દુરૂદ શરીફ જમા કરવા માટે ફરિશ્તાઓનુ દુનિયા માં ભ્રમણ કરવુ

عن عبد الله قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة سياحين في الأرض يبلغوني من أمتي السلام (سنن النسائي، الرقم: ۱۲۸۲، صحيح ابن حبان، الرقم: ۹۱۳)‏

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બેશક અલ્લાહ તઆલાનાં ઘણાં ફરિશ્તાઓ છે, જેઓ જમીનમાં ફરતા રહે છે અને મારી ઉમ્મતનાં સલામ પહોંચાડે છે.”

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક નામની સાથે દુરૂદ શરીફ ન લખવા પર તંબીહ (ચેતવણી)

હઝરત હસન બિન મુસા હઝરમી (રહ.) જેવણ ઈબ્ને અજીના (રહ.) નામથી પ્રખ્યાત હતા તેવણ ફરમાવે છે કે

જ્યારે હું હદીષ શરીફ લખતો હતો તો જલ્દીનાં કારણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક નામની સાથે “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” નહી લખતો હતા. એક વખત મને સપનામાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત થઈ, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને ફરમાવ્યુ કે જયારે તમે મારુ નામ લખો છો, તો મારા પર દુરૂદ કેમ નથી મોકલતા. જેવી રીતે અબુ ઉમર તબરી (રહ.) મારા પર દુરૂદ મોકલે છે. જ્યારે હું જાગ્યો તો ઘણો પરેશાન હતો. તેથી તે દિવસથી મેં પોતાનાં પર લાઝિમ કરી દીઘુ કે જ્યારે પણ હું હદીષ શરીફ લખીશ, તો “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” જરૂર લખીશ. (અલ કવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

દુરૂદ લખવાવાળા ફરિશ્તા

عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم الملائكة إن غابوا فقدوهم وإن مرضوا عادوهم وإن رأوهم رحبوا بهم وإن طلبوا حاجة أعانوهم...