નિકાહની સુન્નતોં અને આદાબ – ૪

નિકાહ માં કુફુ (બરાબરી)

નિકાહની સફળતાનાં માટે અને મિયાં-બીવીનાં વચ્ચે સ્નેહ તથા પ્રેમ બાકી રાખવા માટે જરૂરી છે કે બન્નેવ એકબીજાનાં સમાન અને બરાબર હોય. જ્યારે મિયાં-બીવીમાં કુફુ (બરાબરી) અને જોડ હોય, તો પરસ્પર સ્નેહ અને એકતા થશે, અને દરેક ખુશી અને મુહબ્બતની સાથે પોતાની વૈવાહિક જવાબદારી ને પૂરી કરશે.

ઘણી વખતે આ વાતનો મુશાહદો કરવામાં આવ્યો છે કે મિયાં-બીવીનાં વચ્ચે સમાનતા અને બરાબરી ન હોવાનાં કારણે તફાવત અને મતભેદો પૈદા થયા અને અંતે તલાકની નોબત આવી ગઈ. એટલા માટે શરીઅતમાં મિયાં-બીવીનાં વચ્ચે કફાઅત (બરાબરી) ને ઘણી મહત્વતા આપી છે. તથા કફાઅતની બાબતમાં શરીઅતે ઘણાં બઘા અહકામ બતલાવ્યા છે.

કફાઅત (બરાબરી) ની બાબતમાં છોકરાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આ જોવામાં આવશે કે છોકરા, છોકરી નું બરાબર જોડ છે કે નથી ? બીજા શબ્દોમાં એક કહેવામાં આવે કે કોઈ છોકરીનાં નિકાહ એવા છોકરા સાથે ન કરાવવુ જોઈએ, જે મકામ કે રુતબા માં તેની બરાબરીનો ન હોય અને તેનાં માટે યોગ્ય જોડ ન હોય. [૧]

અગર છોકરો નૌ-મુસ્લિમ હોય અને તેનાં વાલિદ (પિતા) ગૈર-મુસ્લિમ હોય, તો તે એવી છોકરી માટે કુફુ(બરાબર) નહી થશે જેનાં વાલિદ (પિતા) મુસલમાન હોય. એવીજરીતે અગર છોકરાનાં વાલિદ (પિતા) મુસલમાન હોય, પણ તેનાં દાદા ગૈર-મુસ્લિમ હોય, તો તે એવી છોકરીનાં માટે કુફુ નહી થશે, જેનાં વાલિદ (પિતા) અને દાદા બન્નેવ મુસલમાન હોય. [૨]

અગર છોકરો અને છોકરી બન્નેવનાં વાલિદ (પિતા) અને દાદા મુસલમાન હોય, તો આ સૂરતમાં છોકરા-છોકરીનાં દરમિયાન નીચે આપેલી બાબતમાં કફાઅતને ઘ્યાનમાં રાખવામાં આવશેઃ

(૧) દીનદારીઃ દીનદારીમાં બરાબરીનો મતલબ આ છે કે જે વ્યક્તિ શરીઅતનું પાલન કરનાર ન હોય અને બે હયાઈ (અસભ્યતા) નાં કામોં અને ગુનાહોમાં સંડોવાયેલો હોય, તે કોઈ પાક દામન (પવિત્ર), નેક સીરત અને દીનદાર છોકરીની સાથે કુફુ (બરાબરી) નહી થશે.[૩]

(૨) સામાજીક હૈસિયતમાં બરાબરીઃ સામાજીક હૈસિયતમાં બરાબરીનો આધાર વ્યવસાય પર છે, તેથી અગર છોકરાનો વ્યવસાય છોકરીનાં ખાનદાનનાં વ્યવસાયની જેમ પ્રતિષ્ઠિત ન હોય, તો તે છોકરો તે છોકરીનાં માટે યોગ્ય નહી થશે,  દાખલા તરીકે અગર છોકરી ઝવેરીનાં ખાનદાનથી હોય અને છોકરો સફાઈ કામદાર હોય અથવા નાના સ્તરનો મજદૂર હોય, તો તે દરજ્જાનાં લિહાઝથી તે છોકરીનો કુફુ અને બરાબર નહી થશે.[૪]

(૩) માલદારીઃ માલદારીમાં બરાબરીનો મતલબ આ છે કે એક ગરીબ અને જરૂરિયાતમંદ છોકરો માલદાર છોકરીનાં બરાબર નહી થશે. અલબત્તા અગર છોકરો માલદાર છોકરીને મહેર અને મહીનાનો ખર્ચો આપી શકતો હોય, તો તે છોકરીનાં માટે યોગ્ય જોડો ગણવામાં આવશે, તેમ છતાં તે છોકરીની જેમ તેટલો માલદાર ન હોય.[૫]

(૪)  હસબ નસબ એટલે વંશપ્રથા, ખાનદાનઃ હસબ નસબ(ખાનદાન) માં બરાબરીનો એતેબાર(શ્રધ્ધા) માત્ર અરબ ખાનદાનોમાં છે, જેથી અગર કોઈ છોકરી અરબ વંશ (ખાનદાન) થી હોય, તો વંશ (ખાનદાન) માં પણ બરાબરીને ઘ્યાનમાં રાખવામાં આવશે અને એવી છોકરીનો કુફુ અરબ છોકરો થશે, તેથી અગર છોકરો અજમી (ગૈર અરબ) છે તો તે કોઈ અરબી છોકરીનાં માટે કુફુ નહી થશે. જ્યાંસુઘી ગૈર અરબો (અજમિયો) નો મામલો છે, તો તેમનાં દરમિયાન વંશની (ખાનદાની) સમાનતાનો લિહાઝ નહી કરવામાં આવશે.[૬]

(૫) આઝાદીઃ આઝાદીમાં બરાબરીને ધ્યાનમાં રાખવામાં આવશે, તેથી એક છોકરો જે મમલૂક(કોઈની માલિકીમાં હોય) અને ગુલામ (ખરીદાયેલો નોકર) હોય, કોઈ આઝાદ છોકરીનાં માટે યોગ્ય જોડો ગણવામાં નહી આવશે.[૭]

નોટઃ અગર છોકરો છોકરીનાં મુસાવી અને બરાબર ન હોય (સામાજીક અને મુઆશરતી હૈષિયતમાં છોકરો છોકરીથી ઓછો હોય અથવા આ કે છોકરી અરબ ખાનદાનથી હોય અથવા સય્યિદા હોય અને છોકરો અજમી (ગૈર અરબ) હોય), પણ છોકરો દીનદાર, શરીઅતનું પાલન કરનાર હોય અને સારા સંસ્કાર તથા માણસાઈ ધરાવતો હોય અને છોકરી તેની સાથે શાદી કરવા માટે રાઝી હોય અને છોકરીનાં માં-બાપ પણ છોકરાનાં સારા વર્તણુંક અને ઉચ્ચ વ્યવહાર, ઉચ્ચ માનવતા અને તકવા તથા દીનદારીથી ખુશ હોય, તો આ સૂરતમાં આ કારણે કે છોકરા છોકરીમાં કુફુ (બરાબરી) નથી તેમ છતા છોકરીનાં માં-બાપ નાં માટે જાઈઝ છે કે તેઓ પોતાની છોકરીનાં નિકાહ તેની સાથે કરાવે. [૮]


[૧] (الكفاءة معتبرة) في ابتداء النكاح للزومه أو لصحته (من جانبه) أي الرجل لأن الشريفة تأبى أن تكون فراشا للدنيء ولذا (لا) تعتبر (من جانبها) (رد المحتار ۳/۸٤)

[૨] من أسلم بنفسه وليس له أب في الإسلام لا يكون كفئا لمن له أب واحد في الإسلام كذا في فتاوى قاضي خان ومن له أب واحد في الإسلام لا يكون كفئا لمن له أبوان فصاعدا في الإسلام (الفتاوى الهندية ۱/۲۹٠)

[૩] والخامس التقوى والحسب حتى لا يكون الفاسق كفئا للعدلة عند أبي حنيفة رحمه الله سواء كان معلن الفسق أو لم يكن هكذا ذكر شيخ الإسلام رحمه الله وذكر شمس الأئمة السرخسي رحمه الله أن الصحيح عند أبي حنيفة رحمه الله أن الكفاءة في التقوى والحسب غير معتبر في التقوى وفسّر الحسب فقال هو مكارم الأخلاق (المحيط البرهاني ۳/۲۳)

[૪] وأما الحرفة فقد ذكر الكرخي أن الكفاءة في الحرف والصناعات معتبرة عند أبي يوسف فلا يكون الحائك كفئا للجوهري والصيرفي (بدائع الصنائع ۲/۳۲٠)

والسادس الكفاءة في الحرف فقد اعتبرها أبو يوسف ومحمد رحمهما الله وهو إحدى الروايتين عن أبي حنيفة رحمه الله وعن أبي هريرة رضي الله عنه أن الناس بعضهم أكفاء لبعض إلا حائك أو حجام وفي رواية أو دباغ قال مشايخنا ورابعهم الكنّاس فواحد من هؤلاء الأربعة لا يكون كفئاً للصيرفي والجوهري وعليه الفتوى (المحيط البرهاني ۳/۲٤)

وذكر في شرح الطحاوي: أن أرباب الصناعات المتقاربة أكفاء بخلاف المتباعدة وهذا مختار المحبوبي قال وحرفة فحائك أو حجام أو كناس أو دباغ ليس بكفء لعطار أو بزاز أو صراف وبه يفتى (الترجيح والتصحيح صـ ۳٤۱)

[૫] (وتعتبر) أي الكفاءة (في المال وهو) أي الاعتبار في المال (أن يكون مالكا للمهر والنفقة) يتناول الكسوة لأنهما مما ينفق على الزوجة (وهذا) أي كونه مالكا للمهر والنفقة (هو المعتبر في ظاهر الرواية حتى إن من لم يملكهما)  أي المهر والنفقة (أو لا يملك أحدهما لا يكون كفؤا لأن المهر بدل البضع فلا بد من إيفائه وبالنفقة قوام الازدواج ودوامه) فلا بد من ذلك (البناية ۵/۱۱۵)

[૬] (وتعتبر) الكفاءة … (نسبا فقريش) بعضهم (أكفاء) بعض (و) بقية (العرب) بعضهم (أكفاء … و) أما في العجم فتعتبر (حرية وإسلاما) (رد المحتار ۳/ ۸٦)

[૭] (ومنها الحرية) فالمملوك كيف كان لا يكون كفئا للحرة وكذا المعتق أبوه لا يكون كفئا للحرة الأصليةكذا في فتاوى قاضي خان والمعتق يكون كفئا لمثله كذا في شرح الطحاوي (الفتاوى الهندية ۱/۲۹٠)

[૮]وأفاد المصنف أن غير العربي لا يكافئ العربي وإن كان حسيبا أو عالما لكن ذكر قاضيخان في جامعه قالوا الحسيب يكون كفئا للنسيب فالعالم العجمي يكون كفئا للجاهل العربي والعلوية لأن شرف العلم فوق شرف النسب والحسب مكارم الأخلاق في المحيط عن صدر الإسلام الحسيب الذي له جاه وحشمة ومنصب (البحر الرائق ۳/۱۳٠)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …