ગુસલની સુન્નતો અને આદાબ-૧

ગુસલ કરવાનો મસ્નૂન તરીકો

(૧) ગુસલનાં દરમિયાન કિબ્લાની તરફ મોઢુ ન કરવુ.[1]

(૨) એવી જગ્યાએ ગુસલ કરવુ, જ્યાં કોઈની નજર ન પડે. બેહતર આ છે કે ગુસલનાં સમયે સતરનો ભાગ ઢાંકી લેવામાં આવે. અલબત્તા અગર કોઈ એવી જગ્યાએ ગુસલ કરી રહ્યો હોય, જે દરેક બાજુએથી બંદ હોય, જેવીરીતે કે ગુસલ ખાનામાં ગુસલ કરી રહ્યો હોય, તો સતરનાં હિસ્સાને ઢાંક્યા વગર પણ ગુસલ કરવુ જાઈઝ છે. See 1

عن يعلى أن رسول الله صلى الله عليه وسلم رأى رجلا يغتسل بالبراز بلا إزار فصعد المنبر فحمد الله وأثنى عليه ثم قال صلى الله عليه وسلم إن الله عز وجل حيي ستير يحب الحياء والستر فإذا اغتسل أحدكم فليستتر (سنن أبي داود، الرقم: 4012)[2]

હઝરત યઅલા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તીને ખુલ્લી જગ્યામાં વગર તેહબંદ બાંઘે નહાતા જોયો. (તેનો સતરનો હિસ્સો ખુલેલો હતો) તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મિમ્બર પર તશરીફ લાવ્યા અને અલ્લાહ તઆલાની હમ્દો ષના બયાન કરી પછી ફરમાવ્યુ, “બેશક અલ્લાહ તઆલા ઘણાં હયાદાર છે (એટલે અલ્લાહ તઆલા પોતાનાં બંદાવો સાથે હયામાં ઉચ્ચ દરજ્જાનો મામલો કરે છે), ઘણાં પરદાપોશ (એટલે પોતાનાં બંદાવોની નજરોથી છુપાવે છે) છે. (તેવણ પોતાનાં બંદાવોનાં માટે) હયા અને પરદા પોશી(એટલે બયતુલ ખલા અને ગુસલનાં સમયે) પસંદ ફરમાવે છે, તેથી જ્યારે તમારામાંથી કોઈ ગુસલ કરે, તો સંતાયને કરે.”

(૩) ગુસલનાં માટે બાલટી નો ઉપયોગ કરવુ બેહતર છે.[3]

(૪) અગર કોઈ ફુવારાથી ગુસલ કરી રહ્યો હોય, તો આ વાતનો ખાસ તૌર પર ખ્યાલ રાખે કે પાણી બરબાદ ન થાય. સાબુ લગાવવા અથવા જરૂરત વગરનાં બાલ સાફ કરવા દરમિયાન પાણી ખુલ્લુ ન છોડે. એટલા માટે કે આ (પાણી ખુલ્લુ છોડવુ) ખુલ્લમ ખુલ્લો ઈસરાફ છે અને આ ઘણો મોટો ગુનાહ છે. See 1

(૫) બેસીને ગુસલ કરવુ અફઝલ છે.[4]


[1] (وههنا سنن وآداب ذكرها بعض المشايخ) يسن أن يبدأ بالنية بقلبه ويقول بلسانه نويت الغسل لرفع الجنابة أو للجنابة ثم يسمي الله تعالى عند غسل اليدين ثم يستنجي كذا في الجوهرة النيرة وأن لا يسرف في الماء ولا يقتر وأن لا يستقبل القبلة وقت الغسل وأن يدلك كل أعضائه في المرة الأولى وأن يغتسل في موضع لا يراه أحد ويستحب أن لا يتكلم بكلام قط وأن يمسح بمنديل بعد الغسل كذا في المنية (الفتاوى الهندية 1/14)

[2] سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (1/236) فالحديث حسن عنده

[3] حدثتني ميمونة قالت كنت أغتسل أنا ورسول الله صلى الله عليه وسلم من إناء واحد من الجنابة هذا حديث حسن صحيح (سنن الترمذي، الرقم: 62)

[4] (وسننه) أي سنن الغسل كسنن الوضوء سوى الترتيب وآدابه كآدابه سوى استقبال القبلة لأنه يكون غالبا مع كشف عورة (الدر المختار 1/156)

(ومن آدابه) أي آداب الوضوء … (استقبال القبلة ودلك أعضائه) … (والجلوس فى مكان مرتفع) (الدر المختار 1/127)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …