નિકાહ નો મકસદ(હેતુ)
શરીઅતે નિકાહને મશરૂઅ કરી જેથી ઝવજૈન (દંપતી,પતી-પત્ની) એકબીજાની સાથે પાકીઝા(પવિત્ર) જીવન જીવી શકે અને જેથી બન્નેવ અલ્લાહ તઆલાનાં હુકૂક (અધિકારો) અને હુકૂકે ઝવજીય્યત (વૈવાહિક અધિકાર) પૂરા કરવામાં એકબીજાની સહાયતા કરી શકે.
તેથી નિકાહનાં સમયે ઝવજૈનને(દંપતીને, પતી-પત્નીને) જોઈએ કે તેઓ આ નિય્યત કરે કે તેઓ શાદી કરી રહ્યા છે અલ્લાહ તઆલાની ખુશનૂદી (અલ્લાહ તઆલાની ખુશી) હાસિલ કરવા માટે અને તે બન્નેવ શરીઅતનાં અહકામનાં ઉપર અમલ કરશે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતનાં મુજબ જીવન જીવશે. અગર ઝવજૈન (દંપતી, પતી-પત્ની) એવી રીતે જીવન જીવશે, તો ઉમ્મીદ છે કે આ નિકાહ નેક સંતાન અને આખી દુનિયામાં ઈસ્લામનું પ્રસારણ તથા પ્રકાશનનો માધ્યમ સાબિત થશે.
નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ ઝવજૈન (દંપતીઓ, પતી-પત્ની) માટે વિશેષ દુઆ કરી છે, જે ધાર્મિક કામોને પૂરા કરવામાં એક-બીજાની સહાયતા કરે.
એક હદીષ શરીફ માં વારીદ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “અલ્લાહ તઆલા એવા વ્યક્તિ પર રહમ ફરમાવે જે રાત્રે ઉઠે, નમાઝ પઢે અને પોતાની બીવી (પત્ની)ને જગાડે (જેથી કે તે પણ નમાઝ પઢી લે) અને અગર તે ન જાગે , તો તેનાં ચેહરા પર (તે પ્રેમથી) પાણી છાંટે (જેથી કે તે જાગી જાય). તથા અલ્લાહ તઆલા એવી સ્ત્રી પર રહમ ફરમાવે, જે રાતનાં ઉઠે, નમાઝ પઢે અને પોતાનાં ખાવિન્દ (પતી) ને જગાડે (જેથી કે તે પણ નમાઝ પઢે) અને અગર તે ન જાગે, તો તેણી તેનાં ચેહરા પર (તેણી પ્રેમથી) પાણી છાંટે (જેથી કે તે જાગી જાય).”[૧]
બીજી હદીષ શરીફમાં આવે છે કે એક વખત સહાબએ કિરામ (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ (કહ્યુ) કે અગર અમને ખબર પડી જાય કે કઈ દૌલત (સંપત્તિ) અફઝલ (શ્રેષ્ઠ) છે, તો અમે જરૂર તેને હાસિલ કરીશું. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ “શ્રેષ્ઠ સંપત્તિ (૧) તે જબાન છે જે અલ્લાહ તઆલાનાં ઝિક્ર માં વ્યસ્ત હોય અને (૨) તે દિલ જે અલ્લાહ તઆલાની નેમતોંનો આભાર માને અને (૩) તે બીવી (પત્ની) જે ઈમાનમાં પુખ્તા (મક્કમ) છે અને ધાર્મિક કામોમાં પોતાનાં પતિ ની સહાયતા (મદદ) કરે.” [૨]
[૧] سنن أبي داود، الرقم: ۱۳٠۸ ، وقال المنذري في مختصر سنن أبي داود، الرقم: ۱٤۵٠ : وأخرجه النسائي وابن ماجة وفي إسناده محمد بن عَجلان وقد وثقه الإمام أحمد ويحيى بن معين وأبو حاتم الرازي واستشهد به البخاري وأخرج له مسلم في المتابعة وتكلم فيه بعضهم
[૨] سنن الترمذي، الرقم: ۳٠۹٤، وقال: هذا حديث حسن