હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
હદથી વધારે દરેક વસ્તુ મઝમૂમ(નિંદાને લાયક, ખરાબ) છે. હદીષ માં તાલીમ (શિક્ષા આપવામાં આવી) છે કે હદથી વધીને દોસ્તી ન કરો મુમકિન છે કે કોઈક દિવસે દુશ્મની થઈ જાય. એવીજ રીતે હદથી વધીને દુશ્મની ન કરો મુમકિન છે કે પછી તઅલ્લુક઼ાત(સંબંધો) દોસ્તી નાં થઈ જાય, તો તે સમયે પસ્તાવુ પડે કે હમોએ તે વ્યક્તિની સાથે કેમ દુશ્મની કરી હતી, તથા ઈસ્લામી તાલીમ (શિક્ષા) માં તમામ પ્રકારની રાહત (આરામ) જ છે. કેવી પાકીઝા (શુદ્ધ) અન અજીબ તાલીમ(શિક્ષા) છે. (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૮, પેજ નં-૩૧૧)
Source: https://ihyaauddeen.co.za/?p=8015