(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

મય્યિતનાં ઘરે કુર્આન ખ્વાની અને ખાવામાં શરીક થવુ

(૧) સવાલઃ શું મય્યિતનાં ઘરમાં કુર્આન ખ્વાની માટે લોકોને બોલાવવુ કેવુ છે? શું અમે આવા ઈજતેમાઅમાં શિર્કત કરી શકીએ છીએ?

જવાબઃ મય્યિતનાં ઘરે જઈને કુર્આન ખ્વાનીમાં શિર્કત કરવાનું સબૂત નથી. બેહતર આ છે કે દરેક માણસ પોતાની સહુલતનાં અનુસાર પોતાનાં સમયમાં કુર્આને પાક મુકમ્મલ કરે અને ષવાબ મય્યિતનાં માટે પહોંચાડે.

(૨) સવાલઃ અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે?

જવાબઃ આ પણ એક રસમ છે જેની સુન્નતમાં કોઈ અસલ નથી, તેથી તે ખાવામાં શરીક નહી થવુ જોઈએ અને આ વાત ઘ્યાનમાં રહે કે કોઈની મૌતનો સમય ઈબરત લેવાનો મોકો છે. આ વખતે ખુશી મનાવવાનો વખત નથી કે લોકો દઅવત રાખે અને લોકોને ખાવાનું ખવડાવે.

 

(૩) સવાલઃ શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળાઓનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?

જવાબઃ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની મુબારક હદીષોમાં ઉમ્મતને તાલીમ આપી છે કે જ્યારે કોઈનો ઈન્તેકાલ થઈ જાય, તો પડોશીઓ અને મહોલ્લા વાળાઓને જોઈએ કે મય્યિતનાં ઘરવાળાઓને દિલાસો આપે અને આ મુસીબતની ઘડીમાં તેમની મદદ કરેં. તેઓને જોઈએ કે ઘરવાળાઓ માટે ખાવાનું તય્યાર કરીને મોકલવુ જોઈએ. સ્થાનિય લોકો મય્યિતનાં ઘરવાળાઓથી આ અપેક્ષા રાખવી કે તેઓ અમને ખવડાવે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક તાલીમાત (શિક્ષાઓ)નાં વિરૂદ્ધ છે.

Source: http://muftionline.co.za/node/12104


 

[૧]

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …