દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ

عن سهل بن سعد رضي الله عنه قال: جاء رجل إلى النبي صلى الله عليه وسلم فشكا إليه الفقر وضيق العيش أو المعاش فقال له رسول الله صلى الله عليه وسلم: إذا دخلت منزلك فسلم إن كان فيه أحد أو لم يكن فيه أحد ثم سلم علي واقرأ: قل هو الله أحد مرة واحدة ففعل الرجل فأدَرَّ الله عليه الرزق حتى أفاض على جيرانه وقراباته (أبو موسى المديني وسنده ضعيف كما في القول البديع صـ 279)

હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખિદમત માં હાજર થયા અને આપથી ગરીબી અને તંગ-દસ્તી ની ફરિયાદ કરી. તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે એમને ફરમાવ્યુ કે “જ્યારે તમે ઘરમાં દાખલ થાવ, ત્યારે સલામ કરો. ભલે ઘરમાં કોઈ હોય કે ન હોય, પછી મારા પર સલામ મોકલો અને એક વખત “કુલ હુવલ્લાહુ અહદ” પઢો.” તો સહાબીએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની હિદાયત (સલાહ) પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલાએ તેમને એટલી બઘી રોજી આપી કે તેવણ પોતાનાં પડોશીઓ અને સંબંઘીઓ પર પણ ખર્ચ કરવા લાગ્યા.

દુરૂદમાં “તસલીમન” નો વધારો

અબુ ઈસ્હાક નહશલ કહે છે કે હું હદીષની કિતાબ લખ્યા કરતો હતો અને તેમાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નું પાક નામ એવી રીતે લખતો હતોઃ

”قال النبی صلی الله عليه وسلم تسلیما“

મેં સપનામાં જોયુ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મારી લખેલી કિતાબ જોઈ અને જોઈને ઈરશાદ ફરમાવ્યુ કે “આ ઉમદા છે”. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૬૭)

નોટ:- હઝરત શૈખુલ હદીષ મૌલાના ઝકરિય્યા (રહ.) ફરમાવે છે કે એવુ લાગે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે અબુ ઈસ્હાક નહશલનાં દુરૂદ શરીફમાં “તસલીમન” શબ્દનાં વધારાથી ઘણાં ખુશ થયા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/history/four-imaams/imaam-shaafi-ee-rahimahullah/item/592-the-secret-to-illuminating-the-heart-with-the-understanding-of-deen

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …