ઉમ્મતનુ દુરૂદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પહોંચે છે

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: لا تجعلوا بيوتكم قبورا ولا تجعلوا قبري عيدا وصلوا علي فإن صلاتكم ‏تبلغني حيث كنتم (سنن أبي داود، الرقم: ۲٠٤۲، وإسناده جيد كما في البدر المنير ۵/۲۹٠)‏‏‏

હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો (એટલે કે તમારા ઘરોને નેક આમાલથી આબાદ રાખો ઉદારહણ તરીકેઃ નમાઝ, તિલાવત અને ઝિક્ર વગૈરહથી તેને કબ્રસ્તાનની જેમ ન બનાવો – કબ્રસ્તાનમાં નેક આમાલ નથી થતા) અને મારી કબરને જશ્ન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ મારી પાસે (ફરિશ્તાઓ દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય.

ઈમામ શાફિઈ રહ઼િમહુલ્લાહનો ખાસ દુરૂદ-શરીફ/દુરૂદે-શાફિઈ

મેં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખ્વાબમાં ઝિયારત કરી, મેં પૂછ્યુ યા રસૂલુલ્લાહ! મુહ઼મ્મદ બિન-ઈદ્રીસ શાફિઈ રહ઼િમહુલ્લાહ એટલે કે ઈમામ શાફિઈ રહ઼િમહુલ્લાહ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાચાની ઔલાદમાંથી છે (ચાચાની ઔલાદ એટલા માટે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના દાદા હાશિમ પર જઈને તેમનું નસબ એક થઈ જાય છે તે અબ્દે-યઝીદ બિન-હાશિમની ઔલાદમાંથી છે.) તો શું તમે (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) કોઈ ખાસ ઇક્રામ તેમના માટે ફરમાવ્યો છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: હાં, મેં અલ્લાહ ત’આલાથી આ દુઆ કરી છે કે કયામતમાં તેનો હિસાબ લેવામાં ન આવે. મેં અરજ કર્યુઃ યા રસૂલુલ્લાહ! આ ઇક્રામ તેમના પર કયા અમલના લીધે કરવામાં આવ્યો. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: મારા ઉપર દુરૂદ એવા અલ્ફાઝની સાથે પઢતા હતા કે જે અલ્ફાઝની સાથે બીજા કોઈએ નથી પઢ્યુ. મેં અર્જ કર્યું: યા રસૂલુલ્લાહ! તે કયા અલ્ફાઝ છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું:

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كُلَّمَا ذَكَرَهُ الذَّاكِرُوْنَ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كُلَّمَا غَفَلَ عَنْ ذِكْرِهِ الْغَافِلُوْنَ‏

​એ અલ્લાહ! મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ) પર દરૂદ નાઝિલ ફરમા, જ્યારે પણ ઝિક્ર કરવાવાળા તેમનો ઝિક્ર કરે; અને મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ) પર દરૂદ નાઝિલ ફરમા, જ્યારે પણ ગફલત કરવાવાળા તેમના ઝિક્રથી ગફલતમાં રહે. (ફઝાઈલે-દુરૂદ, પેજ નં-૧૬૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

બીજા અંબિયા અલૈહિમુસ્સલામ ની સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ ‎વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ

જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...