(૧) જનાઝાની નમાજમાં ઈમામ અને મુક્તદી બન્નેવ તકબીરો કહેશે અને દુઆઓ પઢશે. બન્નેવમાં ફર્ક એટલો છે કે ઈમામ તકબીરો અને સલામ ઊંચા અવાજે કહેશે અને મુક્તદી ઘીમા અવાજથી કહેશે. જનાઝાની નમાજની બીજી વસ્તુઓ (ષના, દુરૂદ અને દુઆ) ઈમામ અને મુક્તદી બન્નેવ ઘીમેથી પઢશે.[૧]
(૨) જનાઝાની નમાજમાં ઓછામાં ઓછી ત્રણ સફોં બનાવવુ મુસ્તહબ છે, તેથી અગર જનાઝાની નમાઝ પઢવા વાળાની સંખ્યા માત્ર સાત હોય, તો તેમનાં માટે નીચે આપેલ તરીકાનાં પ્રમાણે સફો બનાવવુ મુસ્તહબ છેઃ
એક માણસ ઈમામ બનશે. ત્રણ માણસો પેહલી સફમાં ઊભા થશે. બે માણસો બીજી સફમાં ઊભા થશે અને એક માણસ છેલ્લી સફમાં ઊભો થશે. [૨]
عن مرثد بن عبد الله اليزني قال : كان مالك بن هبيرة إذا صلى على جنازة فتقال الناس عليها جزاؤهم ثلاثة أجزاء ثم قال قال رسول الله صلى الله عليه و سلم من صلى عليه ثلاثة صفوف فقد أوجب (سنن الترمذي، الرقم: ١٠٢٨)
હઝરત મરષદ બિન અબ્દુલ્લાહ (રહ.) થી રિવાયત છે કે માલિક બિન હુબૈરહ (રદિ.) જ્યારે જનાઝાની નમાજ પઢાવતા અને લોકોની સંખ્યા ઓછી જોતા, તો તેઓને ત્રણ ભાગમાં વિભાજીત કરી દેતા, પછી ફરમાવતા કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “જે મય્યિતની જનાઝાની નમાજમાં ત્રણ સફોં હોય, તેનાં માટે (જન્નત) લાઝિમ થઈ ગઈ.”
(૩) જે વસ્તુઓ સાઘારણ નમાજોનાં માટે મુફસિદ (તોડવા વાળી) છે, તે જનાઝાની નમાજનાં માટે પણ મુફસિદ(તોડવા વાળી) છે. [૩]
સાઘારણ નમાજોં અને જનાઝાની નમાજને ફાસિદ કરવા વાળી (તોડવા વાળી) વસ્તુઓ માં બે ફર્ક છેઃ
(અ) સાઘારણ નમાજોમાં કહકહો લગાવવા (અવાજની સાથે હસવા) થી નમાજ ટૂટી જાય છે અને વુઝૂ પણ ટૂટી જાય છે અને અગર કોઈ જનાઝાની નમાજ માં અવાજ થી હંસે તો માત્ર નમાજ ટૂટી જાય છે વુઝૂ નથી ટૂટતુ.
(બ) સાઘારણ નમાજોમાં અગર કોઈ ઔરત, મર્દની બાજુમાં ઊભી થઈ જાય, તો મર્દની નમાજ ટૂટી જાય છે, પણ અગર જનાઝાની નમાજમાં કોઈ ઔરત મર્દની પાસે ઊભી થઈ જાય તો મર્દની નમાજ ટૂટતી નથી. [૪]
Source: http://ihyaauddeen.co.za/?p=1852
[૧] ويسر الكل إلا التكبير زيلعي وغيره لكن في البدائع العمل في زماننا على الجهر بالتسليم (الدر المختار ٢/٢١٣)
[૨] يستحب أن يصف ثلاثة صفوف حتى لو كانوا سبعة يتقدم أحدهم للإمامة و يقف وراءه ثلاثة ثم اثنان ثم واحد (رد المحتار ٢/٢١٤)
[૩] وتفسد صلاة الجنازة بما تفسد به سائر الصلوات إلا محاذاة المرأة كذا في الزاهدي (الفتاوى الهندية ١/١٦٤)
[૪] فلا تنقض القهقهة في صلاة الجنازة وسجدة التلاوة لكن يبطلان (البحر الرائق ١/٤٣)