પ્રેમ શિષ્ટાચારનો શિક્ષક છે

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“બાળપણમાં એક કાવ્યપંક્તિ સાંભળી હતીઃ

મુહબ્બત તને મુહબ્બતનાં આદાબ સિખાવી દેશે

બાળપણમાં વાલિદ સાહબ(પિતાશ્રી) થી ઘણીવાર કાવ્યપંક્તિ સાભળ્યા કરતો હતો. તેને ગોખીને યાદ કરી લેતો હતો. તે સમયે મતલબ તો શું સમજમાં આવતે પણ યાદ કરી લેતો હતો. હવ તે કાવ્યપંક્તિઓ યાદ આવે છે. અને પઢતા પઢતા આનંદ આવે છે. પરંતુ અમલ તો હજીસુઘી નથી થઈ શક્યો. જુઓ ! આ મુહબ્બત ઘણી ઊંચી વસ્તુ છે. એ સિદ્ધાંતો અને નિયમોની પાબંદ નથી અગર મુહબ્બત હોય તો દિલથી મહસૂસ થાય ભલે ઝબાનથી કંઇ કહે ન કહે પણ દિલથી જગ્યા બનતી ચાલી જાય.

મૌલવીઓ ! તમને ખબર છે હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) મોટા વેપારી હતા, તેવણે પોતાનું બઘુ હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને આપનાં ખાદિમો પર ખર્ચ કરી દીઘુ.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૬૫)

Source: https://ihyaauddeen.co.za/?p=8264


 

Check Also

અલ્લાહની નજરથી પડવાનું એક કારણ

એક દીની મદ્રેસાના મશહૂર ઉસ્તાદનો ઉલ્લેખ કરતી વખતે, હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું: …