ગુસલની સુન્નતો અને આદાબ-૫

ગુસલનાં ફરાઈઝ

(૧) એવી રિતે ગુસલ કરવુ કે મોઢાનાં દરેક હિસ્સામાં પાણી પહોંચી જાય.

(૨) નાકમાં પાણી નાંખવુ (નરમ હાડકી સુઘી પાણી પહોંચાડવુ).

(૩) આખા શરીર પર પાણી રેડવુ.[૧]

ગુસલની સુન્નતો

(૧) નાપાકી દુર કરવાની અને પાક થવાની નિય્યત કરવુ.

(૨) અગર શરીરનો સતરનો હિસ્સો છુપાયેલો હોય, તો ગુસલ શુરૂ કરવાથી પેહલા “બિસ્મિલ્લાહ” પઢવુ.

(૩) ત્રણ વખત બન્નેવ હાથોને ગટ્ટો સમેત ઘોવુ.

(૪) શરમગાહોને ઘોવુ, ભલે ત્યાં ગંદગી લાગી હોય અથવા ન લાગી હોય.

(૫) આખા શરીરને ધોવાથી પેહલા વુઝુ કરવુ.

(૬) ત્રણ વખત માંથા પર પાણી નાંખવુ.

(૭) શરીરનાં જમણાં ભાગ પર ઊપરથી નીચે સુઘી ત્રણ વખત પાણી નાંખવુ.

(૮) શરીરનાં ડાબા ભાગ પર ઊપરથી નીચે સુઘી ત્રણ વખત પાણી નાંખવુ.

(૯) શરીર પર પાણી નાંખતા સમયે શરીરને રગડવુ, જેથી કે સારી રીતે શરીરનાં દરેક હિસ્સા સુઘી પાણી પહોંચી જાય.

(૧૦) એટલુ ઓછુ પાણી ઈસ્તેમાલ ન કરવુ કે સારી રીતે ગુસલ ન થઈ શકે, બલકે ઈસરાફ (વ્યર્થ) ન કરવુ (પાણી બરબાદ ન કરવુ).

(૧૧) કિબ્લા તરફ રૂખ ન કરવુ.

(૧૨) એવી જગ્યાએ ગુસલ કરવુ, જ્યાં કોઈની નજર ન પડે. [૨]

 


[૧] (الفصل الأول في فرائضه) وهي ثلاثة المضمضة والاستنشاق وغسل جميع البدن على ما في المتون (الفتاوى الهندية ۱/۱۳)

 

[૨] (وههنا سنن وآداب ذكرها بعض المشايخ) يسن أن يبدأ بالنية بقلبه ويقول بلسانه نويت الغسل لرفع الجنابة أو للجنابة ثم يسمي الله تعالى عند غسل اليدين ثم يستنجي كذا في الجوهرة النيرة وأن لا يسرف في الماء ولا يقتر وأن لا يستقبل القبلة وقت الغسل وأن يدلك كل أعضائه في المرة الأولى وأن يغتسل في موضع لا يراه أحد ويستحب أن لا يتكلم بكلام قط وأن يمسح بمنديل بعد الغسل كذا في المنية (الفتاوى الهندية ۱/۱٤)

(الفصل الثاني في سنن الغسل) وهي أن يغسل يديه إلى الرسغ ثلاثا ثم فرجه ويزيل النجاسة إن كانت على بدنه ثم يتوضأ وضوءه للصلاة إلا رجليه هكذا في الملتقط (الفتاوى الهندية ۱/۱٤)

(بادئا بمنكبه الأيمن ثم الأيسر ثم رأسه) على (بقية بدنه مع دلكه) ندبا وقيل يثني بالرأس وقيل يبدأ بالرأس وهو الأصح وظاهر الرواية والأحاديث قال في البحر وبه يضعف تصحيح الدرر

قال العلامة ابن عابدين رحمه الله: (قوله وظاهر الرواية) كذا عبر في النهر والذي في البحر وغيره التعبير بظاهر الهداية (قوله والأحاديث) قال الشيخ إسماعيل وفي شرح البرجندي وهو الموافق لعدة أحاديث أوردها البخاري في صحيحه اهـ فافهم (قوله تصحيح الدرر) هو ما مشى عليه المصنف في متنه هنا (رد المحتار ۱/۱۵۹)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …