સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને તેનાંથી સ્ખલન(ઈનઝાલ) થઈ જાય, તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
જવાબ-રોઝાની હાલતમાં જેવી રીતે સંભોગ કરવુ હરામ છે એવીજ રીતે સંભોગથી સંબંઘિત ખ્યાલ કરવુ પણ નાજાઈઝ છે. જ્યાંસુઘી રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અને વીડિયો જોવાની વાત છે, તો એ શરીઅતમાં બિલકુલ હરામ છે. એવા પ્રકારનાં કબીરા ગુનાંહોથી રોઝાનો ષવાબ સંપુર્ણ પણે ઝાયેઅ (બરબાદ) થઈ જાય છે. અલબત્તા અગર રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અને વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરવાનાં કારણે કોઈ ઈન્સાનને સ્ખલન થઈ જાય, તો તેનો રોઝો ફાસિદ નહી થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(أو احتلم أو أنزل بنظر) ولو إلى فرجها مرارا أو بفكر إن طال (در المختار ج۲ ص۳۹٦)
وإذا نظر إلى امرأة بشهوة في وجهها أو فرجها كرر النظر أو لا لايفطر إذا أنزل كذا في فتح القدير كذا لايفطر بالفكر إذا إمنى هكذا في السراج الوهاج (الفتاوى الهندية ج۱ ص۲٠٤)
(أو أنزل بنظر) إلى فرج امرأته لم يفسد (أو فكر وإن أدام النظر والفكر) حتى أنزل لأنه لم يوجد منه صورة الجماع وهو الإنزال عن مباشرة (مراقي الفلاح ص٦۵۸)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/23