عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸)
હઝરત અબુ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ કોઈ કિતાબમાં મારૂ નામ લખે, ફરિશ્તાઓ તે સમય સુઘી લખવા વાળા પર દુરૂદ મોકલતા રહે છે જ્યાં સુઘી મારૂ નામ તેે કિતાબ માં રહે.”
સહાબએ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમ અને દરેક વસ્તુમાં સુન્નતની ઈત્તેબા
એક વ્યક્તિએ હઝરત ‘અબ્દુલ્લાહ બિન ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુમાને પૂછ્યું કે કુરાન શરીફમાં મુકીમની નમાઝનો પણ ઉલ્લેખ છે અને ખૌફની નમાઝનો પણ, પરંતુ મુસાફિરની નમાઝનો ઉલ્લેખ નથી.
તેમણે ફરમાવ્યું, ભત્રીજા! અલ્લાહ તઆલાએ હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમને નબી બનાવીને મોકલ્યા. આપણે લોકો અજાણ હતા, કંઈ જાણતા ન હતા, બસ અમે તેમને જે કરતા જોયા છે, તે જ કરીશું.
નોટઃ- હઝરત શૈખુલ હદીષ મૌલાના મુહમદ ઝકરિય્યા રહિમહુલ્લાહ એ લખેલુ છે:
“મકસદ આ છે કે દરેક મસઅલાનો સરાહતન(સાફ રીતે) કુર્આન શરીફમાં હોવુ જરૂરી નથી. અમલનાં માટે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ થી સાબિત થઈ જવુ કાફી છે. ખુદ હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નો ઈરશાદ છે કે “મને કુર્આન શરીફ અર્પણ(અતા) થયુ અને તેનાં બરાબર બીજા અહકામ આપવામાં આવ્યા. ટૂંક સમયમાં તે જમાનો આવવાનો છે કે પેટ ભરેલા લોકો તેમના ગાદલા ઓ પર બેસીને કહેશે બસ કુર્આન શરીફને મજબૂતીથી પકડી લો જે તેનાં અંદર (કુર્આનમાં) હુકમો છે તેનાં પર અમલ કરો.” (ફઝાઈલે આમાલ, પેજ નં-૧૦૭)
હઝરત ઉમર (રદિ.) નું હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તારીફ કરવુ
સાહિબે ઈહયાએ લખ્યુ છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વિસાલ બાદ હઝરત ઉમર (રદિ.) રડી રહ્યા હતા અને એમ કહી રહ્યા હતા કે
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન એક ખજૂરનું થડ જેનાં પર સહારો લઈને આપ મિમ્બર બનવાથી પેહલા ખુત્બો પઢ્યા કરતા હતા પછી જ્યારે મિમ્બર બની ગયુ અને આપ તેનાં પર તશરીફ લઈ ગયા, તો તે ખજૂરનું થડ આપની જુદાઈથી રડવા લાગ્યુ, અહિંયા સુઘી કે આપે પોતાનાં મુબારક હાથ તેનાં પર મુક્યો જેનાંથી તેને સુકૂન થયુ (આ હદીષનો મશહૂર કિસ્સો છે), યા રસૂલુલ્લાહ આપની ઉમ્મત આપની જુદાઈથી રડવાની વધારે હકદાર છે તે થડનાં મુકાબલામાં (એટલે ઉમ્મત પોતાનાં સુકૂનનાં માટે તવજ્જુહ કરવાની વધારે હાજતમંદ છે).
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન આપનો ઉચ્ચ મર્તબો અલ્લાહનાં નઝદીક એટલો ઊંછો થયો કે તેવણે આપની ઈતાઅતને પોતાની ઈતાઅત કરાર આપી. તેથી ઈરશાદ ફરમાવ્યુ مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّه જેણે રસૂલની ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી.
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન આપની ફઝીલત અલ્લાહનાં નઝદીક એટલી ઊંચી થઈ કે આપથી મુતાલબાથી પેહલા માફીની ઈત્તેલા ફરમાવી (ખબર આપી) દીઘી. તેથી ઈરશાદ ફરમાવ્યુ عَفَا اللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ અલ્લાહ તઆલા તમને માફ કરે. આપે તે મુનાફિકોંને જવાની ઈજાઝત આપી જ કેમ.
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન આપની ઊંચી શાન અલ્લાહનાં જઝદીક એવી છે કે આપ જો ઝમાનાનાં એતેબારથી અંતમાં આવ્યા, પણ અંબિયાની લિસ્ટમાં આપને સૌથી પેહલા ઝિકર કરવામાં આવ્યા. તેથી ઈરશાદ છે وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ અલ આયહ.
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન આપની ફઝીલતનો અલ્લાહને ત્યાં આ હાલ છે કે કાફિર જહન્નમમાં પડેલો હશે અને તે તમન્ના કરશે કે કાશ આપની ઈતાઅત કરતે અને કહેશે يَا لَيْتَنَا أَطَعْنَا اللَّهَ وَأَطَعْنَا الرَّسُولَا .
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન જો હઝરત મૂસા અલા નબિય્યિના વઅલયહિસ્સલાતુ વસ્સલામને અલ્લાહ તઆલાએ આ મોજીઝો અતા ફરમાવ્યો છે કે પત્થરથી નેહરો કાઢી દે, તો આ તેનાંથી વધારે અજીબ નથી કે અલ્લાહ તઆલાએ આપની આંગળીઓથી પાણી જારી કરી દીઘુ (કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો આ મોજીઝો મશહૂર હતો).
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન જો હઝરત સુલૈમાન અલા નબિય્યિના વઅલયહિસ્સલાતુ વસ્સલામ કે હવા તેમને સવારનાં સમયમાં એક મહીનાનો રસ્તો પાર કરાવી દે અને સાંજનાં સમયમાં એક મહીનાનો રસ્તો પાર કરાવી દેતા, તો આ એનાંથી વધારે અજીબ નથી કે આપનો બુરાક રાતનાં સમયમાં આપને સાત આસમાનથી પણ ઉપર લઈ ગયુ હતુ અને સવારનાં સમયે આપ મક્કા મુકર્રમા પાછા આવી ગયા صَلّی اللهُ عَلَیْکَ (સલ્લલ્લાહુ અલયક) અલ્લાહ તઆલાજ આપ પર દુરૂદ મોકલે.
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન જો હઝરત ઈસા અલા નબિય્યિના વઅલયહિસ્સલાતુ વસ્સલામને અલ્લાહ તઆલાએ આ મોજીઝો અતા ફરમાવ્યો કે તેઓ મુરદાવોને જીવિત ફરમાવતા હતા, તો આ તેનાંથી વધારે અજીબ નથી કે એક બકરી જેનાં ગોશ્તનાં ટુકડા આગમાં શેકી નાંખવામાં આવ્યા હોય તે આપથી આ દરખ્વાસ્ત કરે કે આપ મને ન ખાતા એટલા માટે કે મારા અંદર ઝેર મેળવી દેવામાં આવ્યુ છે.
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન જો હઝરત નૂહ અલા નબિય્યિના વઅલયહિસ્સલાતુ વસ્સલામે પોતાની કૌમનાં માટે આ ઈરશાદ ફરમાવ્યુ رَبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا હે રબ કાફિરોમાંથી ઝમીન પર રેહવા વાળાઓ માંથી કોઈને ન છોડજો. જો આપ પણ અમારા માટે બદ દુઆ કરી દેતે તો અમારામાંથી એક પણ બાકી ન રેહતે, બેશક કાફિરોએ આપની મુબારક પીઠને રોંદી (કે જ્યારે આપ નમાઝમાં સજદામાં હતા આપની પીઠ મુબારક પર ઊંટનીં બચ્ચાદાની નાંખી દીઘી હતી) અને ગઝવએ ઉહદમાં આપનાં મુબારક ચેહરાને લોહી લુહાણ કર્યા, આપનાં મુબારક દાંતને શહીદ કર્યા અને આપે બદ દુઆનાં બજાએ એમ ઈરશાદ ફરમાવ્યુ اَللّهُمَّ اغْفِرْ لِقَوْمِىْ فَاِنَّهُمْ لَايَعْلَمُوْنَ . હે અલ્લાહ મારી કૌમને માફ ફરમાવજો કે આ લોકો જાણતા નથી (જાહિલ છે).
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન આપની ઉમરનાં થોડા હિસ્સાવોમાં (કે નુબુવ્વત પછી ત્રેવીસજ વર્ષ મળ્યા) એટલો મોટો મજમો આપ પર ઈમાન લાવ્યો કે હઝરત નૂહ અલા નબિય્યિના વઅલયહિસ્સલાતુ વસ્સલામની લાંબી ઉમર (એક હઝાર વર્ષ) માં એટલા માણસો મુસલામન ન થયા (કે હજ્જતુલ વદાઅમાં એક લાખ ચોવીસ હઝાર તો સહાબએ કિરામ (રદિ.) હતા અને જે લોકો ગાઈબાના મુસલમાન થયા હાજર ન થઈ શક્યા તેમની સંખ્યા તો અલ્લાહ તઆલાનેજ ખબર છે) આપ પર ઈમાન લાવવા વાળાઓની સંખ્યા ઘણી વધારેથી વધારા છે (બુખારીની મશહૂર હદીષ عُرِضَتْ عَلَىَّ الْاُمَمُ માં છે رَاَيْتُ سَوَادًا كَثِيْرًا سَدَّ الْاُفُق કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને એટલી વધારે મિકદાર (સંખ્યા) માં જોયા કે જેણે આખા જહાનને ઘેરી રાખ્યુ હતુ) અને હઝરત નૂહ અલયહિસ્સસલામ પર ઈમાન લાવવા વાળા ઘણાં થોડા છે (કુર્આને પાકમાં છે وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ ).
યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન જો આપ પોતાનાં સજાતિય (હમજીન્સો) જ સાથે ઉઠવા-બેસવાનું ફરમાવતે, તો આપ અમારી પાસે ક્યારેય ન બેસતે. અને જો આપ નિકાહ ન કરતે પણ પોતાનાંજ બરાબર મરતબા વાળાની સાથે તો કોઈની સાથે પણ આપનાં નિકાહ ન થઈ શકતે. અને જો આપ પોતાની સાથે ખાવાનું ન ખવડાવતે પણ પોતાનાં હમસરોને, તો અમારામાંથી કોઈને આપની સાથે ખાવાનું ન ખવડાવતે. બેશક આપે અમને પાસે બેસાડ્યા, અમારી ઔરતોંની સાથે નિકાહ કર્યા અમને પોતાની સાથે ખાવાનું ખવડાવ્યુ, વાળોનાં કપડા પેહર્યા. (અરબી) ગધેડા પર સવારી ફરમાવી અને પોતાનાં પછાળી બીજાને બેસાડ્યા. અને ઝમીન પર (દસ્તરખ્વાન બીછાવીને) ખાવાનું ખાઘુ અને ખાવા બાદ પોતાની આંગળીઓને (ઝબાનથી) ચાટી અને આ બઘા કામો આપે નમ્રતાનાં તૌર પર અપનાવ્યા صَلَّی اللهُ عَلَیْکَ وَسَلَّمَ. અલ્લાહ તઆલાજ આપ પર દુરૂદો સલામ મોકલે. (ફઝાઈલે દુરૂદ શરીફ, પેજનં- ૧૮૩ થી ૧૮૭)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ