એવી મજ્લિસનો અંજામ જેમા ન અલ્લાહ નો ઝિક્ર કરવામાં આવે અને ન ‎દુરૂદ પઢવામાં આવે

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: ما اجتمع قوم ثم تفرقوا عن غير ذكر الله وصلاة على النبي صلى الله عليه وسلم إلا قاموا عن أنتن جيفة (مسند أبي داود الطيالسي، الرقم: ۱۸٦۳، ورواته ثقات كما في إتحاف الخيرة المهرة، الرقم: ٦٠٦۲)

હઝરત જાબિર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: એવી મજ્લિસ જ્યાં અમુક લોકો ભેગા થાય પછી તે ત્યાંથી અલ્લાહ ત’આલાનો ઝિક્ર અને નબી સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલવા વગર ચાલી જાય, તો એ એવુ છે જાણે તે લોકો એક ભારે દુર્ગંધ મારતા મુર્દાર પાસે ભેગા થયા અને ઉઠીને ચાલ્યા ગયા.

(એવી મજ્લિસ જેમાં અલ્લાહ ત’આલાનો ઝિક્ર કરવામાં ન આવ્યો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ પઢવામાં ન આવ્યુ, તેને ભારે દુર્ગંધ મારતા મુર્દારની સાથે સરખામણી કરવામાં આવી છે, જેના નજીક જવાનું પણ કોઈ પસંદ નથી કરતું.)

એક સહાબીની મોહબ્બત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ માટે

એક સહાબી રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થયા અને સવાલ કર્યો કે કયામત ક્યારે આવશે?

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તમે કયામતની શું તય્યારી કરી છે?

સહાબીએ જવાબ આપ્યોઃ મારી પાસે નફલ નમાઝ, નફલ રોઝા અને નફલ સદકાઓ તો વધારે નથી, પણ મારા દિલમાં અલ્લાહ ત’આલા અને તેનાં રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની મોહબ્બત છે.

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ‌-સલ્લમે જવાબ આપ્યો “બેશક (કયામતના દિવસે) તમારો હશ્ર તે લોકોની સાથે થશે, જેની સાથે તમને મહોબ્બત હોય.” (બુખારી-શરીફ)

હઝરત અનસ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમનાં તે કલિમાત સાંભળીને જેટલી ખુશી થઈ, એટલી ખુશી બીજી કોઈ વસ્તુથી નથી થઈ. (કારણકે તેઓને આ વાત પર કામિલ યકીન હતો કે તેઓના દિલોમાં રસૂલે-અકરમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની સાચી મહોબ્બત છે). (બુખારી-શરીફ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે...