અલ્લાહ તઆલા બખશિશ માટે બહાનું શોઘે છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ

“એક અહલે ઈલ્મ (આાલિમ) રડવા લાગ્યો કે ખબર નહી કે મારો ખાતમો(અંત) કેવો થશે. ફરમાવ્યુ હું (મૌલાના અશરફ અલી થાનવી રહ.) ભવિષ્ય (મુસતકબિલ) પર કસમ તો ખાતો નથી પણ આ વાતને ખસમ ખાઈને કહું છું કે અલ્લાહ તઆલા બખશિશ (માફ કરવા) માટે તો બહાનું શોઘે છે અને અઝાબ આપવા માટે નથી શોધતા તેમને શું કામ પડી ગયુ કોઈને અઝાબ આપવા પર. અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

مَّا يَفْعَلُ اللَّـهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَآمَنتُمْ (النساء: ١٤٧)

અલ્લાહ તઆલા તમને અઝાબ કરીને શું કરશે જો તમે હક માનો(શુકર કરો) અને ઈમાન લઈ આવો?”

(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૩૪૩)

Source: https://ihyaauddeen.co.za/?p=7179


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …