જુમ્મા ના દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત

عن أوس بن أوس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن من أفضل أيامكم يوم الجمعة فيه خلق آدم وفيه قبض وفيه النفخة وفيه الصعقة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي قال: قالوا: يا رسول الله وكيف تعرض صلاتنا عليك وقد أرمت يقولون بليت فقال: إن الله عز وجل حرم على الأرض أجساد الأنبياء (سنن أبي داود، الرقم: ۱٠٤۷، وقال الحاكم في مستدركه، الرقم: ۱٠۲۹: هذا حديث صحيح على شرط البخاري ولم يخرجاه وأقره الذهبي)

હઝરત ઔસ બિન ઔસ રદ઼િય અલ્લાહુ અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે “તમારા અફઝલ દિવસોમાંથી જુમા નો દિવસ અફઝલ દિવસ છે. આજ દિવસે આદમ અલૈહિસ્સલામ ને પૈદા કરવામાં આવ્યા. આજ દિવસે તેમની વફાત (મૃત્યુ) થઈ. આજ દિવસે સૂર ફુંકવામાં આવશે અને આજ દિવસે (સૂરની અવાજથી) લોકો બેહોશ થઈ જશે. તેથી તમે આ દિવસે (જુમા ના દિવસે) મારા પર વધારે માં વધારે દુરૂદ મોકલો. કારણકે તમારા દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે.” સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે સવાલ કર્યો: હે અલ્લાહ ના રસૂલ! અમારા દુરૂદ કેવી રીતે તમારી સામે પેશ કરવામાં આવશે જ્યારે કે તમે (મોત પછી કબર માં) બોસીદા થઈ ગયા હશો? તો આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે “અલ્લાહ તઆલાએ અંબિયા અલૈહિમુસ્સલામ ના શરીરોને જમીન પર હરામ કરી દીધા છે.”

સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ ના દિલોમાં રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ની બેપનાહ મોહબ્બત

સુલેહ-હુદૈબિયહ ના મૌકા પર ઉર્વા બિન મસ્ઊદ રદ઼િય અલ્લાહુ અન્હૂ (જેમણે હજી સુઘી ઈસ્લામ અંગીકાર કર્યો ન હતો.) કુરૈશના પ્રતિનિઘિ (નુમાઈન્દા) ની હૈસિયતથી રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ની ખિદમતમાં હાજર થયા અને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ની સાથે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ ના વર્તાવ અને વ્યવહારનુ ઘ્યાનથી અવલોકન કર્યુ.

પછી જ્યારે તે કુરૈશની પાસે પહોંચ્યા, તો તેમણે પોતાના પ્રભાવ આ રીતે બયાન ફરમાવ્યાઃ હે મારી કૌમ! મેં કૈસરો-કિસરા અને નજાશી અને મોટા મોટા બાદશાહો ના દરબાર જોયા છે, પણ મેં જેવુ માન-સન્માન અને મોહબ્બત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ના સાથિયોમાં જોઈ છે, તેવુ માન-સન્માન ક્યાંય બીજા કોઈ ના માટે નથી જોયુ. જ્યારે તેમના મોંમાંથી થુક નીકળે છે, તો તે હજી જમીન પર પડે તે પહેલા તેમના સાથીઓ તેને હાથો-હાથ લઈ લે છે જેથી કે તેને પોતાના ચેહરા અને શરીરે લગાડી (ચોપડી) લે (તેનાથી બરકત હાસિલ કરવા માટે). એવીજ રીતે જ્યારે તે કોઈ હૂકમ ફરમાવે છે, તો દરેક વ્યક્તિ આ ખ્વાહિશ કરે છે કે સૌથી પેહલા હું તે હુકમને પૂરો કરુ. જ્યારે તે વુઝુ ફરમાવે છે, તો તેમના વુઝૂનું પાણી લેવા માટે એવી રીતે ઉતાવળ કરે છે કે એવુ લાગે કે તેઓ એક-બીજા સાથે લડી પડશે. જ્યારે તેવણ વાત કરે તો દરેક ખામોશ થઈ જાય અને અદબો-એહતિરામના કારણે કોઈ પણ તેમની તરફ આંખ ઉઠાવીને જોવાની હિમ્મત નથી કરતો. (બુખારી શરીફ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...