હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ
“હઝરત ઈમામ અબુ હનીફા (રહ.) ની અદબની શાન જુઓ કે કોઈએ એમને સવાલ કર્યો કે અસવદ અફઝલ છે યા અલકમા ? ફરમાવ્યુ કે આપણું મોં તો એના કાબિલ પણ નથી કે તે હઝરાતનું નામ પણ લઈ શકીએ અને ન તેમાં ફરક કરવાનો ફેસલો કરી શકીએ. જુવો ઈમામ સાહબમાં અદબનો કેટલો ગલબો હતો. આ એમની ફિતરી વાત (કુદરતી વાત) હતી. એવીજી રીતે એક સહાબીને જુઓ જ્યારે તેમને કોઈએ પુછ્યુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મોટા છે યા તમે. મુરાદ આ હતી કે ઉમરમાં કોન મોટા છે. એટલા માટે અકબરનો શબ્દ ઈસ્તેમાલ કર્યો. તે સહાબીએ ફરમાવ્યુ કે મોટા તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ છે પણ ઉમર મારી વધારે છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૪૯)
Source: https://ihyaauddeen.co.za/?p=6659