عن قتادة رحمه الله قال: قال رسول الله صلى الله عليه وسلم: من الجفاء أن أذكر عند رجل فلا يصلي علي (الإعلام بفضل الصلاة على النبي صلى الله عليه وسلم للنميري، الرقم: ۲٠۹، ورواته ثقات كما في القول البديع صـ ۳۱۱)
હઝરત કતાદહ રહિમહુલ્લાહ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે આ બેવફાઈ અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા ઉપર દુરૂદ ન મોકલે.
મુલ્લા જામી રહિમહુલ્લાહ નો વાકિઓ
મૌલાનાં જામી રહિમહુલ્લાહ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની મુબારક શાન માં એક નઅત લખી,
ત્યાર બાદ એક વખત હજ્જ માટે તશરીફ લઈ ગયા, તો તેમનો ઈરાદો આ હતો કે રૌઝા-એ-અકદસની પાસે ઊભા થઈને આ નઝમ (કવિતા) પઢે.
જ્યારે હજ્જ પછી મદીના મુનવ્વરા ની હાજરીનો ઈરાદો કર્યો તો મક્કા નાં અમીરને ખ્વાબ માં હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ની ઝિયારત થઈ. હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ખ્વાબ માં એમને આ ઈરશાદ ફરમાવ્યું કે “તેને (એટલે મૌલાના જામી ને) મદીના માં આવવા થી રોકો.” મક્કાનાં અમીરે પ્રતિબંધ લગાવી દીધો. પણ તેમનાં પર જઝબો અને શૌક (જુનૂન) એટલો બઘો ગાલિબ હતો કે એવણ છુપાઈને મદીના મુનવ્વરાની તરફ ચાલી નિકળ્યા.
મક્કાનાં અમીરે ફરીથી ખ્વાબ માં જોયુ. હુઝૂર સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું “તે આવી રહ્યો છે તેને અહિંયા ન આવવા દો.”
અમીરે માણસો દોડાવ્યા અને તેને રસ્તેથી પકડીને બોલાવ્યા, તેમનાં પર સખતી કરી અને જેલખાના માં નાંખી દીઘા.
ત્યારપછી અમીરને ત્રીજીવાર હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ની ઝિયારત થઈ. હુઝૂર સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું “આ કોઈ મુજરીમ નથી, બલ્કે તેણે કેટલાક અશ’આર કહ્યા છે જેને અહિંયા આવીને મારી કબર પર ઊભો થઈને પઢવાનો ઈરાદો કરી રહ્યો છે, જો એવુ થયુ તો કબરથી મુસાફહા (મુલાકાત) નાં માટે હાથ નિકળશે જેમાં ફિતનો થશે.”
ત્યારપછી તેમને જેલથી છોડી દેવા માં આવ્યા અને તેમનું ખૂબ જ માન-સન્માન કરવામાં આવ્યુ. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૯૭)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ