મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૨)

(૧) મસ્જીદમાં દાખલ થવા પેહલા શરીર, કપડા અને મોઢાથી દુર્ગંધ દૂર કરે. દાખ્લા તરીકે અગર કોઈએ કાંદો અથવા કોઈ બીજી દુર્ગંધિત વસ્તુ ખાઘી હોય અથવા આગની પાસે ઊભો હોય વગૈરહ, તો તેને જોઈએ કે મસ્જીદમાં દાખલ થવા પેહલા તે વસ્તુઓની દુર્ગંધોને દુરૂ કરે. [૧]

عن جابر رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من أكل من هذه الشجرة المنتنة فلا يقربن مسجدنا فإن الملائكة تتأذى مما يتأذى منه الإنس (صحيح مسلم رقم ۵٦٤)

હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “જે માણસે તે દુર્ગંધયુક્ત ઝાડથી કંઈ ખાઘુ હોય (લસણ અથવા કાંદો ખાઘો હોય) તે કદાપી અમારી મસ્જીદની પાસે ન આવે, કારણકે જે વસ્તુથી માણસોને તકલીફ થતી હોય, તેનાંથી ફરિશ્તાઓને પણ તકલીફ થાય છે.”

(૨) મસ્જીદ આવતી વખતે યોગ્ય વસ્ત્રો પેહરવા. [૨]

يَا بَنِي آدَمَ خُذُواْ زِينَتَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍ (الأعراف ۳۱)

અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ “હે આદમની ઔલાદ ! પોતાનાં શણગાર લઈ લો(સજી લો) દરેક નમાઝનાં સમયે.”

(૩) મસ્જીદમાં રોકાણનાં દરમિયાન નફલ એઅતેકાફ ની નિય્યત કરવુ. [૩]

(૪) મસ્જીદમાં દાખલ થતા સમયે લોકોને સલામ કરવુ, જ્યારે તે ઈબાદત (પ્રાર્થનાં) માં વ્યસ્ત ન હોય. અગર લોકો ઈબાદતમાં વ્યસ્ત હોય, તો તેઓને સલામ ન કરુવ જોઈએ. [૪

(૫) મસ્જીદમાં દાખલ થવા પછી બે રકાત તહિય્યતુલ મસ્જીદ પઢવુ જ્યારે નમાઝનો મકરૂહ સમય ન હોય.[૫]

عن أبي قتادة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال إذا دخل أحدكم المسجد فليركع ركعتين قبل أن يجلس (صحيح البخاري رقم ٤٤٤)

હઝરત અબુ કતાદહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ મસ્જીદમાં દાખલ થાય, તો તેને જોઈએ કે બેસવા પેહલા બે રકાત નમાઝ અદા કરે.”

Source: https://ihyaauddeen.co.za/?p=7609, https://ihyaauddeen.co.za/?p=7614


[૧] ويحرم فيه السؤال ويكره الإعطاء مطلقا وقيل إن تخطى وإنشاد ضالة أو شعر إلا ما فيه ذكر ورفع صوت بذكر إلا للمتفقهة والوضوء فيما أعد لذلك وغرس الأشجار إلا لنفع كتقليل نز وتكون للمسجد وأكل ونوم إلا لمعتكف وغريب وأكل نحو ثوم ويمنع منه (الدر المختار ۱/٦۵۹)

قال الشامي : قوله ( وأكل نحو ثوم ) أي كبصل ونحوه مما له رائحة كريهة للحديث الصحيح في النهي عن قربان آكل الثوم والبصل المسجد قال الإمام العيني في شرحه على صحيح البخاري قلت علة النهي أذى الملائكة وأذى المسلمين ولا يختص بمسجده عليه الصلاة والسلام بل الكل سواء لرواية مساجدنا بالجمع خلافا لمن شذ ويلحق بما نص عليه في الحديث كل ما له رائحة كريهة مأكولا أو غيره وإنما خص الثوم هنا بالذكر وفي غيره أيضا بالبصل والكراث لكثرة أكلهم لها وكذلك ألحق بعضهم بذلك من بفيه بخر أو به جرح له رائحة وكذلك القصاب والسماك والمجذوم والأبرص أولى بالإلحاق وقال سحنون لا أرى الجمعة عليهما واحتج بالحديث وألحق بالحديث كل من آذى الناس بلسانه وبه أفتى ابن عمر وهو أصل في نفي كل من يتأذى به ولا يبعد أن يعذر المعذور بأكل ما له ريح كريهة لما في صحيح ابن حبان عن المغيرة بن شعبة قال انتهيت إلى رسول الله صلى الله عليه وسلم فوجد مني ريح الثوم فقال من أكل الثوم فأخذت يده فأدخلتها فوجد صدري معصوبا فقال إن لك عذرا (رد المحتار ۱/٦٦۱)

[૨] ( و ) كره ( كفه ) أي رفعه ولو لتراب كمشمر كم أو ذيل ( وعبثه به ) أي بثوبه ( وبجسده ) للنهي إلا لحاجة ولا بأس به خارج صلاة ( وصلاته في ثياب بذلة ) يلبسها في بيته ( ومهنة ) أي خدمة إن له غيرها وإلا لا

قال الشامي : … قال في البحر وفسرها في شرح الوقاية بما يلبسه في بيته ولا يذهب به إلى الأكابر والظاهر أن الكراهة تنزيهية (رد المحتار ۱/٦٤٠)

[૩]باب الإعتكاف … ( وأقله نفلا ساعة ) من ليل أو نهار عند محمد وهو ظاهر الرواية عن الإمام لبناء النفل على المسامحة وبه يفتى والساعة في عرف الفقهاء جزء من الزمان لا جزء من أربعة وعشرين كما يقوله المنجمون كذا في غرر الأذكار وغيره (الدر المختار ۲/٤٤۳)

[૪] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر أولها أن يسلم وقت الدخول إذا كان القوم جلوسا غير مشغولين بدرس ولا بذكر فإن لم يكن فيه أحد أو كانوا في الصلاة فيقول السلام علينا من ربنا وعلى عباد الله الصالحين (الفتاوى الهندية ۵/۳۲۱)

[૫] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر … والثاني أن يصلي ركعتين قبل أن يجلس (الفتاوى الهندية ۵/۳۲۱)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …