عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: صلوا علي فإنها زكاة لكم واسألوا الله لي الوسيلة فإنها درجة في أعلى الجنة لا ينالها إلا رجل وأرجو أن أكون أنا هو (مسند أحمد، الرقم: ٨٧٧٠، وفي مجمع الزوائد (الرقم: ١٨٧٧): رواه البزار وفيه داود بن علبة ضعفه ابن معين والنسائي وغيرهما ووثقه ابن نمير وقال موسى بن داود الضبي: حدثنا داود بن علبة وأثنى عليه خيرا وقال ابن عدي: هو في جملة الضعفاء ممن يكتب حديثه)
હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું, “મારા ઉપર દુરૂદ મોકલ્યા કરો, કારણકે આ તમારા માટે તઝ્કિયહ્ નો (પાક-સાફ કરવાનો) ઝરિયો છે. અને મારા માટે અલ્લાહ તઆલાથી “મકામે-વસીલા” ની દુઆ કરતા રહો; બેશક, આ (મકામે-વસીલા) જન્નતના બુલંદતરીન દરજાઓમાંથી એક દરજો છે, જે ખાલી એક માણસને મળશે અને મને ઉમ્મીદ છે કે આ શરફ અને એઝાઝ મને મળશે.”
(શરફ = ઇજ્જત,માન)
(એઝાઝ = સમ્માન)
હઝરત અબૂ ઉબયદહ બિન જર્રાહ (રદિ અલ્લાહુ અન્હુ) નાં દાંતોનું તૂટવું
ગઝવએ ઉહદમાં કાફિરોએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર સખ્ત હમલો કર્યો, જેના કારણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ખોદની(લોખંડની ટોપી જે લડાઈમાં પહેરવામાં આવે) બે કળીઓ આપનાં મુબારક ચેહરામાં લાગી.
હઝરત અબૂબકર સિદ્દીક (રદિ અલ્લાહુ અન્હુ ણ) અને હઝરત અબૂ ઉબયદહ બિન જર્રાહ (રદિ અલ્લાહુ અન્હુ) અતી ઝડપથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મદદ માટે અગાળી વધ્યા. હઝરત અબૂ ઉબયહદ (રદિ અલ્લાહુ અન્હુ) ખોદની કળીઓને પોતાનાં દાંતથી નિકાળવા લાગ્યા. થોડીવારમાં એક કળી નિકાળવામાં સફળ થઈ ગયા, પરંતુ એમનો એક દાંત ટૂટી ગયો.
હઝરત અબૂ ઉબયદહ (રદિ અલ્લાહુ અન્હુ)એ એમનો દાંત ટૂટવાની તરફ ધ્યાન ન આપ્યુ, બલકે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ચેહરા મુબારક થી બીજી કળી નીકાળવા લાગ્યા અને એને પણ કાઢી નાંખી. જો કે બીજી કળી નીકાળવામાં એમનો બીજો એક દાંત પણ ટૂટી ગયો, પણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુહબ્બતમાં એવણે (હઝરત અબૂ ઉબયદહ) એના તરફ થોડું પણ ધ્યાન આપ્યુ નહીં.
કળીઓનાં નિકળી જવા પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક બદનમાં થી લોહી વેહવા લાગ્યુ. હઝરત માલિક બિન સિનાન (રદિ અલ્લાહુ અન્હુ)એ (હઝરત અબૂ સઇદ ખુદરી રદિ અલ્લાહુ અન્હુ નાં વાલિદે) તે લોહીને પોતાનાં હોંથોથી ચાટી લીઘુ.
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જ્યારે એ જોયુ તો ઈરશાદ ફરમાવ્યુ, “જેના લોહીમાં મારૂ લોહી ભળી ગયું, એને દોઝખની આગ નહીં છુ શકતી. (ફઝાઈલે આ‘માલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૬૮)
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક વાળનો અદબ તથા એહ઼તિરામ
અબૂ-હફ્સ સમરકંદી રહ઼િમહુલ્લાહ પોતાની કિતાબ રોનકુલ-મજાલિસમાં લખે છે કે
બલ્ખમાં એક તાજીર હતો જે ઘણો માલદાર હતો. તેનો ઈન્તેકાલ થયો, તેના બે છોકરા હતા. મીરાસમાં (વારસામાં) તેનો માલ અડઘો અડઘો વેંહચાઈ ગયો.
પણ વારસામાં ત્રણ વાળ પણ હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મૌજૂદ હતા. એક-એક બન્નેવે લઈ લીઘા. ત્રીજા વાળ બાબતે મોટા ભાઈએ કહ્યું કે તેને અડઘો અડઘો કરી લઈએ. નાના ભાઈએ કહ્યું: કદાપિ નહી, ખુદાની કસમ! હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમના મુબારક વાળના ટૂકડા ન કરી શકાય.
મોટા ભાઈએ કહ્યું: શું તુ આના પર ખુશ છે કે આ ત્રણેય વાળ તુ લઈ લે અને આ બધો માલ મારો. નાનો ભાઈ ખુશીથી રાજી થઈ ગયો. મોટા ભાઈએ બઘો માલ લઈ લીધો અને નાના ભાઈએ ત્રણેય મુબારક વાળ લઈ લીઘા.
તે તેને પોતાના ખિસ્સામાં દરેક સમયે રાખતો અને વારંવાર કાઢતો તેની ઝિયારત કરતો (જોતો) અને દુરૂદ-શરીફ પઢતો.
થોડોજ સમય પસાર થયો હતો કે મોટા ભાઈનો બઘો માલ ખતમ થઈ ગયો અને નાનો ભાઈ ઘણો માલદાર થઈ ગયો.
જ્યારે તે નાના ભાઈનો ઈન્તિકાલ થઈ ગયો તો નેક લોકોમાંથી અમુકે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સપનામાં ઝિયારત કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે કોઈની કોઈ જરૂરત હોય તેની કબરની પાસે બેસીને અલ્લાહ તઆલાથી દુઆ કરે. (ફઝાઈલે દુરૂદ શરીફ, પેજ નં-૧૬૯)
ત્યાર બાદ લોકો દુઆ કરવા માટે તે નાના ભાઈની કબર પાસે આવતા, અહિંયા સુઘી કે જે લોકો પોતાની સવારી પર તેની કબરની પાસેથી પસાર થતા, તેઓ સવારી પરથી ઉતરી જતા અને અદબો એહતેરામના કારણે ચાલીને કબર સુધી જતા.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=6162 & http://ihyaauddeen.co.za/?p=4047