મય્યિતને ગુસલ આપતા સમયે ઝિકર કરવુ
સવાલઃ- મય્યિતને ગુસલ આપતા સમયે દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ કેવુ છે?
જવાબઃ- મય્યિતને ગુસલ આપતા સમયે ઊંચા અવાજથી દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ સુન્નતથી ષાબિત નથી. અલબત્તા ગુસલ આપવા વાળાને જોઈએ કે તે પોતાનાં મનમાં અલ્લાહ તઆલાને યાદ કરે અને ઝિકર કરે, તો તેમાં કોઈ વાંધો નથી. [૧]
જનાઝાની ચારપાઈની ચાદર પર કુર્આનની આયતો લખવુ
સવાલઃ- અમુક લોકો મય્યિતને ચારપાઈ પર ઉઠાવીને લઈ જાય છે અને ચારપાઈનાં ઉપર ચાદર નાંખે છે, તે ચાદર જે ચારપાઈ પર નાંખે છે તેનાં પર કુર્આનની આયતો લખેલી હોય છે, શું એવી રીતની ચાદરને ચારપાઈ પર નાંખવુ દુરૂસ્ત છે?
જવાબઃ- મય્યિની ચારપાઈ પર આવી રીતની ચાદર નાંખવુ જેનાં પર કુર્આનની આયતો લખેલી હોય છે જાઈઝ નથી. આ કુર્આનનાં એહતેરામનાં વિરુદ્ઘ છે.. [૨]
Source:
[૧] عن عائشة رضي الله عنها قالت قال رسول الله صلى الله عليه وسلم من أحدث في أمرنا هذا ما ليس فيه فهو رد (صحيح البخاري رقم ۲٦۹۷)
ويكره رفع الصوت بالذكر والقرآن وعليهم الصمت وقولهم كل حي سيموت ونحو ذلك خلف الجنازة بدعة (مراقي الفلاح ص٦٠٦)
[૨] وقد أفتى ابن الصلاح بأنه لا يجوز أن يكتب على الكفن يس والكهف ونحوهما خوفا من صديد الميت والقياس المذكور ممنوع لأن القصد ثم التمييز وهنا التبرك فالأسماء المعظمة باقية على حالها فلا يجوز تعريضها للنجاسة والقول بأنه يطلب فعله مردود لأن مثل ذلك لا يحتج به إلا إذا صح عن النبي صلى الله عليه وسلم طلب ذلك وليس كذلك اهـ وقدمنا قبيل باب المياه عن الفتح أنه تكره كتابة القرآن وأسماء الله تعالى على الدراهم والمحاريب والجدران وما يفرش وما ذاك إلا لاحترامه وخشية وطئه ونحوه مما فيه إهانة فالمنع هنا بالأولى ما لم يثبت عن المجتهد أو ينقل فيه حديث ثابت فتأمل نعم نقل بعض المحشين عن فوائد الشرجي أن مما يكتب على جبهة الميت بغير مداد بالأصبع المسبحة بسم الله الرحمن الرحيم وعلى الصدر لا إله الله محمد رسول الله وذلك بعد الغسل قبل التكفين اهـ والله أعلم (رد المحتار ۲/۲٤٦) انظر أيضا فتاوى محمودية ۱۳/۷۲، فتاوى محمودية ۱۳/ ۷۷، أحسن الفتاوى ۱/۳۵۱، أحكامِ ميت ص ۳٦۹، فتاوى محمودية ۱۳/ ۷۷