હઝરત જિબ્રઈલ (અલૈ.) અને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) ની બદ દુઆ

عن كعب بن عجرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: احضروا المنبر فحضرنا فلما ارتقى درجة ‏قال: آمين فلما ارتقى الدرجة الثانية قال: آمين فلما ارتقى الدرجة الثالثة قال: آمين فلما نزل قلنا: يا ‏رسول الله لقد سمعنا منك اليوم شيئا ما كنا نسمعه قال: إن جبريل عليه الصلاة والسلام عرض لي فقال: ‏بعدا لمن أدرك رمضان فلم يغفر له قلت: آمين فلما رقيت الثانية قال: بعدا لمن ذكرت عنده فلم يصل ‏عليك قلت: آمين فلما رقيت الثالثة قال: بعدا لمن أدرك أبواه الكبر عنده أو أحدهما فلم يدخلاه الجنة ‏قلت: آمين (المستدرك على الصحيحين للحاكم، الرقم: ۷۲۵٦، وقال: هذا حديث صحيح الإسناد ولم ‏يخرجاه وأقره الذهبي)‏

હઝરત ક’અ્બ બિન ‘ઉજ્રહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે એક વખત રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે “મિમ્બરનાં નજીક આવી જાવો”, તો અમે લોકો નજીક પહોંચી ગયા પછી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પેહલી સીડી પર કદમ મુક્યો અને ફરમાવ્યુઃ “આમીન”. પછી બીજી સીડી પર કદમ મુક્યો અને ફરમાવ્યું: “આમીન”. પછી ત્રીજી સીડી પર કદમ મુક્યો અને ફરમાવ્યુઃ “આમીન”. જ્યારે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ખુત્બો પૂરો કરીને નીચે આવ્યા, તો અમે અરજ કર્યુ, હે અલ્લાહનાં રસૂલ! (સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ) આજે અમે આપથી એવી વાત સાંભળી જે ક્યારેય પણ આપ થી સાંભળી નહી હતી, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે “હઝરત જીબ્રઈલ ‘ઐલહિસ્સલામ આવ્યા હતા (જ્યારે હું પેહલી સીડી પર કદમ મુક્યો, તો તેમણે કહ્યુ) હલાક થઈ જાય તે વ્યક્તિ જેને રમઝાનુલ મુબારક નો મહીનો મળ્યો તો પણ તેની મગ્ફિરત ન થઈ (એટલે તેણે તે મહીનાનો હક અદા ન કર્યો), તો મૈં કહ્યુઃ “આમીન”. પછી જ્યારે મૈં બીજી સીડી પર કદમ મૂક્યો, તો તેમણે કહ્યુ ! હલાક થઈ જાય તે વ્યક્તિ, જેની સામે આપ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ)નો તઝકીરો થાય અને તમારા પર દુરૂદ ન મોકલે, તો મૈં કહ્યુઃ “આમીન”. પછી જ્યારે મૈં ત્રીજી સીડી પર કદમ મુક્યો, તો તેમણે કહ્યુઃ હલાક થઈ જાય તે વ્યક્તિ, જેનાં માં-બાપ અથવા બન્નેવમાંથી કોઈ એક ઘડપણની ઉંમરે પહોંચી જાય અને (માં-બાપની ખિદમત ન કરવાનાં કારણે) તેઓ તેને જન્નતમાં દાખલ ન કરાવે, તો મેં કહ્યુઃ “આમીન”.

લોકોની ભીડમાં દુરૂદ શરીફ પઢવુ

નુઝહતુલ મજાલિસનાં લેખક એક બુઝુર્ગનો વાકિઓ નકલ કરે છે કે તેમણે ફરમાવ્યું કે મારો એક પડોશી હતો, જે ઘણોજ ગુનહગાર હતો. હું હંમેશા તેને તૌબા કરવાની તર્ગિબ આપતો હતો. પરંતુ તે માનતો ન હતો.

જ્યારે તેનો ઈન્તેકાલ થઈ ગયો, તો મેં તેને જન્નતમાં જોયો.

મૈં તેને પૂછ્યુ કે તુ જન્નતમાં કેવી રીતે પહોંચ્યો?

તો તેણે જવાબ આપ્યો:

“હું એક વખત એક મુહદ્દીષની મજલિસમાં હતો. તેમણે કહ્યુ કે જે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મૈં અને મજલિસનાં બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. જેની બરકતથી અલ્લાહ તઆલાએ અમારા ગુનાહોને માફ ફરમાવ્યા અને અલ્લાહ તઆલાએ અમને જન્નતમાં દાખલ કરી દીઘા.” (નુઝહતુલ મજાલિસ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=6463

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …