بسم الله الرحمن الرحيم
અલ્લાહ તઆલાની મારિફત
અલ્લાહ તઆલાજ આખી કાઈનાત (બ્રહ્માંડ) નાં નિર્માતા (ખાલિક) અને અન્નદાતા (રાઝિક઼) છે. કાઈનાત (બ્રહ્માંડ) ની બઘી વસ્તુઓ ઝમીન, આસમાન, સૂરજ, ચંદ્ર, સિતારાઓ અને ગ્રહો દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની પૈદા કરેલ છે. જે વ્યક્તિ આ મોટી મખલૂકાત પર તેની મહાનતા તથા બળાઈ અને જમાલ તથા સુંદરતા પર સોચ-વિચાર કરશે તો તે આ મોટી મખલૂકાત નિર્માતા (ખાલિક) અને માલિકની મહાનતા તથા પ્રતિષ્ઠા (કિબરિયાઈ) અને દબદબા ને ઓળખી લેશે કે જ્યારે આ મખલૂકાતનો આ હાલ અને શાન છે તો તેનાં નિર્માતા (ખાલિક) કેટલા મહાન અને બરતર(સર્વોત્તમ) હશે.
અલ્લાહ તઆલા કુર્આને કરીમમાં આપણને આ વાતની દાવત આપી રહ્યા છે કે આપણે અલ્લાહ તઆલાની મખલૂકાત માં ચિંતન-મનન કરીને અલ્લાહ તઆલાની કુદરત અને મહાનતાને ઓળખે.
અલ્લાહ તઆલા ફરમાવે છેઃ
اِنَّ فِیۡ خَلۡقِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ اخۡتِلَافِ الَّیۡلِ وَ النَّہَارِ لَاٰیٰتٍ لِّاُولِی الۡاَلۡبَابِ ﴿۱۹۰﴾ۚ الَّذِیۡنَ یَذۡکُرُوۡنَ اللّٰہَ قِیٰمًا وَّ قُعُوۡدًا وَّ عَلٰی جُنُوۡبِہِمۡ وَ یَتَفَکَّرُوۡنَ فِیۡ خَلۡقِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ رَبَّنَا مَا خَلَقۡتَ ہٰذَا بَاطِلًا ۚ سُبۡحٰنَکَ فَقِنَا عَذَابَ النَّارِ ﴿۱۹۱﴾
“બેશક ! આસમાનો અને જમીનની ઉત્પત્તિ(બનાવવા)માં અને રાત અને દિવસના આવવા-જવામાં બુદ્ધીશાળીઓ માટે નિશાનીઓ છે. જે લોકો અલ્લાહને ઊભા (-ઊભા) અને બેઠાં (-બેઠાં) અને પોતાના પદખાંઓ ઉપર (સૂઈને) યાદ કરે છે અને આસમાનો અને જમીનની ઉત્પત્તિ (બનવા) માં ચિંતન કરે છે, (કહે છે) હે અમારા પરવરદિગાર ! તેં આ બઘું બેકાર નથી બનાવ્યુ, તું (બઘી ખામીઓથી) પવિત્ર છે, તું અમને દોઝખનાં (આગના) અઝાબથી બચાવી લે.”
હઝરત ઈમામ શાફિઈ (રહ.) નાં વિષે લખેલુ છે કે એક દહરીયા (ખાલિક (નિર્માતા)નો ઈનકાર કરવા વાળા) એ એમની પાસે અલ્લાહ તઆલાનાં અસ્તિત્વનાં પૂરાવા માંગ્યા, તો ઈમામ શાફિઈ (રહ.) એ તેને તરતરજ વળતો જવાબ આપ્યોઃ “શહતૂત (શેતૂરી) નાં પાંદડાને જુવો. તેનો રંગ, સ્વાદ અને ગંધ એક છે, પણ તેને અગર રેશમનો કીડો ખાઈ લે, તો રેશમ પૈદા થાય છે, મધમાંખી ખાઈ લે, તો મધ નિકળે છે, ઊંટ, બકરી અન જાનવર ખાઈ લે, તો મેંગની અને લીંડા નિકળે છે અને અગર હરણ ખાઈ લે, તો તેનાંથી કસ્તુરી પૈદા થાય છે.
વિચાર કરો ! વસ્તુ એક છે, સ્વભાવ અને માળખું એક છે, પરંતુ તેનાંથી ભિન્ન-ભિન્ન વસ્તુઓ પૈદા થાય છે. અગર જો આ અલ્લાહ તઆલાની કુદરત નાં હોય, તો બીજુ શું છે.” (અકાઈદ અને ઈસ્લામ)
તેથી આપણાં માટે જરૂરી છે કે આપણે પોતાનાં નિર્માતા (ખાલિક) અને માલિક અલ્લાહ તઆલાને ઓળખે, તેમની કુદરત અને મહાનતા અને ગૌરવ અને સુંદરતાનો વિચાર કરેં કે અલ્લાહ તઆલા પોતાની મખલૂક થી કેટલી મુહબ્બત ફરમાવે છે કે તેવણ આપણાં ગુનાહોં અને નાફરમાનીઓનાં છતા રાત-દિવસ ઘણી બઘી નેમતો અર્પણ ફરમાવે છે અને આપણાં ઉપર અનહદ એહસાનાત કરી રહ્યા છે.
આપણને બઘાને અલ્લાહ તઆલા એમની તરફ રુજુઅ કરવાની તોફિક નસીબ ફરમાવે અને આપણને ફરમાબરદાર(માનવા વાળા) બંદા બનાવે. આમીન
Source: http://ihyaauddeen.co.za/?p=16279