بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ
لَمۡ یَکُنِ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ الۡمُشۡرِکِیۡنَ مُنۡفَکِّیۡنَ حَتّٰی تَاۡتِیَہُمُ الۡبَیِّنَۃُ ۙ﴿۱﴾رَسُوۡلٌ مِّنَ اللّٰہِ یَتۡلُوۡا صُحُفًا مُّطَہَّرَۃً ۙ﴿۲﴾فِیۡہَا کُتُبٌ قَیِّمَۃٌ ؕ﴿۳﴾وَ مَا تَفَرَّقَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُمُ الۡبَیِّنَۃُ ؕ﴿۴﴾وَ مَاۤ اُمِرُوۡۤا اِلَّا لِیَعۡبُدُوا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۙ حُنَفَآءَ وَ یُقِیۡمُوا الصَّلٰوۃَ وَ یُؤۡتُوا الزَّکٰوۃَ وَ ذٰلِکَ دِیۡنُ الۡقَیِّمَۃِ ؕ﴿۵﴾اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ الۡمُشۡرِکِیۡنَ فِیۡ نَارِ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ اُولٰٓئِکَ ہُمۡ شَرُّ الۡبَرِیَّۃِ ؕ﴿۶﴾اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ اُولٰٓئِکَ ہُمۡ خَیۡرُ الۡبَرِیَّۃِ ؕ﴿۷﴾جَزَآؤُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ جَنّٰتُ عَدۡنٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ رَضِیَ اللّٰہُ عَنۡہُمۡ وَ رَضُوۡا عَنۡہُ ؕ ذٰلِکَ لِمَنۡ خَشِیَ رَبَّہٗ ﴿۸﴾
અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
જે લોકો અહલે કિતાબ અને મુશરિકોમાંથી કાફિર થયા છે તેઓ (પોતાના કુફ્રથી કદી) અટકી જનાર ન હતા, જ્યાં સુઘી કે તેઓની પાસે ખુલ્લી દલીલ (ન) આવી લાગે. (૧) (એટલે) અલ્લાહનાં એક રસૂલ (સલ.) જે (તેઓને) એવા પવિત્ર વરકો પઢી સંભળાવે (૨) જેમાં સીઘા (ને ખરા) હુકમો લખાયેલા હોય (૩) અને અહલે કિતાબમાં (ઘર્મ વિશે) જે ફુટફાટ પડી તે માત્ર એ પછી જ કે તેઓની પાસે ખુલ્લી દલીલ આવી પહોંચી. (૪) વળી, તેઓને (આ રસૂલ (સલ.) ની મારફતે પણ) એ જ હુકમ કરવામાં આવ્યો કે અલ્લાહનાં ન માટે પોતાનાં દીનને ખાસ કરી દઈ ઈબ્રાહીમ (અલૈ.)ની રાહ મુજબ તેઓ અલ્લાહની બંદગી કરે અને નામઝની પાંબદી રાખે તેમજ ઝકાત આપતા રહે અને એ જ ખરો ઘર્મ છે. (૫) બેશક, જે લોકોએ અહલે કિતાબ અને મુશરિકોમાંથી તે (દલીલ એટલે રસૂલ)નો ઈનકાર કર્યો તેઓ જહન્નમની આગમાં જશએ (અને) સદા તેમાં જ રહેશે અને આ લોકો જ સર્વ મખ્લુક કરતા બદતર છે. (૬) બેશક, જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા તે લોકોજ સૌ મખ્લૂકથી બેહતર છે. (૭) તેમનો બદલો તેમના પરવરદિગારની પાસે સદા રેહવાનાં બગીચા છે, જેની નીચે નહેરો વેહતી હશે. તેમાં જ તેઓ સદા નિરંતર રહેશે. અલ્લાહ તેઓથી રાજી રહેશે અને તેઓ અલ્લાહથી રાજી રહેશે. આ (જન્નત અને અલ્લાહની ખુશી) તે વ્યક્તિ માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરતો રહે છે. (૮)
તફસીર
لَمۡ یَکُنِ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ الۡمُشۡرِکِیۡنَ مُنۡفَکِّیۡنَ حَتّٰی تَاۡتِیَہُمُ الۡبَیِّنَۃُ ۙ﴿۱﴾رَسُوۡلٌ مِّنَ اللّٰہِ یَتۡلُوۡا صُحُفًا مُّطَہَّرَۃً ۙ﴿۲﴾فِیۡہَا کُتُبٌ قَیِّمَۃٌ ؕ﴿۳﴾
જે લોકો અહલે કિતાબ અને મુશરિકોમાંથી કાફિર થયા છે તેઓ (પોતાના કુફ્રથી કદી) અટકી જનાર ન હતા, જ્યાં સુઘી કે તેઓની પાસે ખુલ્લી દલીલ (ન) આવી લાગે. (૧) (એટલે) અલ્લાહનાં એક રસૂલ (સલ.) જે (તેઓને) એવા પવિત્ર વરકો પઢી સંભળાવે (૨) જેમાં સીઘા (ને ખરા) હુકમો લખાયેલા હોય (૩)
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બિઅષત (પુનરુત્થાન) થી પેહલાનો દૌર (યુગ) ઈન્સાનની તારીખમાં સૌથી વધારે તારીક અને મુશ્કેલિઓથી ભરેલો હતો. અહલે કિતાબ (યહૂદ અને નસારા) અને મુશરિકીન એવી અંધકાર અને તારીકીમાં હતા કે તેમનાં માટે તેમાંથી નિકળવુ અસંભવ હતુ. આ લોકો જ્યાં સુઘી સ્પષ્ટ નિશાની અને ખુલ્લી દલીલનો મુશાહદો ન કરી લેતા, તે તારીકીથી નિકળવાનાં ન હતા. આ ખુલ્લી દલીલ અને સ્પષ્ટ નિશાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક ઝાત હતી. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેવોને (યહુદ, નસારા અને મુશરિકીન ને) કુર્આને કરીમની સાફ અને પાક આયતોં પઢીને સંભળાવતા હતા.
જ્યારે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) યહૂદ, નસારા અને મુશરિકીનની સામે કુર્આને મજીદ અને સાચો દીન લઈને આવ્યા, તો તેઓએ સારી રીતે ઓળખી લીઘા કે તમો અલ્લાહ તઆલાનાં રસૂલ છો, જેવી રીતે તેઓ પોતાની ઔલાદને ઓળખતા હતા. તેઓને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નુબુવ્વત માં જરાયે શક ન હતો અને તેઓને સારી રીતે ખબર હતી કે આ તેજ છેલ્લા નબી છે, જેમનાં વિષે અમારી આસમાની કિતાબોમાં પેશનગોઈ (આગાહી) કરવામાં આવી હતી. એટલુજ નહી, બલકે યહૂદ, નસારા મુશરિકીનથી કેહતા હતા કે ટૂંક સમયમાં એક નબી આવવાનાં છે. અને જ્યારે તે નબી આવશે, તો તેવણ તેમની સાથએ મલીને મુશરિકીણનાં ખિલાફ યુદ્ઘ કરશે. તથા તે લોકો (યહૂદ, નસારા) નબીનાં તવસ્સુલ (વસીલા થી) ખૈરો બરકતની દુઆઓ પણ કરતા હતા. તે બઘુ હોવા છતાં નબીએ કરીહ્મ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બિઅષત (પુનરુત્થાન) થઈ, તો તેઓએ આપની નુબુવ્વતનો ઈનકાર કરી દીઘો.
وَ مَا تَفَرَّقَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُمُ الۡبَیِّنَۃُ ؕ﴿۴﴾وَ مَاۤ اُمِرُوۡۤا اِلَّا لِیَعۡبُدُوا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۙ حُنَفَآءَ وَ یُقِیۡمُوا الصَّلٰوۃَ وَ یُؤۡتُوا الزَّکٰوۃَ وَ ذٰلِکَ دِیۡنُ الۡقَیِّمَۃِ ؕ﴿۵﴾
જેમાં સીઘા (ને ખરા) હુકમો લખાયેલા હોય (૩) અને અહલે કિતાબમાં (ઘર્મ વિશે) જે ફુટફાટ પડી તે માત્ર એ પછી જ કે તેઓની પાસે ખુલ્લી દલીલ આવી પહોંચી. (૪) વળી, તેઓને (આ રસૂલ (સલ.) ની મારફતે પણ) એ જ હુકમ કરવામાં આવ્યો કે અલ્લાહનાં ન માટે પોતાનાં દીનને ખાસ કરી દઈ ઈબ્રાહીમ (અલૈ.)ની રાહ મુજબ તેઓ અલ્લાહની બંદગી કરે અને નામઝની પાંબદી રાખે તેમજ ઝકાત આપતા રહે અને એ જ ખરો ઘર્મ છે. (૫)
યહૂદો નસારાને નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તેબાઅનો હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓની બદકિસ્મતી હતી કે તેઓ હકનાં રસ્તેથી હટી ગયા અને કુર્આને કરીમની સાફ અને ખુલ્લી આયતોનોં ઈન્કાર કરી દીઘો.
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ الۡمُشۡرِکِیۡنَ فِیۡ نَارِ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ اُولٰٓئِکَ ہُمۡ شَرُّ الۡبَرِیَّۃِ ؕ﴿۶﴾
બેશક, જે લોકોએ અહલે કિતાબ અને મુશરિકોમાંથી તે (દલીલ એટલે રસૂલ)નો ઈનકાર કર્યો તેઓ જહન્નમની આગમાં જશએ (અને) સદા તેમાં જ રહેશે અને આ લોકો જ સર્વ મખ્લુક કરતા બદતર છે. (૬)
નજાતનો દારોમદાર ઈમાન પર છે, તેથી જે ઈમાન વાળો હશે, તે જન્નતમાં દાખલ થશે અને ત્યાં હંમેશા હંમેશ રહેશે. તેનાંથી ઊંઘુ જે વ્યક્તિ અલ્લાહ તઆલા પર ઈમાન નથી રાખતો, તેનું ઠેકાણું જહન્નમ હશે અને તે હંમેશાનાં માટે અઝાબમાં રહેશે.
આ આયતે કરીમા માં સાફ તૌર પર બયાન કરવામાં આવ્યુ છે કે યહૂદો નસારા હંમેશાનાં માટે જહન્નમમાં રહેશે. અમુક લોકોનો ખ્યાલ છે કે યહૂદો નસારા અહલે કિતાબમાંથી છે અને આસમાની કિતાબો (તવરાત તથા ઈનજીલ) પર ઈમાન રાખવાનાં કારણથી તેઓને પણ નજાત મળશે અને તેઓને પણ જન્નત મળશે. પરંતુ આ આયતે કરીમા માં અલ્લાહ તઆલા સાફ અંદાજમાં બયાન કરી દીઘુ છે કે નજાતનાં લાયક તેજ વ્યક્તિ થશે, જે અલ્લાહ તઆલા પર ઈમાન લાવશે અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રિસાલત તથા નુબુવ્વતને તસ્લીમ (કબૂલ) કરશે. યહૂદો નસારા જેઓકે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની નુબુવ્વતો રિસાલતનો ઈનકાર કરે છે, તેથી એ લોકો કાફિર છે અને તેઓ હંમેશાનાં માટે જહન્નમમાં રહેશે.
ઈમાનની શર્તોમાંથી એક બુનિયાદી શર્ત આ છે કે દરેક અંબિયાએ કિરામ (અલૈ.) પર ઈમાન રાખવામાં આવે અને અગર કોઈ એક નબીને પણ ઝુટલાવશે, તો તેનો આ અમલ દરેક અંબિયાએ કિરામ (અલૈ.) ને ઝુટલાવવાનાં બરાબર થશે. આ કાયદાનાં એતિબારથી યહૂદો નસારાનો મામલો બિલકુલ સાફ છે કે આ લોકો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની રિસાલતનો ઈન્કાર કરવાનાં કારણથી દરેક અંબિયાએ કિરામ (અલૈ.) ની નુબુવ્વતનો ઈન્કાર કર્યો, તેથી તે બઘાને કાફિર ગણી દેવામાં આવ્યા, તેનું કારણ એ છે કે દરેક અંબિયાએ કિરામ (અલૈ.) પોતાની કૌમોને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની નુબુવ્વતની ખબર આપી, તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નુબુવ્વતનો ઈન્કાર કરવાથી બઘા અંબિયા (અલૈ.) ની તકઝીબ(ઈનકાર) કરી.
તેનાં કારણે અલ્લાહ તઆલાએ સાફ તૌર પર બયાન કરી દીઘુ છે કે આ લોકોને હંમેશા જહન્નમમાં દાખલ કરી દેવામાં આવશે અને આ લોકો (યહૂદો નસારા) બઘાથી બદતરીન લોકો છે. ઈન્સાન, જીન્નાત અને જાનવરો સાથે દુનિયામાં જેટલી પણ મખલુકો છે, યહૂદો નસારા તે બઘાથી બદતર અને ખરાબ લોકો છે. અને તેઓની બદતરીન હોવાનું કારણ આ છે કે અહલે કિતાબ હોવા છતા હકનાં રસ્તાથી ગુમરાહ થઈ ગયા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નુબુવ્વતનો ઈન્કાર કર્યો. આજ કારણ છે કે અલ્લાહ તઆલાનાં નઝદીક તેઓનું સ્થાન એકદમજ ઘટિયા અને હકીર છે.