પ્રેમનો બગીચો (પાંચમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم

મહામારી (રોગચાળા) દરમિયાન શહાદત વાળી મૃત્યુ

“દીને ઈસ્લામ” ઈન્સાન પર અલ્લાહ તબારક વ તઆલાની દરેક નેઅમતોં માંથી સૌથી મોટી નેઅમત છે. દીને ઈસ્લામની મિષાલ તે હરિયાળા બાગ જેવી છે, જેમાં ભાત-ભાતનાં ફળદાર ઝાડ અને ખુશ્બુદાર ફુલ અને ઉપયોગી વનસ્તપતિઓ હોય છે. જ્યારે ઈન્સાન તે બાગમાં પગ મુકે છે, તો તેને કોઈ વસ્તુઓ છાયો આપવાવાળી અને સુર્ય પ્રકાશની ગરમીથી બચાવવા વાળી, કોઈક વસ્તુઓ સ્વાદિષ્ટ, કોઈક વસ્તુઓ આંખોનાં માટે આનંદદાયક અને કોઈક વસ્તુઓ ખુશ્બુદાર જે રૂહનાં માટે ખુશીનું કારણ અને નજરને ખુશ કરવા વાળી દેખાય છે, પણ આ હરીયાળા બાગથી ઈન્સાન તે સમયે આનંદ માણી શકસે જ્યારે તે તેમાં દાખલ થઈ જાય અને તેની દરેક ખુબીયોથી ખુલ્લા દિલથી નિહાળે અને તેનાંથી ફાયદો ઉઠાવે.

જેવી રીતે હરીયાળા બાગથી ફાયદો હાસિલ કરવુ ત્યારેજ શક્ય થઈ શકે છે, જ્યારે ઈન્સાન તેમાં દાખલ થાય અને પોતાની આંખોથી તેની સુંદરતા અને ખૂબીનો દીદાર કરે અને ફાયદો ઉઠાવે, એવીજ રીતે ઈસ્લામની સૌંદર્યતા અને કૃપાઓ અને તેની અમર્યાદિત ફઝાઈલ (ગુણો) અને બરકતોને તેજ વ્યક્તિ હાસિલ કરી શકે છે, જે ઈસ્લામમાં દાખલ થઈ જાય અને તેની દરેક શિક્ષાઓને પોતાનાં દિલથી કબૂલ કરે અને તેને પોતાનાં જીવનમાં અપનાવે.

કુર્આને કરીમમાં અલ્લાહ તઆલાનો ફરમાન છેઃ

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا ادۡخُلُوۡا فِی السِّلۡمِ کَآفَّۃً

“હે ઈમાનવાળાઓ ! સંપુર્ણપણે ઈસ્લામમાં દાખલ થઈ જાવો.”

આ આયતે કરીમામાં અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈસ્લામને “સિલ્મ” (એટલે ચેનો સુકૂન) થી અર્થઘટન કર્યુ છે, તેમાં તે વાતની તરફ ઈશારો છે કે દુનિયામાં માત્ર ઈસ્લામનાં જ દ્વારા ઈન્સાન ચેનો સુકૂન હાસિલ કરી શકે છે. હકીકત આ છે કે જ્યારે ઈન્સાન પોતાનાં જીવનમાં ઈસ્લામી નીઝામ અને ઈસ્લામી શિક્ષણો પર અમલ કરે અને લોકોની સામે પોતાનાં અમલથી પણ ઈસ્લામની ખૂબિયોને જાહેર કરે. તો જે માહોલમાં પણ તે જશે, ત્યાં ચેનો સુકૂનનું વાતાવરણ બની જશે. એવીજ રીતે અગર પૂરી દુનિયાનાં બઘા મુસલમાન ઈસ્લામી શિક્ષાઓ પર અલમ કરવા વાળા થઈ જાય અને દરેક જગ્યાએ ઈસ્લામનાં ઉચ્ચ સંસ્કાર તથા માણસાઈની તબ્લીગ અને જાહેરાત કરવા લાગે, તો આખી દુનિયામાં અમન તથા શાંતી કાયમ થઈ જશે અને મુસલમાનોની સાથે સાથે ગૈર મુસ્લિમો પણ ચેનો સુકૂનની સાથે જીવન ગુજારશે અને ઈસ્લામની ખૂબી અને સૌંદર્યતાને નિહાળશે.

ઈસ્લામે આપણને ઘણાં બઘા રસ્તાઓ સિખડાવ્યા છે કે જેનાં દ્વારા આપણે જન્નત સુઘી પહોંચી શકિએ છીએ. જવીરીતે કે અલ્લાહ તઆલાનાં અધિકાર (નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ) અદા કરવાનાં દ્વારા આપણે જન્નતમાં દાખલ થઈ શકિએ છીએ, એવીજ રીતે બંદાઓનાં અધિકાર (માં-બાપ, સગા-સંબંધિઓ, પડોશિઓ વગૈરહનાં અધિકારો) અદા કરીને આપણે જન્નતમાં દાખલ થઈ શકિએ છીએ. પણ શરીઅતે ગરીબો અને યતીમોની સાથે કરુણતા બતાવવુ અને તેમનો આધાર અને સહયોગ કરવાને પણ જન્નત સુઘી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે.

અસલમાં ઈસ્લામ એક એવો મઝહબ છે જે એટલો નિરાળો છે કે તેણે આપણને એવા રસ્તાઓ બતાવ્યા છે, જેનાં પર અમલ કરીને આપણે આ દુનિયાથી જવા પછી પણ ભલાઈ અને ખૈર હાસિલ કરી શકિએ છીએ અને બીજા લોકોને પણ ફાયદો પહોંચાડી શકિએ છીએ.

તેમાંથી એક રસ્તો “શહાદત”નો છે. જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદાને આખિરતમાં ઉચ્ચ મકામ આપવા ચાહે છે, ત્યારે તેને શહાદતનો દરજ્જો નસીબ ફરમાવે છે. શહીદને ઘણી બઘી ખુસૂસિયતોથી સન્માનિત કરવામાં આવે છે. તેમાંથી એક આ છે કે તેનાં બઘા ગુનાહ બખશી દેવામાં આવે છે, તે કબરનાં અઝાબથી મહફૂઝ થઈ જાય છે, તેને આખિરતમાં મહાન ઈનામ (અજરે અઝીમ) અને ઉચ્ચ મર્તબો આપવામાં આવે છે અને તેને આ સન્માન હાસિલ થાય છે કે તે સિત્તેર (૭૦) જણાંને જન્નતમાં લઈ જાય.

શરીઅતમાં અસલ શહીદ તે છે જે લડાઈનાં મૈદાનમાં પોતાનું જીવન અલ્લાહ તઆલાનાં માટે કુર્બાન કરી દે, પણ અલ્લાહ તબારક વ તઆલાએ ઉમ્મતે મુહમ્મદિયા (એમના પર લાખો કરોડો સલાતો સલામ નાઝિલ થાય) ને ઘણાં બઘા એવા અસબાબ આપ્યા છે, જેનાં દ્વારા આ ઉમ્મત શહાદતનાં મર્તબા પર પહોંચી શકે છે. અહાદીષે મુબારકામાં શહાદતનાં ઘણા બઘા અસબાબોનું વર્ણન કરવામાં આવ્યુ છે. તેમાંથી એક આ છે કે ઈન્સાન તાઊન (મહામારી) થી મરી જાય.

હદીષ શરીફમા વારિદ છે કે “જે વ્યક્તિત તાઉન (મહામારી) થી મરી જાય તે શહીદ છે. તેનાં બઘા ગુનાહ માફ કરી દેવામાં આવે છે.” તથા હદીષ શરીફમાં આવ્યુ છે કે “તાઉન (મહામારી) નાં દરમિયાન કુદરતી મૃત્યુએ મરવા વાળો પણ શહીદ છે, આ શર્તે કે તાઉન (મહામારી) ની જગ્યાએથી ભાગી ન જાય અને અલાહ તઆલાનાં ફેસલાથી રાજી રહે.” (બુખારી શરીફ)

અલબત્તા આ વાત સારી રીતે ધ્યાનમાં રહે કે તાઉન (મહામારી) થી મરવા વાળાને શહાદતનો મર્તબો માત્ર આજ સૂરતમાં હાસિલ થશે, જ્યારે કે તે અલ્લાહ તઆલાનાં ફેસલા પર દિલો જાનથી રાજી હોય. જ્યારે હઝરત ઉમર (રદિ.) નાં શાસનકાળમાં મુલ્કે શામમાં એક ખૂબ જ જીવલેણ રોગચાળો ફાટી નિક્ળયો, જેને “તાઉને અમવાસ” કહેવામાં આવે છે, તો મુસલમાનનાં અમીર હઝરત અબુ ઉબૈદહ બિન અલ જર્રાહ (રદિ.) લોકોની સામે ખુત્બો આપતા ફરમાવ્યુઃ “હે લોકો ! આ મહામારી તમારા માટે રહમત છે. તમારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દુઆ છે અને તમારાથી પેહલા નેક લોકોની વફાતનો ઝરિઓ હતો. પછી હઝરત અબુ ઉબૈદહ (રદિ.) દુઆ ફરમાવી, “હે અલ્લાહ ! તેને આ મહામારીથી કંઈક આપજો. ત્યાર બાદ હઝરત અબુ ઉબૈદહ (રદિ.) તે મહામારીનાં શિકાર થઈ ગયા અને તેનાંથી જ તેમનો ઈન્તેકાલ થઈ ગયો.

હઝરત અબુ ઉબૈદહ (રદિ.) ની શહાદત પછી હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) તેમનાં અનુગામી બન્યા. તેવણે પણ લોકોની સામે ખુત્બો આપતા ફરમાવ્યુઃ “હે લોકો ! આ મહામારી તમારા માટે રહમત છે. આ તમારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દુઆ છે અને તમારાથી પેહલા લોકોની વફાતનો ઝરિઓ હતો.” પછી હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) દુઆ ફરમાવી “હે અલ્લાહ ! મુઆઝનાં ખાનદાનને આ મહામારીમાં થી હિસ્સો આપજો.”

કિતાબોમાં લખેલ છે કે જ્યારે હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) ખુત્બો આપીને મસ્જીદથી પોતાનાં ઘરે પહોંચ્યા, તો તેવણે પોતાનાં છોકરાને જોયો કે તે આ મહામારીની લપેટમાં આવી ગયા છે. તેવણે પોતાનાં છોકરાની દવા-દારૂ જાતે કરી, ત્યાંસુઘી કે તે વફાત પામી ગયો. હજી તેની વફાતનાં થોડાજ દિવસ પસાર થયા હતા કે હઝરત મુઆઝ બિન જબલ (રદિ.)ને પોતાનાં હાથ પર કંઈ ફોડા-ફુલ્લીઓ દેખાઈ પડી જેને તાઉનની અલામત માનવામાં આવતી હતી. હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) ખુશીથી વારંવાર પોતાનાં હાથને જોતા અને ફરમાવતાઃ “હું દુનિયાનાં દરેક ખજાનાઓને આ બીમારીનાં બદલામાં લેવા માટે તૈયાર નથી.” અને અંતે તેજ તાઉનથી હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) પણ આ દુનિયાથી ચાલી ગયા.

ઉપરની વાતોમાં આપણે જોયુ કે સહાબએ કિરામ (રદિ.) મહામારીને કઈ નજરે જોતા અને તેનાં વિષે તેઓ કયુ વલણ અપનાવતા. સહાબએ કિરામ (રદિ.) અલ્લાહ તઆલાનાં ફેસલા પર ઘણાંજ ખુશ અને રાજી રેહતા. કારણકે તેવણને સારી રીતે ખબર હતી કે આ મહામારી અલ્લાહ તઆલાની વિશેષ રહમત અને આખિરતમાં શહાદતનાં રૂત્બાનું કારણ છે. આજ કારણ હતુ કે તેઓ પાંચ સમયની ફરજ નમાઝોની અદાયગી નાં માટે મસ્જીદ પણ જાતા હતા અને બીમારોની કાળજી રાખતા હતા.

મહામારી અથવા કોઈપણ મુસીબતથી પીડિત વ્યક્તિનાં માટે છ કિમતી વાતોઃ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“(૧) ફરમાવ્યુ કે મુસીબતની હાલતમાં કસોટી હોય તો સબર કરવામાં આવે કે મોમીનની આજ શાન છે જેથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ

إن أصابته سراء شكر، فكان خيرا له، وإن أصابته ضراء، صبر فكان خيرا له

“મોમીનની અજીબ હાલત છે કે અગર તેને કોઈ ખુશી પહોંચે છે તો શુકર કરે છે અને અગર મુસીબત પહોંચે છે સબર કરે છે તો બન્નેવ હાલતોમાં ફાયદો રહ્યો.”

(૨) ફરમાવ્યુ કે ખુદાની રહમતથી મુસીબતમાં માયુસ ન થાવો, બલકે ફઝલ વ અલ્લાહ તઆલાનાં કરમનાં ઉમ્મીદવાર રહો, કારણકે અસબાબથી ઊંચી પણ કોઈ વસ્તુ છે, તો માયુસીની વાત તે કહે જેનુ ઈમાન તકદીર પર ન હોય. અહલે દીનનો તરીકો તો, જે અલ્લાહ તઆલાની મરઝી છે તેનાં પર રાઝી રેહવાનો છે.

(૩) મુસીબતનાં કારણે શરીઅતનાં બીજા અહકામોમાં આળસાઈ ન કરે. ભલે તે હુકૂકુલ્લાહ થી હોય (જેવી રીતેઃ મસ્જીદમાં નમાઝનાં માટે જવુ અને હંમેશની જેમ નમાઝ પઢવુ વગૈરહ) અથવા તે હુકૂકુલ ઈબાદ થી સંબંઘિત હોય (જેવી રીતેઃ બીમારોની મુલાકાત લેવી, તેમની સંભાળ લેવી, મય્યિતની જનાઝાની નમાઝ અને કફન-દફન વગૈરહમાં શરીક થવું).

(૪) અલ્લાહ તઆલાથી તે મુશ્કેલીની આસાન થવાની દુઆ કરતા રહે અને તદબીરો (ઉપાયો) માં વ્યસ્ત રહે પણ તદબીર (ઉપાય) ને કારગર (લાભદાયક, અસરકારક) ન સમજે (અને દુઆનો હુકમ એટલા માટે છે કે તદબીર (ઉપાય) માં વગર દુઆએ બરકત નથી થતી).

(૫) ઈસ્તિગફાર કરતા રહો એટલે પોતાનાં ગુનાહોની માફી ચાહો.

(૬) અગર મુસીબત આપણાં કોઈ મુસલમાન ભાઈ પર આવે તો તેને પોતાનાં પર મુસીબત આવી એવુ સમજવુ તેનાં માટે પણ એવીજ તદબીર (ઉપાય) કરવામાં આવે એટલે જેવીરીતે કે અગર પોતાનાં ઉપર મુસીબત આવે ત્યારે જે તદબીર પોતાનાં માટે કરો તેજ તદબીર તેના માટે કરો. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે કે “તમારામાંથી કોઈ કામિલ ઈમાનવાળો ન થઈ શકશે, જ્યાં સુઘી તે પોતાનાં ભાઈનાં માટે તેજ પસંદ કરે, જે તે પોતાનાં માટે પસંદ કરે.”

અમો દુઆગિર છે કે અલ્લાહ તઆલા પૂરી ઉમ્મતને દીનની સહીહ સમજ અતા ફરમાવે અને જીવનનાં દરેક ઉમૂરમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં અને સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર ચાલવાની તૌફીક અર્પણ ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન.

Source: http://ihyaauddeen.co.za/?p=17107


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …