મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)

(૧) મસ્જીદમાં ન ફોટા ખેંચે અને ન વિડિયો ન બનાવે, કારણકે ઈસ્લામમાં જીવિત વસ્તુઓનાં ફોટા ખેંચવા તથા વિડિયો બનાવવુ હરામ છે અને મસ્જીદમાં હરામ વસ્તુની શરૂઆત કરવુ સૌથી મોટો ગુનાહ છે. [૧]

عن عبد الله رضي الله عنه قال سمعت النبي صلى الله عليه وسلم يقول إن أشد الناس عذابا عند الله يوم القيامة المصورون (صحيح البخاري رقم ۵۹۵٠)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) થી રિવાયત છે કે મેં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આ ફરમાવતા સાંભળ્યુ છે કે “બેશક કયામતનાં દિવસે અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝતનાં નજીક લોકોમાં સૌથી સખત અઝાબ ફોટા ખેંચવા માળાને મળશે.”

(૨) મસ્જીદમાં દુન્યવી વાતચીત ન કરે અને ન દુન્યવી કામોથી સંબંઘિત વાદવિવાદ કરે. [૨]

عن الحسن رحمه الله مرسلا قال قال رسول الله صلى الله عليه وسلم يأتي على الناس زمان يكون حديثهم في مساجدهم في أمر دنياهم فلا تجالسوهم فليس لله فيهم حاجة (شعب الإيمان رقم ۲۷٠۱)[૩]

હઝરત હસન(રહ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “લોકો પર એક એવો સમય આવશે કે તેઓ મસ્જીદોમાં દુન્યવી કામોંથી સંબંઘિત વાત-ચીત કરશે. તમે એવા લોકોની સાથે ન બેસો, કારણકે અલ્લાહ તઆલાને એવા લોકોની કોઈ જરૂરત નથી.”

(૩) મસ્જીદમાં કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરે, એટલા માટે કે આ મસ્જીદની બેહુરમતી છે. [૪]

(૪)  મસ્જીદને ગુજરગાહ (રાહદારી રસ્તો) ન બનાવવું. [૫]

عن ابن عمر عن رسول الله صلى الله عليه وسلم قال خصال لا تنبغي في المسجد لا يتخذ طريقا ولا يشهر فيه سلاح (ابن ماجة رقم ۷٤۸)[૬]

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કેટલાક આમાલ મસ્જીદમાં કરવુ દુરૂસ્ત નથી, (ઉદાહરણ તરીકે) મસ્જીદને ગુજરગાહ(રાહદારી રસ્તો) ન બનાવવામાં આવે અને ન મસ્જીદમાં હથિયાર (શસ્ત્રો) કાઢવામાં આવે.”

(૫) વગર જરૂરતે મસ્જીદનાં ઢાબા પર ચઢવામાં મસ્જીદની બેહુરમતી(બેઅદબી) છે.[૭]

عن ابن عمر أن رسول الله صلى الله عليه وسلم نهي أن يصلى في سبعة مواطن … وفوق ظهر بيت الله (سنن الترمذي رقم ۳٤٦)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) “સાત જગ્યાઓમાં નમાઝ પઢવાથી મનાઈ ફરમાવી છે (તેમાંથી એક) બયતુલ્લાહનાં ઢાબા પર નમાઝ પઢવુ.”

Source: https://ihyaauddeen.co.za/?p=7631


[૧] ( ولبس ثوب فيه تماثيل ) ذي روح

قال الشامي : قوله ( ولبس ثوب فيه تماثيل ) عدل عن قول غيره تصاوير لما في المغرب الصورة عام في ذي الروح وغيره والتمثال خاص بمثال ذي الروح ويأتي أن غير ذي الروح لا يكره قال القهستاني وفيه إشعار بأنه لا تكره صورة الرأس وفيه خلاف كما في اتخاذها كذا في المحيط قال في البحر وفي الخلاصة وتكره التصاوير على الثوب صلى فيه أو لا انتهى وهذه الكراهة تحريمية وظاهر كلام النووي في شرح مسلم الإجماع على تحريم تصوير الحيوان وقال وسواء صنعه لما يمتهن أو لغيره فصنعته حرام بكل حال لأن فيه مضاهاة لخلق الله تعالى وسواء كان في ثوب أو بساط أو درهم أو إناء أو حائط وغيرها اهـ فينبغي أن يكون حراما لا مكروها إن ثبت الإجماع أو قطعية الدليل بتواتره اهـ كلام البحر ملخصا وظاهر قوله فينبغي الاعتراض على الخلاصة في تسميته مكروها (رد المحتار ۱/٦٤۷)

[૨] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر … السابع أن لا يتكلم فيه من أحاديث الدنيا (الفتاوى الهندية ۵/۳۲۱)

[૩] عن الحسن بن أبي الحسن عن أنس بن مالك رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم يأتي على الناس زمان يتحلقون في مساجدهم وليس همتهم إلا الدنيا ليس لله فيهم حاجة فلا تجالسوهم هذا حديث صحيح الإسناد ولم يخرجاه (المستدرك للحاكم رقم ۷۹۱٦٦)

قال الذهبي في التلخيص: صحيح

[૪]ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر … والتاسع أن لا ينازع في المكان (الفتاوى الهندية ۵/۳۲۱)

قال الشامي : قوله ( ويحرم الخ ) لما أخرجه المنذري مرفوعا جنبوا مساجدكم صبيانكم ومجانينكم وبيعكم وشراءكم ورفع أصواتكم وسل سيوفكم وإقامة حدودكم وجمروها في الجمع وجعلوا على أبوابها لمطاهر بحر (رد المحتار ۱/٦۵٦)

[૫] ويكره التوضؤ في المسجد كالبزق والمخط لما فيه من الاستخفاف وكذا يكره أن يتخذ طريقا (البحر الرائق ۵/۲۷۱)

[૬] رواه ابن ماجه وروى منه الطبراني في الكبير ولا تتخذوا المساجد طرقا إلا لذكر أو صلاة وإسناد الطبراني لا بأس به (الترغيب والترهيب ۱/۲۷۹)

[૭] الصعود على سطح كل مسجد مكروه (الهندية ۵/۳۲۲)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …