નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની શફાઅત

‎‎عن ابن عمر رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم: من زار قبري وجبت له شفاعتي (سنن الدارقطني، الرقم: 194) رواه البزار والدارقطني ‏قاله النووي وقال ابن حجر في شرح المناسك: رواه ابن خزيمة في صحيحه وصححه جماعة كعبد الحق والتقي السبكي وقال القاري في شرح الشفا ‏‏: صححه جماعة من أئمة الحديث. (فضائلِ حج صـ ۱۸۲، ‏وسنده جيد كما في البدر المنير ٦/۲۹۷)‏

હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ, હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો આ ઈર્શાદ નકલ કરે છે કે જે માણસે મારી કબરની ઝિયારત કરી, તેના માટે મારી શફાઅત વાજીબ થઈ ગઈ. (હું તેના માટે કયામતના દિવસે અલ્લાહ તઆલાથી જરૂર સિફારીશ કરીશ કે તેને બખ્શી દેવામાં આવે.)

દુરૂદ-શરીફ બીમારીઓથી શિફાનો ઝરીયો

નુઝ્હતુલ-મજાલિસમાં લખેલુ છે કે કેટલાક સુલહામાંથી એક માણસનો પેશાબ રોકાઈ ગયો હતો. તેમણે ખ્વાબમાં ‘આરિફ બિલ્લાહ હઝરત શૈખ શિહાબુદ્દીન ઈબ્ને-રસલાનને જેઓ મોટા ઝાહિદ અને આલિમ હતા જોયા અને તેમનાથી પોતાની બીમારીની શિકાયત તથા તકલીફ બયાન કરી.

તો હઝરત શૈખ શિહાબુદ્દીન બિન-રસલાન રહ઼િમહુલ્લાહએ તેમને કહ્યું કે તમે તે વસ્તુથી કેવી રીતે ગાફિલ થઈ ગયા જેમાં બઘી બીમારીઓ માટે શિફા છે. તમે આ દુરૂદ-શરીફ પઢ્યા કરોઃ

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ وَبَارِكْ عَلٰى رُوْحِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْأَرْوَاحْ وَصَلِّ وَسَلِّمْ عَلٰى قَلْبِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْقُلُوْبِ وَصَلِّ وَسَلِّمْ عَلٰى جَسَدِ ‏سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْأَجْسَادْ وَصَلِّ وَسَلِّمْ عَلٰى قَبْرِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْقُبُوْرْ‏

હે અલ્લાહ! બઘી રૂહોમાંથી હઝરત મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક રૂહ પર દુરૂદો-સલામ મોકલો અને બઘા દિલોમાંથી હઝરત મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનાં મુબારક દિલ પર દુરૂદો-સલામ મોકલો અને બઘા જીસ્મોમાંથી હઝરત મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક જીસ્મ પર દુરૂદો-સલામ માકલો અને બઘી કબરોમાંથી હઝરત મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની કબર પર દુરૂદો-સલામ મોકલો.

જાગવા પછી તે માણસે વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનુ શરૂ કરી દીઘુ અને તેમની બીમારી ખતમ થઈ ગઈ. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...