નિકાહની સુન્નતોં અને આદાબ – ૫

નિકાહ અને વલીમા ની સુન્નતોં અને આદાબ

(૧) નિકાહનુ એલાન કરવુ જોઈએ (દાખલા તરિકે મસ્જીદમાં લોકોની સામે નિકાહ પઢાવવામાં આવે) [૧] ફુકહાએ કિરામે બયાન કર્યુ છે કે મુસ્તહબ આ છે કે નિકાહ જુમ્આનાં દિવસે મસ્જીદમાં પઢાવવામાં આવે. [૨]

(૨) જ્યાંસુઘી થઈ શકે નિકાહ સાદગીની સાથે કરવામાં આવે, કારણકે સાદગીજ સુન્નતની રૂહ છે. [૩]

(૩) વલીમો પણ સાદગીની સાથે કરવામાં આવે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે “સૌથી બાબરકત વાળુ નિકાહ તે છે, જેમાં ઓછો ખર્ચો થાય (એટલે નિકાહ અને વલીમો સાદો કરવામાં આવે અને ઈસરાફ અને ફુઝૂલ ખર્ચીથી બચવામાં આવે).” [૪]

(૪) નિકાહ અને વલીમામાં દેખાવો અને ગૌરવની અભિવ્યક્તિ કદાપી ન હોય.

(૫) વલીમા માં ઘણાં બઘા લોકોને દઅવત આપવુ જરૂરી નથી. અગર કોઈ વ્યક્તિ માત્ર અમુક લોકોને પોતાનાં ઘરે બોલાવે અને વલીમા ની નિય્યતથી તેઓને ખાવાનું ખવડાવી દે, તો પણ વલીમાની સુન્નત અદા થઈ જશે. [૫]

(૬) વલીમામાં ગરીબોને પણ દઅવત આપવી જોઈએ. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “સૌથી ખરાબ ખાવાનું (એટલે જે ખાવાનું બરકતથી ખાલી હોય) તે વલીમાનું ખાવાનુ છે, જેમાં માત્ર માલદારોને દઅવત આપવામાં આવે અને ગરીબોને દઅવત ન આપવામાં આવે.[૬]

(૭) અફઝલ અને સુન્નત થી વધારે નજીક આ છે કે વલીમા ની દઅવત ઘરે કરવામાં આવે, વલીમાની દઅવત હોલમાં ન કરવામાં આવે, કારણકે અવલોકન એ છે કે (જોવામાં આવે છે કે) હોલમાં ઘણાં બઘા શરીઅતનાં વિરૂદ્ધ કામ થાય છે. અલબત્તા અગર કોઈ કારણે હોલમાં વલીમો કરવામાં આવે, તો આ વાતનો પૂરો ખ્યાલ રાખવામાં આવે કે અલ્લાહ તઆલાનાં અહકામમાંથી કોઈ પણ હુકમની ખિલાફ વરજી ન કરવામાં આવે, જેવીરીતે ફર્ઝ નમાઝને કઝા કરવુ, પુરુષો અને સ્ત્રીઓમાં મિશ્રણ કરવુ અને પરદાનો એહતેમામ ન કરવુ, ફોટા ખેંચવા અને વ્યાજ પર કર્ઝો લઈને વલીમો કરવુ, સંગિત વગાડવુ અને નાચવુ વગૈરહ વગૈરહ કરવુ.

(૮) ભેટો અને ઉપહારોને આપવા-લેવામાં રિયાકારી(પાખંડ) અને ફુઝૂલ ખર્ચી(વ્યર્થ ખર્ચા)થી બચવામાં આવે અને કોઈપણ હાલમાં મસનૂન તરીકાને છોડવામાં ન આવે.

(૯) ગૈર મુસ્લિમોનાં તરીકાવો અને મુશાબહત(એકરૂપતા) થી દરેક હાલતમાં બચવામાં આવે. [૭]

(૧૦) બિવી (પત્ની) ને મહર આપવામાં આવે. મહરની મિકદાર (માત્રા) નિકાહથી પેહલા નિશ્વિત કરવામાં આવે. [૮]

(૧૧) છોકરીઓ વાળા તરફથી વિદાય સમારોહ આયોજીત કરવાનું શરીઅતમાં કોઈ ષબૂત નથી.

(૧૨) વલીમો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નત છે, વલીમાની દઅવત મિયાં-બીવીનાં સંમેલન(મેળાપ) પછી કરવામાં આવે છે. [૯] વલીમાનો સમય નિકાહ પછી ત્રીજા દિવસ સુઘી રહે છે. [૧૦]

(૧૩) વલીમાનો પૂરો પ્રબંઘ છોકરા વાળાની જવાબદારી છે. [૧૧] આજકાલ ઘણી બઘી જગ્યાઓ પર એવુ થાય છે કે છોકરા અને છોકરીનાં ઘરવાળા મળીને વલીમાનો ખર્ચો ઉઠાવે છે. આ હુઝૂરે પાક (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સુન્નતનાં વિરૂદ્ઘ છે, તેથી તેનાંથી બચવુ જરૂરી છે.

હઝરતે અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદિ.) થી ફરમાવ્યુ કે “અલ્લાહ તઆલા તમારા નિકાહને બરકત નો ઝરીઓ બનાવે. વલીમો કરો, ભલે એક બકરી પણ ઝબહ કરો (અને લોકોને ખવડાવો).” [૧૨]


[૧] عن عائشة قالت: قال رسول الله صلى الله عليه وسلم: أعلنوا هذا النكاح واجعلوه في المساجد واضربوا عليه بالدفوف (سنن الترمذي، الرقم: ۱٠۹۷، وقال: هذا حديث غريب حسن في هذا الباب)

[૨] ويستحب مباشرة عقد النكاح في المسجد لأنه عبادة وكونه في يوم الجمعة (فتح القدير ۲/۹۵)

[૩] عن أبي أمامة قال: ذكر أصحاب رسول الله صلى الله عليه وسلم يوما عنده الدنيا فقال رسول الله صلى الله عليه وسلم: ألا تسمعون ألا تسمعون إن البذاذة من الإيمان إن البذاذة من الإيمان. يعني التقحل (سنن أبي داود، الرقم: ٤۱٦۱، وقال المنذري في مختصر سنن أبي داود ٦/۲۳۸: في إسناده محمد بن إسحاق)

[૪] شعب الإيمان، الرقم: ٦۱٤٦

عن عائشة رضي الله عنها أن النبي صلى الله عليه وسلم قال: أعظم النساء بركة أيسرهن صداقا (المستدرك على الصحيحين للحاكم، الرقم: ۲۷۳۲، وقال: هذا حديث صحيح على شرط مسلم ولم يخرجاه، وقال العلامة الذهبي – رحمه الله -: على شرط مسلم)

[૫] قال (ووليمة العرس سنة) قديمة وفيها مثوبة عظيمة قال عليه الصلاة والسلام أولم ولو بشاة وهي إذا بنى الرجل بامرأته أن يدعو الجيران والأقرباء والأصدقاء ويذبح لهم ويصنع لهم طعاما (الاختيار ٤/۱۷٦)

[૬] شرح مشكل الاثار، الرقم : ۳٠۱٦، ورجاله رجال الصحيح إلا محمد بن النعمان السقطي، قال عنه الحافظ ابن حجر في التقريب ۱/۲۱۳: ثقة

[૭] عن ابن عمر قال: قال رسول الله صلى الله عليه وسلم: من تشبه بقوم فهو منهم (سنن ابي داود، الرقم: ٤٠۳۱، وقال البوصيري في إتحاف الخيرة المهرة ۲٠۳/۵: وسكت عليه فهو عنده حديث صالح للعمل به والاحتجاج)

[૮] وَأُحِلَّ لَكُمْ مَا وَرَاءَ ذَلِكُمْ أَنْ تَبْتَغُوا بِأَمْوَالِكُمْ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ (سورة النساء: ۲٤)

وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً (سورة النساء: ٤)

وَإِنْ طَلَّقْتُمُوهُنَّ مِنْ قَبْلِ أَنْ تَمَسُّوهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ إِلَّا أَنْ يَعْفُونَ أَوْ يَعْفُوَ الَّذِي بِيَدِهِ عُقْدَةُ النِّكَاحِ وَأَنْ تَعْفُوا أَقْرَبُ لِلتَّقْوَى وَلَا تَنْسَوُا الْفَضْلَ بَيْنَكُمْ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ (سورة البقرة: ۲۳۷)

[૯] و وليمة العرس تكون بعد الدخول (حاشية الطحطاوي على الدر المختار ٤/۱۷۵)

[૧૦] ولا بأس بأن يدعو يومئذ ومن الغد وبعد الغد ثم ينقطع العرس والوليمة كذا في الظهيرية (الفتاوى الهندية ۵/۳٤۳)

عن أنس رضي الله عنه قال: تزوج النبي صلى الله عليه وسلم صفية وجعل عتقها صداقها وجعل الوليمة ثلاثة أيام وبسط نطعا جاءت به أم سليم وألقى عليه أقطا وتمرا وأطعم الناس ثلاثة أيام (مسند أبي يعلى الموصلي، الرقم: ۳۸۳٤، وسنده حسن كما في إعلاء السنن ۱۱/۱۲)

 [૧૧](ووليمة العرس سنة) قديمة وفيها مثوبة عظيمة قال عليه الصلاة والسلام: أولم ولو بشاة وهي إذا بنى الرجل بامرأته أن يدعو الجيران والأقرباء والأصدقاء ويذبح لهم ويصنع لهم طعاما (الاختيار لتعليل المختار ٤/۱۷٦)

إن الوليمة لا تكون إلا من مال الزوج (لامع الدراري على جامع البخاري ۱/۱٤۷)

[૧૨] سنن الترمذي، الرقم: ۱٠۹٤، وقال: حديث أنس حديث حسن صحيح

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …