુ અન્હૂ નો છોકરો હઝરત અબ્દુર્રહમાન રદિય અલ્લાહુ અન્હૂ કુફ્ફારની તરફથી લડી રહ્યા હતા, કારણકે તેવણ તે સમય સુઘી ઈસ્લામ લાવ્યા ન હતા.

ત્યાર પછી ઈસ્લામ લાવ્યા. ઈસ્લામ કબૂલ કરવા પછી એક દિવસ પોતાના વાલિદ માજીદ હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િય અલ્લાહુ અન્હૂ ની સાથે બેસેલા હતા. વાત-ચીત દરમિયાન તેમણે કહ્યુઃ મારા અબ્બા જાન! ગઝવ-એ-બદ્રમાં ઘણી વખત તમે મારી તલવારના નિશાના પર આવી ગયા હતા, પણ મેં પોતાની તલવાર રોકી લીઘી હતી, કારણકે મેં આ વાતનો ખ્યાલ રાખ્યો હતો કે તમે મારા વાલિદ છો.

હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િય અલ્લાહુ અન્હૂ એ તરતજ ફરમાવ્યુઃ જો તુ મારી તલવારના નિશાના પર આવી જતે, તો હું તને નહીં છોડતે, કારણકે તુ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ની સાથે લડવા આવ્યો હતો. (તારીખુલ-ખુલફા)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...