ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર
ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી વધારે હકદાર મુસ્લિમ શાસક (હાકિમ) છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો પેહલો હક આપ્યો છે, અગરચે તેમનાંથી વધારે નેક લોકો મૌજૂદ હોય.
અગર શાસક(હાકિમ) મૌજૂદ ન હોય, તો તેનાં નાયબને જનાઝાની નમાઝનો ઈમામતનો હક હાસિલ થશે.
અગર શાસક(હાકિમ) નો નાયબ પણ મૌજૂદ ન હોય, તો શહેરનાં કાઝી ને ઈમામતનો હક હાસિલ થશે.
અગર કાઝી પણ મૌજૂદ ન હોય, તો મુસલમાન લશકર(સૈન્ય)નાં અમીરને જનાઝાની નમાઝ પઢાવવાનો વધારે હક હાસિલ થશે.
અગર મુસલમાન લશ્કર નો અમીર પણ મૌજૂદ ન હોય, તો તેનાં નાયબને જનાઝાની નમાઝ પઢાવવાનો હક હાસિલ થશે.
આ વાત સ્પષ્ટ રહે કે આ લોકોની મૌજૂદગીમાં બીજા કોઈ માટે જનાઝાની નમાઝ પઢાવવુ જાઈઝ નથી, અલબત્તા અગર આ લોકો કોઈને જનાઝાની નમાઝ પઢાવવાની ઈજાઝત આપે તો પછી આવા વ્યક્તિ માટે ઈમામત કરાવવુ જાઈઝ થશે.
અગર ઉપર જણાવેલ લોકો શરઈ તરતીબનાં અનુસાર મૌજૂદ ન હોય, તો પછી જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર વ્યક્તિ મય્યિતનો વલી થશે, પરંતુ મહોલ્લાની મસ્જીદનો ઈમામ મય્યિતનાં વલી વધારે ઈલ્મ વાળો હોય, તો મુસ્તહબ છે કે મય્યિતનો વલી મહોલ્લાની મસ્જીદનાં ઈમામને જનાઝાની નમાઝ પઢાવવાનું કહે અને તેને પોતાનાંથી મુકદ્દમ કરે. [૧]
ગૈર ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર
(૧) ગૈર ઈસ્લામી દેશમાં જ્યારે કે કોઈ મુસ્લિમ હાકિમ (શાસક) અને મુસ્લિમ કાઝી નથી, તો જનાઝાની નમાઝનો સૌથી વધારે હકદાર માણસ મય્યિતનો વલી થશે.
(૨) અગર મય્યિતનો ઈન્તિકાલ તેનાં ઈલાકા (ક્ષેત્ર) માં થઈ જાય, તો તેની જનાઝાની નમાઝ મય્યિતનો વલી પઢાવશે, પરંતુ અગર મહોલ્લાની મસ્જીદનો ઈમામ મય્યિતનાં વલીથી વધારે ઈલ્મ વાળો હોય, તો મુસ્તહબ છે કે મહોલ્લાની મસ્જીદનો ઈમામ જનાઝાની નમાઝ પઢાવે (એટલે આ સૂરતમાં મુસ્તહબ છે કે મય્યિતનો વલી મહોલ્લાની મસ્જીદનાં ઈમામને જનાઝાની નમાઝ પઢાવવામાં પોતાનાંથી અગાળી કરે).
(૩) અગર મય્યિતનો ઈન્તિકાલ તેનાં ઈલાકા (ક્ષેત્ર) માં ન થાય, તો મય્યિતનાં વલીને જનાઝાની નમાઝ પઢાવવાનો અધિકાર(હક) હાસિલ થશે. મય્યિતનાં સગા-સબંધીઓમાંથી તે વ્યક્તિ વલી થશે જે સૌથી વધારે નજદીક અસબા રિશ્તેદાર છે(અસબાત થી મુરાદ બાપની તરફથી પુરુષ સબંધીઓ છે, જે વારસાના કાયદા અનુસાર મય્યિતનાં વારિસ બને છે) આ વાત ધ્યાનમાં રાખવી કે અસબાતની તરતીબનો લીહાઝ કરવામાં આવશે, પણ માત્ર આટલો ફરક છે કે મય્યિતનાં વાલિદ (પિતાશ્રી) ને જનાઝાની નમાઝ પઢાવવામાં તેનાં છોકરા થી અગાળી કરવામાં આવશે એટલે જનાઝાની નમાઝ પઢાવવાનો અધિકાર (હક) પેહલા બાપને હાસિલ થશે, પછી છોકરાને પણ મય્યિતનો છોકરો તેનાં બાપ (મય્યિતનાં બાપ) થી વધારે ઈલ્મ તથા ફઝલ વાળો હોય, તો મય્યિતનો છોકરો જનાઝાની નમાઝ પઢાવશે. [૧]
અગર જનાઝાની નમાઝ વલીની ઈજાઝત વગર પઢાવવામાં આવી હોય, તો વલીએ જનાઝાની નમાઝ ફરીથી પઢાવવાનો અધિકાર (હક) હાસિલ થશે. અને અગર મય્યિતની દફનવિધી પણ થઈ ગઈ હોય, તો વલીને આ વિકલ્પ (ઈખ્તિયાર) છે કે તે કબ્રસ્તાનમાં જનાઝાની નમાઝ ફરીથી પઢાવે, પણ તેને આ વિકલ્પ (ઈખ્તિયાર) તે સમય સુઘી હાસિલ થશે, જ્યાં સુઘી કે મય્યિતની લાશ સહીહ સાલીમ હોય એટલે કોહવાય તથા સડી ન હોય. [૨]
નોંઘઃ- મય્યિતનાં શરીરને કોહવાવા, સડવા માં ઘણાં ફુક઼હાએ કિરામે આ નિવેદન (કૌલ) ને રાજેહ (શ્રેષ્ઠ) કરાર આપ્યો છે કે તેની કોઈ મુદ્દત મુતઅય્યન (નિશ્રિત) નથી, બલકે આ દરેક વિસ્તાર નાં હવામાન અને પૃથ્વીનાં પ્રમાણે વિભિન્ન થશે. [૩]
અગર વલીએ બીજા સગા-સબંઘિઓની ગૈરહાજરી માં જનાઝાની નમાઝ પઢી લીઘી, તો બીજા સગા-સબંઘિઓને જનાઝાની નમાઝનું પુનરાવર્તનનો હક (અધિકાર) હાસિલ નહી થશે. [૪]
દારૂલ ઈસ્લામમાં અગર મય્યિતનો વલી જનાઝાની નમાઝ પઢાવી લે મુસ્લિમ હાકિમ (શાસક) ની ગૈર હાજરીમાં, તો મુસ્લિમ હાકિમ (શાસક) ને જનાઝાની નમાઝનું પુનરાવર્તનનો અધિકાર (હક) હાસિલ નહીં થશે, કારણકે જનાઝાની નમાઝનો અસલ અધિકાર (હક) મય્યિતનાં વલીને હાસિલ છે. એજ કારણ છે કે અગર મય્યિતનો વલી મુસ્લિમ શાસકની મૌજૂદગીમાં પણ જનાઝાની નમાઝ પઢે, તો મુસ્લિમ હાકિમ (શાસક) જનાઝાની નમાઝનું પુનરાવર્તન નહી કરી શકે. અલબત્તા મય્યિતનો વલી હાકિમ (શાસક) ને જનાઝાની નમાઝનાં માટે નિયુક્ત (નક્કી) ન કરવાનાં કારણે ગુનેહગાર થશે. [૫]
Source: http://ihyaauddeen.co.za/?p=2224
[૧] (ويقدم في الصلاة عليه السلطان) إن حضر (أو نائبه) وهو أمير المصر (ثم القاضي) ثم صاحب الشرط ثم خليفته ثم خليفة القاضي (ثم إمام الحي) فيه إيهام وذلك أن تقديم الولاة واجب وتقديم إمام الحي مندوب فقط بشرط أن يكون أفضل من الولي وإلا فالولي أولى كما في المجتبى وشرح المجمع للمصنف وفي الدراية إمام المسجد الجامع أولى من إمام الحي أي مسجد محلته نهر (ثم الولي) بترتيب عصوبة الإنكاح إلا الأب فيقدم على الابن اتفاقا إلا أن يكون عالما والأب جاهلا فالابن أولى فإن لم يكن ولي فالزوج ثم الجيران … (الدر المختار ٢/٢١٩)
[૨] (فإن صلى غيره) أي غير من له حق التقدم بلا إذن ولم يقتد به (أعادها) هو (إن شاء) لعدم سقوط حقه وإن تأدى الفرض بها (ولا) يعيد (معه) أي مع من له حق التقدم
قال العلامة الطحطاوي – رحمه الله – : قوله (أعادها) ولو على قبره كذا في الدر قوله (هو) إنما ذكر الضمير لأنه لو حذفه لتوهم عود الضمير في أعادها على الغير قوله (إن شاء) أي فالإعادة ليست بواجبة قوله (وإن تأدى الفرض بها) أي بصلاة غيره أشار به وبالتخيير إلى ضعف ما في التقويم من أنه لو صلى غير ذي الحق كانت الصلاة باقية على ذي الحق والي ردما في الإتقان من أن الأمر موقوف إن أعاد ذو الحق تبين أن الفرض ما صلى وإلا سقط بالأولى (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٥٩١)
[૩] (وإن دفن) وأهيل عليه التراب (بغير صلاة) أو بها بلا غسل أو ممن لا ولاية له (صلي على قبره) استحسانا (ما لم يغلب على الظن تفسخه) من غير تقدير هو الأصح وظاهره أنه لو شك في تفسخه صلي عليه
قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: وأهيل عليه التراب) فإن لم يهل أخرج وصلي عليه كما قدمناه بحر قوله (أو بها بلا غسل) هذا رواية ابن سماعه والصحيح أنه لا يصلى على قبره في هذه الحالة لأنها بلا غسل غير مشروعة كذا في غاية البيان لكن في السراج وغيره قيل لا يصلى على قبره وقال الكرخي يصلى وهو الاستحسان لأن الأولى لم يعتد بها لترك الشرط مع الإمكان والآن زال الإمكان فسقطت فرضية الغسل وهذا يقتضي ترجيح الإطلاق وهو الأولى نهر تنبيه ينبغي أن يكون في حكم من دفن بلا صلاة من تردى في نحو بئر أو وقع عليه بنيان ولم يمكن إخراجه بخلاف ما لو غرق في بحر لعدم تحقق وجوده أمام المصلي تأمل قوله (هو الأصح) لأنه يختلف باختلاف الأوقات حرا وبردا والميت سمنا وهزالا والأمكنة بحر وقيل يقدر بثلاثة أيام وقيل عشرة وقيل شهر ط عن الحموي (رد المحتار٢/٢٢٤)
[૪] ولو صلى عليه الولي وللميت أولياء أخر بمنزلته ليس لهم أن يعيدوا كذا في الجوهرة النيرة (الفتاوى الهندية ١/١٦٤)
[૫] (وإن صلى هو) أي الولي (بحق) بأن لم يحضر من يقدم عليه (لا يصلي غيره بعده) وإن حضر من له التقدم لكونها بحق.
قال العلامة ابن عابدين – رحمه الله -: لو صلى السلطان أو القاضي أو إمام الحي ولم يتابعه الولي ليس له الإعادة لأنهم أولى منه ففيه نظر إذ لا يلزم من كونهم أولى من أن تثبت لهم الإعادة إذا صلى بحضرتهم لأنه صاحب الحق وإن ترك واجب احترام السلطان ونحوه (رد المحتار ٢/٢٢٣)