ઝિંદગીનાં છેલ્લા ક્ષણો

كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ

“દરેક જીવને મૌતની મજા ચાખવાની છે.” (સૂરએ આલિ ઈમરાન)

મૌત એક એવી અટલ હકીકત છે જેનાથી કોઈને છુટકારો નથી. મોમિન અને કાફિરોં એની હકીકતનાં (સત્યતાનાં) માનનાર છે. ફરક એટલો છે કે કાફિરોનાં ખ્યાલમાં મૌત માત્ર દુન્યાની ઝિંદગીનો અંત છે. એના ઉપરાંત બીજુ કંઈ નથી. જ્યારે કે મુસલમાનોનો અકીદો (માન્યતા) છે કે મૌત માત્ર દુન્યાની ઝિંદગી નો અંત નથી, બલકે આ એક હંમેશાની ઝિંદગીની (આખિરતની) શરૂઆત છે.

મૌત હકીકતમાં મોમિન માટે એક અનમોલ તોહફો (ભેટ) છે, જે મુહીબ (પ્રેમી) ને તેના મહબૂબ સાથે મેળવે છે. મુહીબ (પ્રેમી) જે મંઝિલે મકસૂદ (લક્ષ્યસ્થાન) ને હાસિલ કરવાની કોશીશ આખી ઝિંદગી કરે છે, મૌત તેને તેની મંઝિલે મકસૂદ (લક્ષ્યસ્થાને) પહોંચાડી દે છે અને તેને દુન્યવી ઝિંદગીની બંદીશ થી આઝાદ કરી દે છે. અલ્લાહ તઆલાનો ફરમાન છેઃ

یٰۤاَیَّتُها النَّفۡسُ الۡمُطۡمَئِنَّةُ ﴿۲۷﴾ ارۡجِعِیۡۤ  اِلٰی  رَبِّكِ رَاضِیَةً  مَّرۡضِیَّةً ﴿۲۸﴾ فَادۡخُلِیۡ  فِیۡ عِبٰدِیۡ ﴿۲۹﴾ وَ ادۡخُلِیۡ جَنَّتِیۡ ﴿۳۰﴾

“ હે શાંતિ પામનાર આત્મા ! તું પોતાના પરવરદિગાર તરફ પાછો ફર કે તું તેનાથી રાજી (અને) તે તારાથી રાજી (છે), (અને ત્યાં ચાલ્યા) પછી તું મારા (ખાસ) બંદાઓમાં શામિલ થઈ જા, અને મારી જન્નતમાં દાખલ થઈ જા.”

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છેઃ

تحفة المؤمن الموت

“મૌત મોમિનનો તોહફો (ભેટ) છે.” (મુસ્તદરક હાકિમ)

જેવી રીતે આપણને ખબર છે કે આપણો દીનઃ દીને ઈસ્લામ એક આસમાની અને દરેક બાજુથી જામેઅ (વ્યાપક) ઘર્મ છે. આપણાં દીનમાં ઝિંદગીનાં  દરેક મરાહીલ (તબક્કાઓ) (જન્મ થી લઈને મરણ (મૌત) સુઘી) નાં સંબંધિત રેહનુમાઈ (માર્ગદર્શન) મૌજૂદ છે. અલ્લાહ તઆલા અમારી આ  હકીર(નમ્ર) કોશિશ ને કબૂલ ફરમાવે અને આપણાં બઘા માટે કાર્યક્ષમ અને ઉપયોગી બનાવે.

Source: http://ihyaauddeen.co.za/?p=1374 

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …