કયામતના દિવસે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે મુસાફહો

قال النبي صلى الله عليه وسلم من صلى علي في يوم خمسين مرة صافحته يوم القيامة (القربة لابن بشكوال، الرقم: ۸۷، وقد سكت عنه السخاوي في القول البديع صـ ۲۸۹، ويفهم من سكوته أن الحديث معمول به عنده، ولذلك ذكره في كتابه)

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો ઈર્શાદ છે કે જે મારા પર દરરોજ પચાસ વાર દુરૂદ મોકલે, હું તેની સાથે કયામતના દિવસે મુસાફહો કરીશ.

હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ ગારે-સૌરમાં

હિજરત વાળા વાકિઆમાં મનકૂલ છે કે જ્યારે હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સંગાથ ગારે-સૌર (સૌર ગુફા) સુઘી પહોંચ્યા, તો હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી કહ્યું:

અલ્લાહ તઆલાના વાસ્તે તમે હમણાં આ ગુફામાં દાખલ ના થાવ. પેહલા હું અંદર જાવું, જેથી જો તેમાં કોઈ તકલીફ આપવા વાળી વસ્તુ (સાંપ, બીચ્છુ વગૈરહ) હોય અને તે તકલીફ પહોંચાડે, તો મને તકલીફ પહોંચાડે ન કે તમને.

પછી હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ ગુફામાં દાખલ થયા અને તેને સારી રીતે સાફ કર્યુ.

તેમણે ગુફામાં કેટલાક છિદ્ર (સુરાખ) જોયા, તો તેમણે પોતાની લુંગીને ફાડી અને કેટલાક છીદ્રો (સુરાખો) ને પોતાની તેહ-બંદનાં ચીથરાવોથી બંદ કરી દીધા. ફક્ત બે છીદ્ર (સુરાખ) બાકી રહી ગયા (કારણકે તેને બંદ કરવા માટે તેહ-બંદનાં ચીથરાવોમાંથી કંઈ પણ બચ્યુ ન હતુ) તો તે છીદ્રો પર પોતાનો પગ મૂકીને બેસી ગયા.

પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ થી અરજ કર્યુ કે અંદર તશરીફ લાવો. જેથી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ગુફામાં દાખલ થયા અને હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુનાં ખોળામાં પોતાનું માથુ મુકીને સૂઈ ગયા.

તે દરમિયાન એક સાંપે સૂરાખમાંથી હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુના પગમાં ડંખ માર્યો, પણ તેઓ આ બીકથી પોતાની જગ્યાથી હલ્યા નહીં કે ક્યાંક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ જાગી ન જાય. છેવટે (વધારે તકલીફના કારણે) તેમની આંખોમાંથી ચાહવા વગર આંસુ નીકળી આવ્યા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક ચેહરા પર પડ્યા.

જેનાથી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની આંખ ખુલી ગઈ, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે પૂછ્યુઃ અબૂ-બક્ર! તમને શું થયું?

તેમણે અરજ કર્યું: હે અલ્લાહના રસૂલ! મારા માં-બાપ તમારા પર કુર્બાન મને કોઈ ઝહરીલા જાનવરે (સાંપે) કરડી લીઘુ છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાનુ મુબારક થુક તેમના પગમાં ડંખ વાળી જગ્યા પર લગાવી દીઘુ, તો તે તકલીફ તરતજ દૂર થઈ ગઈ. (મિશ્કાતુલ મસાબીહ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...