عن أنس بن مالك قال: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فليصل علي فإنه من صلى علي مرة صلي عليه عشرا (المعجم الأوسط للطبراني، الرقم: 2767، ورجاله رجال الصحيح كما في القول البديع صـ 237)
હઝરત અનસ બિન માલિક રદિ અલ્લાહુ ‘અન્હુ થી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે “જે વ્યક્તિની સામે મારો ઝિકર (નામ લેવામાં આવે) કરવામાં આવે, તેણે મારા ઉપર દુરૂદ મોકલવુ જોઈએ, એટલા માટે કે જે મારા પર વારંવાર દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા તેનાં પર દસ વખત દુરૂદ (રહમતોં) મોકલે છે.”
હઝરત અબુ બક્ર સિદ્દીક઼ રદિ અલ્લાહુ ‘અન્હુ નાં દિલમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની મુહબ્બત
નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ અને હઝરત અબુ બક્ર સિદ્દીક઼ રદિ અલ્લાહુ ‘અન્હુ હિજરતનાં સફર પર રાતનાં રવાના થયા. સફરનાં દરમિયાન હઝરત અબુ બક્ર સિદ્દીક રદિ અલ્લાહુ ‘અન્હુ ક્યારેક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં અગાળી ચાલતા, ક્યારેક પછાળી અને ક્યારેક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની જમણી બાજુ ચાલતા અને ક્યારેક ડાબી બાજુ.
જ્યારે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે વારંવાર હઝરત અબુ બક્ર સિદ્દીક રદિ અલ્લાહુ ‘અન્હુ નું આ ખાસ વર્તન જોયુ, તો પુછ્યુઃ
હે અબુ બક્ર! હું જોવુ છું કે તમે ક્યારેક મારી સામે ચાલો છો, ક્યારેક પછાળી, ક્યારેક જમણી બાજુ અને ક્યારેક ડાબી બાજુ ચાલો છો. તમે આવુ કેમ કરી રહ્યા છો?
હઝરત અબુ બક્ર સિદ્દિક રદિ અલ્લાહુ ‘અન્હુ એ જવાબ આપ્યોઃ જ્યારે મને આ અંદેશો અને ડર લાગે કે દુશ્મન તમારા પર પછાળી થી હમલો કરી શકે છે, તો હું આપ નાં પછાળી જાવું છું. જ્યારે મારા દિલમાં આ બીક પૈદા થાય કે દુશ્મન આગળ ઘાતમાં બેઠો છે અને આપ પર સામેથી હમલો કરી શકે છે, ત્યારે હું આપની સામે આવી જાવું છું અને જ્યારે જમણી અથવા ડાબી બાજુ થી મને આશંકા થાય કે દુશ્મન આપ પર હમલો કરી શકે, તો હું આપની જમણી ડાબી બાજુ જાવું છું.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નો જવાબ સાંભળી ઈરશાદ ફરમાવ્યુઃ
હે અબુ બક્ર! શું તમે મારા માટે પોતાની જાન કુર્બાન કરવાનું પસંદ કરો છો?
હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) જવાબ આપ્યોઃ
જરૂર, હે અલ્લાહ તઆલાનાં રસૂલ! તે ઝાતની કસમ જેમણે આપને બરહક(સાચો) દીન આપીને મોકલ્યા છે. હું પોતાની જાનને આપનાં માટે કુર્બાન કરવા માટે તય્યાર છું. (મુસ્તદરક હાકિમ, દલાઈલુન નુબુવ્વહ)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ