મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)

(૧) મસ્જીદ અને તેની બઘી વસ્તુઓ માં દરેક મુસલ્લિયોનાં બરાબર હક (અધિકારો) હાસિલ છે, તેથી કોઈનાં માટે એ જાઈઝ નથી કે તે મસ્જીદની કોઈ જગ્યા અથવા મસ્જીદની કોઈ વસ્તુને પોતાનાં માટે ખાસ કરે.[૧]

عن عبد الرحمن بن شبل رضي الله عنه قال نهى رسول الله صلى الله عليه وسلم عن نقرة الغراب وافتراش السبع وأن يوطن الرجل المكان في المسجد كما يوطن البعير (سنن أبي داود رقم ۸٦۲)[૨]

હઝરત અબ્દુર્રહમાન બિન શિબ્લ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) “કાગડાની જેમ ચાંચ વડે ટોચવાની મનાઈ ફરમાવી (એટલે જલ્દી જલ્દી સજદો કરવાની મનાઈ ફરમાવી) અને પશુઓની જેમ બાવડાઓને જમીન પર બિછાવવાની મનાઈ ફરમાવી (એટલે સજદાની હાલતમાં બાવડાવોને બિછાવવાની મનાઈ ફરમવી), (તથા આ વાતથી મનાઈ ફરમાવી કે) અને કોઈ વ્યક્તિ મસ્જીદમાં પોતાનાં માટે જગ્યા નક્કી કરી લે જેવી રીતે ઊંટ નક્કી કરી લે છે.”

(૨) મસ્જીદમાં કોઈ વ્યક્તિને તેની જગ્યા પર થી ઉઠાડવવુ એટલા માટે કે તેની જગ્યા પર બીજો વ્યક્તિ બેસે, જાઈઝ નથી.

عن ابن عمر عن النبي صلى الله عليه وسلم أنه نهى أن يقام الرجل من مجلسه ويجلس فيه آخر ولكن تفسحوا وتوسعوا (صحيح البخاري رقم ٦۲۷٠)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતથી મનાઈ ફરમાવી છે કે “કોઈ વ્યક્તિને (મસ્જીદમાં) તેની જગ્યા પરથી ઉઠાડવામાં આવે અને બીજો વ્યક્તિ તેની જગ્યા પર બેસે. બલકે (લોકોએ કેહવુ જોઈએ કે) બેસવા માટે જગ્યા કરે (આવવા વાળાને બેસવાની જગ્યા આપે).”

(૩) મસ્જીદમાં આંગળીઓ ન ચટખાવો (ફોડવુ) અને આંગળીઓને એક-બીજામાં ન દાખલ કરો.[૩]

عن مولى لأبي سعيد الخدري قال بينا أنا مع أبي سعيد وهو مع رسول الله صلى الله عليه وسلم إذ دخلنا المسجد فإذا رجل جالس في وسط المسجد محتبيا مشبكا أصابعه بعضها في بعض فأشار إليه رسول الله صلى الله عليه وسلم فلم يفطن الرجل لإشارة رسول الله صلى الله عليه وسلم فالتفت إلى أبي سعيد فقال إذا كان أحدكم في المسجد فلا يشبكن فإن التشبيك من الشيطان وإن أحدكم لا يزال في صلاة ما كان في المسجد حتى يخرج منه (مجمع الزوائد رقم ۲٠٤۷، الترغيب والترهيب رقم ٤۵٠)

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.)નો ગુલામ ફરમાવે છે કે હું એક વખત હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.)ની સાથે હતો અને તેવણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે હતા. અમે લોકો મસ્જીદમાં દાખલ થયા, તો (અમે જોયુ કે) એક વ્યક્તિ મસ્જીદનાં વચમાં અકડુ બેસેલો હતો અને પોતાની આંગળીઓને એક-બીજામાં દાખલ કરીને બેસેલો છે, તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે વ્યક્તિ તરફ ઈશારો કર્યો, પણ તે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઈશારાને સમજ્યો નહી. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) ની તરફ ધ્યાન કેંન્દ્રિત કર્યુ અને ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ મસ્જીદમાં હોય, તો કદાપી તશબીક ન કરો (એટલે આંગળીઓને આંગળીઓમાં દાખલ ન કરે) કારણકે તશબીક શૈતાનનાં તરફથી છે, (તથા આપે ફરમાવ્યુ કે) બેશક તમારામાંથી કોઈ વ્યક્તિ જ્યાંસુઘી મસ્જીદ માં હોય છે, તો બરાબર તે નમાઝ માં રહે છે (એટલે તેને નમાઝનો ષવાબ મળતો રહે છે) ત્યાંસુઘી કે તે મસ્જીદથી નિકળી જાય.”

(૪) મસ્જીદમાં ગંદગી ફેલાવવુ મમનુઅ (પ્રતિબંઘ) છે. દાખલા તરીકે મસ્જીદમાં થુકવુ, નાક સાફ કરવુ અને મસ્જીદનાં ફલોર ગંદી વસ્તુ નાંખવી આ બઘુ મમનુઅ (પ્રતિબંધિત) છે.

عن أبي ذر رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم عرضت علي أعمال أمتي حسنها وسيئها فوجدت في محاسن أعمالها الأذى يماط عن الطريق ووجدت في مساوئ أعمالها النخاعة تكون في المسجد لا تدفن (صحيح مسلم رقم ۵۵۳)

હઝરત અબુ ઝર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી સામે મારી ઉમ્મતનાં સારા અને ખરાબ બન્નેવ પ્રકારનાં આમાલ પેશ કરવામાં આવ્યા, તો મને તેમનાં સારા આમાલમાં થી એક આ અમલ મળ્યો કે રસ્તાથી તકલીફ આપવા વાળી વસ્તુ હટાવી દેવી અને ખરાબ આમાલમાં એક આ અમલ મળ્યો કે મસ્જીદમાં નાક સાફ કરવુ અને તેને (નાકની રેઝિશ (સરેખમ) ને) દફન ન કરવુ.”

عن أنس قال قال رسول الله صلى الله عليه وسلم البزاق في المسجد خطيئة وكفارتها دفنها (صحيح البخاري رقم ٤۱۵)

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મસ્જીદમાં થુંકવુ ગુનાહ છે અને તેનો કફ્ફારો આ છે કે તેને (થૂંક ને) દાંટી દેવામાં આવે (હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જમાનામાં મસ્જિદની એ હાલત હતી કે લોકો મંડોડી પર નમાઝ પઢતા હતા એટલા માટે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ હુકમ આપ્યો હતો. આજકાલ મસ્જિદોમાં કાલીન તથા ચટાઈ બિછાવેલી હોય છે, તેથી આ હુકમ સંબંધિત નથી).”

(૫) મસ્જીદમાં શાંતિ અને ગૌરવતાની સાથે રહો અને મસ્જીદની મહિમા અને પવિત્રતા અને તેનાં આદાબથી ગફલત ન કરો. કેટલાક લોકો નમાઝની રાહ જોવાનાં દરમિયાન પોતાનાં કપડા અથવા મોબાઈલ ફોનથી રમતા હોય છે. આ મસ્જીદની મહિમા અને પવિત્રતાનાં ખિલાફ છે.[૪]

Source: https://ihyaauddeen.co.za/?p=7635


[૧] ولا يتعين مكان مخصوص لأحد حتى لو كان للمدرس موضع من المسجد يدرس فيه فسبقه غيره إليه ليس له إزعاجه وإقامته منه (البحر الرائق ۲/۳٦)

[૨] سكت عنه، ثم المنذري بعده (مختصر سنن أبي داود ۱/۲۹۹)

قال المنذري في الترغيب والترهيب (رقم ۷٤۷): رواه أحمد وأبو داود والنسائي وابن ماجه وابن خزيمة وابن حبان في صحيحيهما

[૩] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر… والثالث عشر أن لا يفرقع أصابعه فيه (الهندية ۵/۳۲۱)

[૪] وَمَن يُعَظِّم شَعائِرَ اللَّـهِ فَإِنَّها مِن تَقوَى القُلوبِ (الحج ۳۲)

وَمَن أَظلَمُ مِمَّن مَنَعَ مَساجِدَ اللَّـهِ أَن يُذكَرَ فيهَا اسمُهُ وَسَعىٰ في خَرابِها أُولـٰئِكَ ما كانَ لَهُم أَن يَدخُلوها إِلّا خائِفينَ لَهُم فِي الدُّنيا خِزيٌ وَلَهُم فِي الآخِرَةِ عَذابٌ عَظيمٌ  (البقرة ۱٤٤)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …