ઇસ્લામને જીવિત કરવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ

“દીલ ચાહતુ છે કે બઘા મુસલમાન એવી રીતે રસ્તા પર આવી જાય કે તેમની દરેક અદાથી ઈસ્લામની શાન જાહેર થાય જેવી રીતે સહાબએ કીરામ (રદિ.) ને જોઈને લોકો ઈસ્લામ કબૂલ કરતા હતા એવીજ રીતે આજનાં મુસલમાન એમના જેવા થઈ જાય. દીનો દુન્યાની કામયાબી આમાંજ છુપાયેલી છે  આ વાસ્તવિક મામલો છે કે અગર મુસલમાન પોતાની ઈસ્લાહ કરી લે અને દીન મુસલમાનમાં સ્થાપિત થઈ જાય, તો દીનતો તે છેજ, પણ દુન્યાની મુસીબતોનો પણ જે કંઈ આજકાલ તેમનાં પર ઢગલો છે (એટલે મુસીબતોનો) ઈન્શા અલ્લાહ થોડા દિવસોમાં કાયા પલટ થઈ જાય (મુસીબતો દૂર થઈ જાય). ” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧, પેજ નં-૬૧)

Source: https://ihyaauddeen.co.za/?p=6845


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …