عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى صلاة العصر من يوم الجمعة فقال قبل أن يقوم من مكانه اللهم صل على محمد النبي الأمي وعلى آله وسلم تسليما ثمانين مرّةً غفرت له ذنوب ثمانين عاما وكتبت له عبادة ثمانين سنة (القول البديع صـ ۳۹۹)
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે વ્યક્તિ જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا
“હે અલ્લાહ ! નબીએ ઉમ્મી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને તેમની આલો ઔલાદ પર ખૂબ ખૂબ દુરૂદો સલામ મોકલો.”
કસીદા બુર્દાનાં લેખલ રહ. નો વાકિયો
અલ્લામા બૂસીરી (રહ.) એક મોટા આલીમે દીન અને અલ્લાહનાં વલી હતા. એક વખ તેમનાં પર તિવ્ર લકવાનો હમલો થયો જેનાં કારણે તેવણ ચાલવા ફરવાથી લાચાર થઈ ગયા. તો તેવણે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તારીફ તથા પ્રશંસામાં એક કસીદો તૈયાર કર્યો, જે કસીદા બુર્દાનાં નામથી મશહૂર છે. તેમની નિય્યત એ હતી કે અલ્લાહ તઆલા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બત અને તેમની પ્રશંસાનાં કારણે મારા પર રહમ ફરમાવે અને મને શિફા (તંદુરસ્તી) અતા ફરમાવે.
એક રાતનાં તેવણે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સપનામાં જોયા અને તેઓએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે પોતાનાં અશઆાર (કવીતાઓ)નો સંગ્રહ પેશ કર્યો જેમાં તેવણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી પોતાની બેપનાહ અકીદત તથા મોહબ્બતનો ઈઝહાર કર્યો હતો. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમનાં શરીર પર પોતાનોં હાથ મુબારક ફેરવ્યો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક હાથની બરકતથી તેમને કામિલ શિફા મળી, તેથી અલ્લામાં બૂસીરી (રહ.) સપનાંથી જાગ્યા, તો તેવણ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા અને ચાલવા ફરવા પર સક્ષમ થઈ ગયા. (કશ્ફુઝ ઝુનૂન)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: