સિદ્ધાંત(ઉસૂલ)નું પાલન કરવું

હઝરત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“યાદ રાખવુ જોઈએ કે દરેક કામ એના તેનાં નિયમ અને તેની પદ્ધતિ મૂજબ કરવામાં આવે તો જ આસાન હોય છે. ખોટી પદ્ઘતિથી તો સરળમાં સરળ કાર્ય પણ અઘરું થઈ જાય છે. લોકોની મોટી ભૂલ આ છે કે તેઓ ઉસૂલ(સિદ્ઘાંત) નાં પાલનમાં ભારે બેદરકારી દાખવે છે અને તેનાંથી દૂર ભાગે છે. જ્યારે કે દુનિયામાં કોઈ ચીલાચાલુ કામ પણ નિયમપાલન(ઉસૂલ) અને ઉચિત કાર્યપદ્ઘતિ અપનાવ્યા વગર પૂર્ણ નથી થઈ શકતું. પ્લેન, વહાણ, ટ્રેન, મોટર વગેરે પોતપોતાનાં નિયમો અનુસાર જ ચાલે છે. અહીં સુઘી કે રોટી અને ચાવલ સુઘ્ઘાં ચોક્કસ નિયમોને આઘીન તૈયાર થાય છે.” (મલફૂઝાતે હઝરત મૌલાનાં મુહમ્મદ ઈલ્યાસ (રહ.), પેજ નં-૧૨)

Source: https://ihyaauddeen.co.za/?p=8458


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …