عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: من صلى علي عشرا صلى الله عليه مئة ومن صلى علي مئة صلى الله عليه ألفا ومن زاد صبابة وشوقا كنت له شفيعا وشهيدا يوم القيامة (أخرجه أبو موسى المديني بسند قال الشيخ مغلطاي لا بأس به كما في القول البديع ص٢٣٦)
હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી નકલ કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, “જે મારા ઉપર દસ (૧૦) દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા એના ઉપર સો (૧૦૦) દુરૂદ (રહમત) મોકલે છે, જે મારા ઉપર સો (૧૦ દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા એના ઉપર પર હઝાર (૧૦૦૦) દુરૂદ (રહમત) મોકલે છે અને જે મારી મોહબ્બત અને શોકમાં વધારે દુરૂદ મોકલશે, હું કયામતના દિવસે તેની સિફારિશ (ભલામણ) કરીશ અને એના માટે ગવાહ (સાક્ષી) બનીશ.”
જરૂરત નાં સમયે દુરૂદ શરીફનું મદદ માટે આગળ આવવુઃ
શૈખુલ મશાઈખ હઝરત શીબ્લી (નવ્વરલ્લાહુ મરકદહુ) થી નકલ કરવામાં આવ્યુ છે કે મારા પડોશમાં એક માણસ નો ઈન્તેકાલ થઈ ગયો. મેં એમને ખ્વાબ માં જોયા, મેં એમને પુછ્યુ, શું ગુજર્યુ ? એમણે કહ્યુ, “શીબ્લી બહુજ ઘણી બઘી પરેશાનીયોં આવી અને મને મુન્કર નકીર નાં સવાલનાં સમયે ગડબડ થવા લાગી. મેં પોતાના દિલમાં વિચાર્યુ કે યા અલ્લાહ આ મુસીબત ક્યાંથી આવી રહી છે, શું હું ઈસ્લામ પર નથી મર્યો?
મને એક અવાજ આવ્યો કે આ દુન્યામાં તારી ઝબાનની બેદરકારીની સજા છે. જ્યારે તે બન્નેવ ફરીશ્તાઓએ મને અઝાબ આપવાનો ઈરાદો કર્યો તો તરતજ એક ખૂબજ હસીન માણસ મારી અને એમની વચ્ચે આવીને ઊભા થઈ ગયા. એમના અંદરથી ખૂબજ સરસ ખુશ્બુ આવી રહી હતી. એમણે મને ફરિશ્તાઓના જવાબો બતાવી આપ્યા. મેં તરતજ જવાબ આપી દીઘા.
મેં એમને પુછ્યું કે અલ્લાહ તઆલા તમારા ઊપર રહમ કરે તમે કોણ છો? તેમણે કહ્યુ હું એક માણસ છું, જે તારા વધારે દુરૂદ પઢવાના કારણે પેદા કરવામાં આવ્યો છું, મને એ હુકમ આપવામાં આવ્યો છે કે દરેક મુસીબત ના અંદર તારી મદદ કરૂં.” (ફઝાઈલે દુરૂદ પેજ નં:૧૬૦)
હઝરત આદમ અલૈહિસ્સલામની તરફથી હઝરત હ઼વ્વા અલૈહસ્સલામનો મહર
શૈખ અબ્દુલ હક઼ મુહદ્દિસ દેહલવી રહ઼િમહુલ્લાહ એ મદારિજુન-નુબુવ્વહ માં લખ્યુ છે કે જ્યારે હઝરત હવ્વા અલૈહસ્સલામ પૈદા થયા અને હઝરત આદમ અલૈહિસ્સલામ તેમના તરફ હાથ વધારવા ગયા ત્યારે ફરિશ્તાઓ એ કહ્યું: સબર કરો, જ્યાં સુઘી નિકાહ ન થઈ જાય અને મહર અદા ન કરી દો.
તેમણે પુછ્યું: મહર શું છે? ફરિશ્તાઓએ કહ્યું કે રસૂલે-મકબૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર ત્રણ વખત દુરૂદ શરીફ પઢવું. અને એક રિવાયતમાં વીસ વખત આવ્યુ છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં–૧૫૫)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/423&http://ihyaauddeen.co.za/?p=4709