
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ
“બંદાને જોઈએ કે અલ્લાહ તઆલાની સાથે હંમેશા હુસ્ને જન (સારો ગુમાન) જ રાખે, કારણકે જ્યારે તે અલ્લાહ તઆલાની સાથે હુસ્ને જન (સારો ગુમાન) રાખશે તો તેને અલ્લાહ તઆલાની સાથે મોહબ્બત પૈદા થઈ જશે, જે હુસ્ને જન (સારો ગુમાન) નો અષર છે. તેથી જ્યારે તેને અલ્લાહ તઆલાની સાથે મોહબ્બત પૈદા થઈ જશે, તો અલ્લાહ તઆલા પણ તેની સાથે મોહબ્બત ફરમાવશે.
એક મૌકા પર હઝરત મૌલાનાએ ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે બંદાનાં ઊપર અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં એહસાનાત (ઉપકારો) છે અને તો પણ બંદો અલ્લાહ તઆલાની સાથે પોતાનો ગુમાન નેક ન રાખે, બલકે આજ ખ્યાલ કરતો રહે કે અલ્લાહ તઆલા મારાથી નારાજ છે, તો આ કેટલો ખરાબ ખ્યાલ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૩૪૦)
Source: https://ihyaauddeen.co.za/?p=7148
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી