સૂરએ કદ્ર ની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اِنَّاۤ  اَنۡزَلۡنٰہُ  فِیۡ  لَیۡلَۃِ  الۡقَدۡرِ ۚ﴿ۖ۱﴾ وَ مَاۤ اَدۡرٰىکَ مَا لَیۡلَۃُ الۡقَدۡرِ ؕ﴿۲﴾ لَیۡلَۃُ  الۡقَدۡرِ ۬ۙخَیۡرٌ مِّنۡ  اَلۡفِ شَہۡرٍ ؕ﴿ؔ۳﴾ تَنَزَّلُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ  فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ۚ مِنۡ  کُلِّ  اَمۡرٍ ۙ﴿ۛ۴﴾ سَلٰمٌ ۟ۛ ہِیَ حَتّٰی مَطۡلَعِ  الۡفَجۡرِ ﴿۵﴾

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

બેશક, અમે જ આ (કુર્આન) ને શબે કદ્રમાં ઉતાર્યુ છે (૧) અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે? (૨) શબે કદ્ર હજાર માસથી બેહતર છે (૩) તે રાત્રીમાં ફરિશ્તા અને રૂહુલ કુદુસ (જિબ્રઈલ અલૈ.) પોતાનાં પરવરદિગારનાં હુકમથી દરેક ખૈર (મહાન કામ લઈ) (પૃથ્વી પર) ઊતરે છે. (૪) (તેમજ તે રાત્રી) સંપૂર્ણ સલામતી છે. તે (આખી) રાત પ્હો ફાટતાં (તુલૂએ ફજર) સુઘી રહે છે. (૫)

તફસીર

મુફસ્સીરીને કિરામે આ સૂરતનો શાને નુઝૂલ બયાન કર્યો છે કે એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ની સામે બની ઈસરાઈલનાં એક મુજાહિદનો હાલ વર્ણવ્યો, જેણે એક હજાર મહીના સુઘી જીહાદ કર્યો. સહાબએ કિરામ (રદિ.) આ સાંભળીને આશ્ચર્ય થયો અને તેમને આનાં પર રશક્ (ઈર્ષ્યા) થયો.

તેનાં પર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ સુરતુલ કદર નાઝિલ ફરમાવી, જે આ ઉમ્મતનાં માટે મહાન નેઅમત અને ભેટ છે.  આ ઉમ્મતને જે ખુસૂસી નેઅમત અને ફઝિલત(શ્રેષ્ઠતા) મળી છે તે આ છે કે જે વ્યક્તિ પણ શબે કદરમાં અલ્લાહ તઆલાની ઈબાદત કરશે, તેને હઝાર મહીનાંથી વધારે ઈબાદત કરવાનો ષવાબ મળશે (એક હઝાર મહીના ત્યાંશી (૮૩) વર્ષનાં બરાબર થાય છે).

اِنَّاۤ اَنۡزَلۡنٰہُ فِیۡ لَیۡلَۃِ الۡقَدۡرِ ۚ﴿ۖ۱﴾

બેશક, અમે જ આ (કુર્આન) ને શબે કદ્રમાં ઉતાર્યુ છે (૧)

આ આયતે કરીમા માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ બયાન ફરમાવ્યુ છે કે અમોએ કુર્આને મજીદને શબે કદર માં ઉતાર્યુ છે. બીજી બાજુ અહાદીષએ મુબારકામાં વારિદ છે કે કુર્આને મજીદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર તેવીસ વર્ષ પછી નાઝિલ કરાવામાં આવ્યુ.

મુફસ્સીરીન કિરામ લખે છે કે કુર્આને મજીદ રમઝાન નાં મહીનાં માં લવહે મહફુઝ થી પેહલા આસમાન પર શબે કદરમાં નાઝિલ કરવામાં આવ્યુ. પછી ઘીરે ઘીરે જરૂરતનાં અનુસાર તેવીસ વર્ષોમાં આખુ કુર્આને કરીમ નબીએ કરીમ (સલ્લલલ્લાહુ અલયહિ વસલ્લ) પર ઉતારવામાં આવ્યુ.

وَ مَاۤ اَدۡرٰىکَ مَا لَیۡلَۃُ الۡقَدۡرِ ؕ﴿۲﴾ لَیۡلَۃُ الۡقَدۡرِ ۬ۙخَیۡرٌ مِّنۡ اَلۡفِ شَہۡرٍ ؕ﴿ؔ۳﴾

અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે? (૨) શબે કદ્ર હજાર માસથી બેહતર છે (૩)

આ રાતને “લયલતુલ કદર” કેહવામાં આવે છે. કદરનો એક મતલબ મહાનતા તથા સમ્માન નો છે. અને આ રાતને “કદર” કેહવાનું કારણ આ છે કે આ રાત ઉમ્મતનાં માટે અલ્લાહ તઆલાની નજરમાં મહાનતા તથા સમ્માન હાસિલ કરવાનો ઝરીઓ છે.  તેથી દરેક વ્યક્તિને જોઈએ કે આ રાતમાં અલ્લાહ તઆલા ની ઈબાદતમાં ખુબ મેહનત તથા મુજાહદો કરે અને આ રાતની બરકત હાસિલ કરે. અહિંયા સુઘી કે અગર કોઈ વ્યક્તિ ઘણો ગુનેહગાર અને ખતાવાર હોય અને તેણે ગુનાહ કરીને પોતાને ઘણો અપમાનિત તથા ઝલીલ કરી લીઘો હોય તેનાં માટે પણ સુનેહરો મોકો છે કે તે આ મુબારક રાતમાં પોતાનાં ગુનાહોથી સાચી પાકી તૌબા કરે અને અલ્લાહ તઆલાની ઈબાદત માં સમય લગાવીને પોતાને અલ્લાહ તઆલાનો મુઅઝઝ તથા મુકર્રમ બનાવી લે.

وَ مَاۤ اَدۡرٰىکَ مَا لَیۡلَۃُ الۡقَدۡرِ ؕ﴿۲﴾ لَیۡلَۃُ الۡقَدۡرِ ۬ۙخَیۡرٌ مِّنۡ اَلۡفِ شَہۡرٍ ؕ﴿ؔ۳﴾

અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે? (૨) શબે કદ્ર હજાર માસથી બેહતર છે (૩)

મુફસ્સિરીને કિરામ બયાન કરે છે કે “કદર” નો બીજો મતલબ છેઃ ફેસલો અને તકદીર. એ રાતને “લયલતુલ કદર” (ફેસલો અને તકદીરની રાત) પણ કહેવામાં આવે છે, કારણકે આ રાતમાં મખલુકનાં તકદીરથી સંબંઘિત અલ્લાહ તઆલાનાં ફેસલા ફરિશ્તાઓને સોંપવામાં આવે છે, ફરિશ્તાઓને બતાવવામાં આવે છે કે આવતા વર્ષે કોની પેદાઈશ થશે, કોનો ઈન્તેકાલ થશે અને કોને કેટલી રોઝી મળશે.

મખલુકની તકદીર અને ફેસલાવોથી સંબંઘિત બે પ્રકારની રિવાયતો છેઃ એક રિવાયતનાં અનુસાર પંદરમી શાબાન (એટલે લયલતુલ બરાઅત) માં ફરિશ્તાઓ ને મખલુકની તકદીરની ખબર આપવામાં આવે છે અને બીજી રિવાયતનાં અનુસાર ફરિશ્તાઓને લયલતુલ કદરમાં મખલુકની તકદીરની ખબર આપવામાં આવે છે. જાણવુ જોઈએ કે આ બન્નેવ રિવાયતો સહીહ છે.

ઉલમાએ બન્નેવનાં દરમિયાન અનુરૂપતા એવી રીતે આપી છે કે પંદરમી શાબાન જેને લયલતુલ બરાઅત કહેવામાં આવે છે તેમાં આવતા વર્ષે અનુભવવા વાળા મુદ્દાઓ થી સંબંઘિત મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવે છે કે કોણ જીવિત રહેશે, કોની વફાત થશે, કોને કેટલી રોઝી મળશે અને કોને હજ્જ અને ઉમરહ વગૈરહની તૌફીક મળશે. આવા પ્રકારનાં બઘા કામો જે મખલુકથી સંબંઘિત છે તેને શબે બરાઅતમાં નિર્ણય લેવામાં આવે છે અને ફરિશ્તાઓને તેની ખબર આપવામાં આવે છે.

ત્યાર બાદ આ બઘા નિર્ણય લીઘેલા ફેસલા લયલતુલ કદર (શબે કદર) માં ફરિશ્તાઓનાં હવાલે કરી દેવામાં આવે છે, જેથી કે તેઓ અલ્લાહ તઆલાનાં હુકમનાં અનુસાર પોત પોતાની જવાબદારીઓ નિભાવે અને આવતા વર્ષમાં પૂરા કરે.

تَنَزَّلُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ  فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ۚ مِنۡ  کُلِّ  اَمۡرٍ ۙ﴿ۛ۴﴾ سَلٰمٌ ۟ۛ ہِیَ حَتّٰی مَطۡلَعِ  الۡفَجۡرِ﴿۵﴾

તે રાત્રીમાં ફરિશ્તા અને રૂહુલ કુદુસ (જિબ્રઈલ અલૈ.) પોતાનાં પરવરદિગારનાં હુકમથી દરેક ખૈર (મહાન કામ લઈ) (પૃથ્વી પર) ઊતરે છે. (૪) (તેમજ તે રાત્રી) સંપૂર્ણ સલામતી છે. તે (આખી) રાત પ્હો ફાટતાં (તુલૂએ ફજર) સુઘી રહે છે. (૫)

આ મુબારક રાતમાં અલ્લાહ તબારક વ તઆલાનો એક વધારે ફઝલો કરમ આ થાય છે કે હઝરત જીબ્રઈલ (અલૈ.) બઘા ફરિશ્તાઓની સાથે સિદરતુલ મુનતહાથી દુનયામાં ઉતરે છે. સિદરતુલ મુનતહાથી મુરાદ તે છેલ્લુ સ્થાન છે આસમાનોમાં જ્યાંસુઘી ફરિશ્તાઓની પહોંચવાની શક્તી હોય છે. આ મુબારક રાતમાં જ્યારે હઝરત જીબ્રઈલ (અલૈ.) અને બીજા ફરિશ્તાઓ દુનિયામાં તશરીફ લાવે છે, તો દરેક મુસલમાન મરદ અને ઔરતને સલામ કરે છે.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસુલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “તે બઘા ફરિશ્તા જે સિદરતુલ મુનતહા પર રહે છે, તે બઘા હઝરત જીબ્રઈલ (અલૈ.) ની સંગાતમાં આસમાનથી જમીન પર ઉતરે છે અને દરેક મુસલમાન મરદ અને ઔરતો ને સલામ કરે છે, પરંતુ તે શરાબી અને સુવ્વર(ભૂંડ) નું ગોશ્ત ખાવા વાળાને સલામ નથી કરતા.”

જે લોકો આ બાબરકત રાતનાં ઈબાદતમાં વ્યસ્ત રહે છે, યકીનન તે સઆદતમંદ અને ખુશનસીબ લોકો છે, કારણકે આસમાનથી ઉતરવા વાળા ફરિશ્તા તેમનાં માટે રહમતની દુઆ કરે છે અને તેમનાં માટે અલ્લાહ તબારક વ તઆલાથી ખુસૂસી ફઝલોકરમ ની દુઆ કરે છે અને આ મુબારક રાતમાં જે લોકો ઈબાદત કરે છે અલ્લાહ તઆલા તેમનાં બઘી નાનાં ગુનાહોને બખશી દે છે.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરૂશાદ ફરમાવ્યુ કે “જે લોકો શબે કદ્રમાં ઈમાન અને ષવાબની ઊમ્મીદની સાથે ઈબાદત કરે, તેનાં બઘા પાછલા (નાના) ગુનાહ મુઆફ કરી દેવામાં આવશે.”

એક બીજી રિવાયત માં છે કે જ્યારે રમઝાનુલ મુબારકનો મહીનો શરૂ થયો, તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) થી ફરમાવ્યુ કે “તમારા પર એક બાબરકત મહીનો આવી રહ્યો છે. તે મહીનો એવો છે કે તેમાં એક રાત છે, જે હઝાર મહીનાથી બેહતર છે. જે વ્યક્તિ આ રાતની બરકતોથી મહરૂમ રહી ગયો, યકીનન તે બઘી ભલાઈયોથી મહરૂમ રહી ગયો અને હકીકી મહરૂમ જ આ રાતની ભલાઈયો થી મહરૂમ રહે છે.”

તેથી દરેક વ્યક્તિને જોઈએ કે આ મહાન રાતમાં ઈબાદતમાં વ્યસ્ત રહે અને દરેક પ્રકારનાં ગુનાહોથી બચે. એવીજ રીતે તેને જોઈએ કે અલ્લાહ તબારક વ તઆલા ની સામે રડી રડીને પોતાની મગફિરત અને હિદાયતનાં માટે દુઆ કરે.

تَنَزَّلُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ  فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ۚ مِنۡ  کُلِّ  اَمۡرٍ ۙ﴿ۛ۴﴾ سَلٰمٌ ۟ۛ ہِیَ حَتّٰی مَطۡلَعِ  الۡفَجۡرِ﴿۵﴾

તે રાત્રીમાં ફરિશ્તા અને રૂહુલ કુદુસ (જિબ્રઈલ અલૈ.) પોતાનાં પરવરદિગારનાં હુકમથી દરેક ખૈર (મહાન કામ લઈ) (પૃથ્વી પર) ઊતરે છે. (૪) (તેમજ તે રાત્રી) સંપૂર્ણ સલામતી છે. તે (આખી) રાત પ્હો ફાટતાં (તુલૂએ ફજર) સુઘી રહે છે. (૫)

એક વખત હઝરત આંયશા સિદ્દીકા (રદિ.) રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ કે હે અલ્લાહ તઆલાનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અગર મને લયલતુલ કદર મળી જાય, તો મને બતાવો કે કઈ વસ્તુનાં માટે દુઆ કરું આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તમો આ દુઆ કરો અને અલ્લાહ તઆલાથી પોતાનાં ગુનાહોની મગફિરત તલબ કરે,

اَللّٰهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنِّيْ

હે અલ્લાહ ! બેશક તુ ઘણો માફ કરવા વાળો છે અને માફ કરવાનું તમને પસંદ છે, તેથી તમે મને માફ ફરમાવજો.

આ દુઆનાં દ્વારા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને આ તાલીમ (શિક્ષા) આપી છે કે આપણે હંમેશા અલ્લાહ તબારક વ તઆલાથી પોતાનાં ગુનાહોની મગફિરત તલબ કરવી જોઈએ અને આપણે ક્યારેય પણ આ નહી વીચારવુ જોઈએ કે આપણે માસૂમ છે અને ગુનાહોથી પાક છે.

શબે કદ્ર કઈ રાતમાં હોય છે?

ઉમ્મતને શબે કદરની તારીખ સંભવ રીતે બતાવવામાં નથી આવી, અલબત્તા અમૂક રિવાયતો મા લખેલ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઉમ્મતને આ પૂરા રમઝાનનાં મહીનામાં શબે કદરને શોધવાની તરગીબ આપી. અમુક રિવાયાતમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રમઝાન મહીનાનાં છેલ્લા દસ દિવસોમાં શબે કદ્રને શોધવાનો હુકમ આપ્યો. જ્યારે કે અમૂક બીજી રિવાયાત માં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રમઝાન મહીનાનાં છેલ્લા દસ દિવસોની તાક રાતોમાં શબે કદ્રને શોધવાનો હુકમ કર્યો.

ઉલમાએ કિરામ લખે છે કે શબે કદ્ર રમઝાન મહીનાનાં કોઈ પણ ભાગમાં હોઈ શકે છે, સામાન્ય રીતે લયલતુલ કદ્ર રમઝાનનાં છેલ્લા દસ દિવસોમાં હોય છે અને અકષર તે છેલ્લી રાતોની તાક (એકી) રાતોમાં હોય છે.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …