મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૭)

(૧) મસ્જીદમાં શાંતિ અને ગૌરવતાની સાથે રહો અને મસ્જીદની મહિમા અને પવિત્રતા અને તેનાં આદાબથી ગફલત ન કરો. કેટલાક લોકો નમાઝની રાહ જોવાનાં દરમિયાન પોતાનાં કપડા અથવા મોબાઈલ ફોનથી રમતા હોય છે. આ મસ્જીદની મહિમા અને પવિત્રતાનાં ખિલાફ છે.[૧]

(૨) મસ્જીદને સુઘડ અને સ્વચ્છ રાખો. [૨]

عن أبي سعيد الخدري قال قال رسول الله صلى الله عليه وسلم من أخرج أذى من المسجد بنى الله له بيتا في الجنة (سنن ابن ماجة رقم ۷۵۷)[૩]

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જે વ્યક્તિ મસ્જીદથી ગંદગી સાફ કરે, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં ઘર બનાવશે.”

(૩) શિશુઓ (દુઘ પીતા બાળકો), ગાંડા લોકો અને ઓછી ઉમરનાં બાળકોને (જે મસ્જીદનાં શિષ્ટાચારથી અનજાણ હોય) મસ્જીદમાં ન લાવે.[૪]

(૪) જેટલી વાર મસ્જીદમાં રોકાવો, પોતાને અલ્લાહ તઆલાનાં ઝિકરમાં વ્યસ્ત રાખો.

(૫) મસ્જીદથી ડાબા પગથી નિકળવુ. [૫]

(૬) મસ્જીદથી નિકળતી વેળા મસ્નૂન દુઆ પઢવુઃ [૬]

પેહલી દુઆઃ

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلٰى رَسُولِ اللهِ اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ مِنْ فَضْلِكَ

(હું મસ્જીદથી નિકળુ છું)અલ્લાહ તઆલાનાં નામથી અને દુરૂદો સલામ નાઝિલ થાય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર. હે અલ્લાહ ! હું તમારાથી તમારા ફઝલનો ચાહનાર છું.

બીજી દુઆઃ See 4

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلٰى رَسُولِ اللهِ رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ فَضْلِكَ

(હું મસ્જીદથી નિકળુ છું) અલ્લાહ તઆલાનાં નામથી અને દુરૂદો સલામ અલ્લાહ તઆલાનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર. હે અલ્લાહ ! મારા ગુનાહોને માફ ફરમાવ અને મારા માટે પોતાની નેમતનાં દરવાજા ખોલી દો.

ત્રીજી દુઆઃ

اَللّٰهُمَّ اعْصِمْنِيْ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ[૭]

હે અલ્લાહ ! મરદૂદ શૈતાનથી મારી હિફાઝત ફરમાવ.

Source: https://ihyaauddeen.co.za/?p=7638


[૧] وَمَن يُعَظِّم شَعائِرَ اللَّـهِ فَإِنَّها مِن تَقوَى القُلوبِ (الحج ۳۲)

وَمَن أَظلَمُ مِمَّن مَنَعَ مَساجِدَ اللَّـهِ أَن يُذكَرَ فيهَا اسمُهُ وَسَعىٰ في خَرابِها أُولـٰئِكَ ما كانَ لَهُم أَن يَدخُلوها إِلّا خائِفينَ لَهُم فِي الدُّنيا خِزيٌ وَلَهُم فِي الآخِرَةِ عَذابٌ عَظيمٌ  (البقرة ۱٤٤)

[૨] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر… والرابع عشر أن ينزهه عن النجاسات والصبيان والمجانين وإقامة الحدود (الفتاوى الهندية ۵/۳۲۱)

[૩] قال المنذري: رواه ابن ماجه وفي إسناده احتمال للتحسين (الترغيب والترهيب رقم٤۳٠)

قال المنذري في الترغيب والترهيب (رقم ۷٤۷): رواه أحمد وأبو داود والنسائي وابن ماجه وابن خزيمة وابن حبان في صحيحيهما

[૪] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر… والرابع عشر أن ينزهه عن النجاسات والصبيان والمجانين وإقامة الحدود (الفتاوى الهندية ۵/۳۲۱)

[૫] ويقدم رجله اليسرى في الخروج كذا في التبيين (الفتاوى الهندية ۱/۲۲٦)

[૬]وندب أن يقول عند دخوله المسجد اللهم افتح لي أبواب رحمتك وعند خروجه اللهم إني أسألك من فضلك لأمر النبي صلى الله عليه وسلم به

قال الطحطاوي : قوله ( وندب ) أي بعد ذكره الصلاة على النبي صلى الله عليه وسلم كما دلت عليه الأحاديث قوله ( اللهم افتح لي أبواب رحمتك ) أي إحسانك وإنعامك بالإخلاص والقبول وغير ذلك قوله ( اللهم إني أسألك من فضلك ) مأخوذ من قوله تعالى فإذا قضيت الصلاة فانتشروا في الأرض وابتغوا من فضل الله (حاشية الطحطاوي على مراقي الفلاح ص ۵۹۵)

[૭] عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال إذا دخل أحدكم المسجد فليسلم على النبي صلى الله عليه وسلم وليقل اللهم افتح لي أبواب رحمتك وإذا خرج فليسلم على النبي صلى الله عليه وسلم وليقل اللهم اعصمني من الشيطان الرجيم (سنن ابن ماجة، الرقم: ۷۷۳)

قال العلامة البوصيري فى زوائد ابن ماجة (صـ ۲۵٤): هذا إسناد صحيح رجاله ثقات

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …