બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ

“વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ક્યારેય તેની તાલીમ ફરમાવી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સીરતમાં કોઈ એવો વાકિયો છે (જે દલાલત કરતો હોય કે અસલ તરક્કી માલ જમા કરવામાં છે) તેઓ બઘા (સહાબએ કિરામ રદિ.) ની તરક્કી તો દીનની તરક્કીજ હતી. તેમ છતા તેની સાથે સાથે દુનિયાની પણ તે તરક્કી તેઓને મળી કે આજે લોકોને સપનાંમાં પણ નસીબ નથી થતી. પરંતુ મકસદ માત્ર દીનની તરક્કી હતી.” ‎(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૩/૧૩૨)

Source: https://ihyaauddeen.co.za/?p=7955


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …