બેદરકારીના સ્થળોએ દુરુદ શરીફ પઢવુ

عن أبي وائل قال : ما شهد عبد الله مجمعا ولا مأدبة فيقوم حتى يحمد الله ويصلي على النبي صلى الله عليه وسلم وإن كان مما يتبع أغفل مكان في السوق فيجلس فيه فيحمد الله ويصلي على النبي صلى الله عليه وسلم (المصنف لابن أبي شيبة، الرقم: ۳٠٤۲۹، ورواته ثقات)

હઝરત અબુ વાઈલ (રદિ.) ફરમાવે છે કે “હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) જ્યારે પણ કોઈ મજલિસ(સભા) અથવા દઅવતમાં ભાગ લેતા, તો ત્યાંથી ઉઠવા પેહલા અલ્લાહ તઆલાની હમ્દ(વખાણ) કરતા અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલતા. અહિંયા સુઘી કે અગર તેઓ બજાર પણ જાતા જ્યાં(સામાન્ય રીતે) લોકો અલ્લાહ તઆલાનાં ઝિકરથી બેઘ્યાન (ગાફિલ) રહે છે, તો ત્યાં બેસતા અને અલ્લાહ તઆલાની હમ્દો ષના (વખાણ અને પ્રશંસા) કરતા અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલતા.”

દુરૂદ શરીફની બરકતથી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વિશેષ નઝદીકીની પ્રાપ્તી

હઝરત કાઝી ઈયાઝ (રહ.) પોતાનાં જમાનાનાં પ્રખ્યાત મુહદ્દિષ હતા. તેવણે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં અધિકારો અને દુરૂદ શરીફનાં ફઝાઈલ પર એક કિતાબ લખી છે. જેનું નામ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા” છે.

હઝરત કાઝી ઈયાઝ (રહ.) નાં વિષે એક વાકિયો લખેલો છે કે એમનો ભત્રીજાએ એક વખત સપનામાં જોયુ કે તેમના ચાચા હઝરત કાઝી ઈયાઝ (રહ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે સોનાનાં સિંહાસન(તખ્ત) પર બેસેલા છે. જ્યારે તેવણે પોતાનાં ચાચાનો આ મહાન સ્થાન અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે તેમનો વિશેષ નિકટતા જોઈ તો તેવણને ઘણો આશ્ચર્ય થયો.

જ્યારે કાઝી ઈયાઝ (રહ.) ને પોતાના ભત્રીજાનાં સપનાનાં વિષે ખબર પડી અને આ પણ ખબર પડી કે તેવણને ઘણો આશ્ચર્ય થયો છે, તો તેવણે તેને સંબોઘીને ફરમાવ્યુઃ “હે મારા ભત્રીજા ! મારી કિતાબ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા”ને મજબૂતીથી પકડી લો અને તેને અલ્લાહ તઆલાનાં નઝદીક મકબૂલિયત હાસિલ કરવાનો ઝરીઓ બનાવો.”

આ તરીકાથી કાઝી ઈયાઝ (રહ.) પોતાનાં ભત્રીજાનાં સામે સ્પષ્ટ કરી દીઘુ કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની વિશેષ નિકટતા હાસિલ કરવાનો ઝરીઓ મારી કિતાબ હતી, કારણકે આ કિતાબ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી મોહબ્બતનાં વાકિઆતથી ભરેલી છે. (બુસ્તાનુલ મુહદ્દિષીન)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) નું દરેક સમયે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર રેહવુ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં પ્રસિદ્ધ સહાબી છે. તેમનાંથી જેટલી હદીષો મનકૂલ છે, એટલી બીજા કોઈ સહાબી થી મનકૂલ નથી. તેવણને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સંગાતમાં ચાર વર્ષ પસાર કરવાનો મોકો મળ્યો. તેવણે સન. ૭ હિજરીમાં ઈસ્લામ કબૂલ કર્યુ અને સન. ૧૧ હિજરીમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ દુનિયાથી પરદો ફરમાવી ગયા, પણ તેવણે ઘણી બઘી હદીષો રિવાયત કરી છે. તે કારણે લોકોને આશ્ચર્ય થતો હતો કે આટલા ઓછા સમયમાં તેવણે આટલી બઘી હદીષો કેવી રીતે યાદ કરી લીઘી.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) તેની સમજૂતી આપતા કહે છે કે લોકોને આ વાત પર આશ્ચર્ય થાય છે કે મેં ઘણી બઘી હદીષો કેવી રીત યાદ કરુ છું. વાત અસલમાં આ છે કે મારા મુહાજીર ભાઈ વ્યાપારમાં વ્યસ્ત રેહતા હતા અને મારા અન્સાર ભાઈ ખેતીમાં લાગેલા રેહતા હતા, જ્યારે કે હું દરેક સમયે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર રેહતો હતો. અને હું અસહાબે સુફ્ફામાંથી હતો. મને કમાવવાની જરાપણ ફિકર રેહતી ન હતી. હું હંમેશા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર રેહતો હતો અને જે વસ્તુ પણ ખાવા માટે ઉપલબ્ઘ થઈ જતી હતી, તેના પર કનાઅત કરતો હતો. ઘણી વખતે માત્ર હું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે રેહતો હતો. મારા વગર કોઈ પણ રેહતુ ન હતુ.

એક વખત મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી યાદશક્તીની કમઝોરી ની શિકાયત કરી. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે પોતાની ચાદર ફેલાવી દો. મેં તરતજ પોતાની ચાદર ફેલાવી દીઘી. પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મારી ચાદર પર પોતાનાં મુબારક હાથથી અમુક લાઈનો ખેંચી અને મને ફરમાવ્યુઃ આ ચાદરને પોતાના શરીર પર લપેટી લો. મેં તેને પોતાના સીના પર લપેટી લીઘી. તે દિવસથી મારી કૈફિયત આ છે કે જે કંઈ પણ મેં યાદ રાખવાનુ ચાહ્યુ, ક્યારેય પણ હું નથી ભુલ્યો. (સહીહલ બુખારી)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

હઝરત રસુલુલ્લાહ સ.અ.વ.ની લઅનત

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم …