કયામતથી સંબંઘિત અકાઈદ

(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત (સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ (જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ કે ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે. [૧]

(૨) અલ્લાહ તઆલા હઝરત ઈસરાફીલ (અલૈ.) ને હુકમ આપશે કે તે સૂર ફુંકે (જેનો આકાર શિંગડા જેવો હશે). સૂર ની અવાજ શરૂઆતમાં ઘીરી હશે પછી ઘીરે ઘીરે એટલી ઝડપી અને બળવાન (ઝોરદાર) થઈ જશે કે તેને સાંભળીને દરેક જીવીત હસ્તી અને જીવીત પ્રણાલી મરી જશે. [૨]

(૩) જમીનમાં ગંભીર ભૂકંપો આવશે. પહાડ પોતાની જગ્યાથી હલી જશે અને ધુણાયેલા ઉનની જેમ કણ કણ થઈ જશે. સૂરજ અને ચાંદ પરસ્પર ટકરાશે અને બરબાદ થઈ જશે. સિતારાઓ ટુકડા ટુકડા થઈ જશે, તેની રોશની ખતમ થઈ જશે અને જમીન પર પડી જશે. પછી બઘી કાઈનાત (સૃષ્ટિ) નો અંત આવી જશે. [૩]

(૪) બઘી મખલૂકઃ ફરિશ્તાઓ, ઈન્સાનો, જીન્નતો, જાનવરો અને બીજી બઘી મખલૂકો નાશ પામી(મરી) જશે.[૪]

(૫) જ્યારે બઘી વસ્તુઓ ખતમ થઈ જશે, તો થોડા સમય પછી અલ્લાહ તબારક વ તઆલા હઝરત ઈસરાફીલ(અલૈ.)ને ફરીથી જીવતા કરશે પછી એમને બીજીવાર સૂર ફુંકવાનો હુકમ આપશે પછી હઝરત ઈસરાફીલ (અલૈ.) સૂરને બીજીવાર ફુંકશે અને બઘી મખલૂક ફરીથી જીવીત થઈ જશે. હઝરત ઈસરાફીલ (અલૈ.)ની પેહલી અને બીજી ફૂંકનાં દરમિયાન ચાલીસ વર્ષનો અંતર હશે.[૫]

(૬) જ્યારે બીજીવાર સૂર ફુંકવામાં આવશે, તો દરેક વસ્તુ ઊભી થઈ જશે અને કયામતની શરૂઆત થઈ જશે.[૬]

 


 

[૧] عن أبي هريرة أن النبي صلى الله عليه وسلم قال خير يوم طلعت عليه الشمس يوم الجمعة فيه خلق آدم وفيه أدخل الجنة وفيه أخرج منها ولا تقوم الساعة إلا في يوم الجمعة (صحيح مسلم، الرقم: ٨٥٤)

عن ابن عمر قال قال رسول الله صلى الله عليه وسلم مفتاح الغيب خمس لا يعلمها إلا الله لا يعلم أحد ما يكون في غد ولا يعلم أحد ما يكون في الأرحام ولا تعلم نفس ماذا تكسب غدا وما تدري نفس بأي أرض تموت وما يدري أحد متى يجيء المطر (صحيح البخاري، الرقم: ١٠٣٩)

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ﴿ۙ٢٦﴾ وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلٰلِ وَٱلْإِكْرَامِ (سورة الرحمن: ٢٧)

(كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام) فهو تعالى وحده هو الحي الذي لا يموت والإنس والجن يموتون وكذلك الملائكة وحملة العرش وينفرد الواحد الأحد القهار بالديمومة والبقاء فيكون آخرا كما كان أولا وهذه الآية فيها تعزية لجميع الناس فإنه لا يبقى أحد على وجه الأرض حتى يموت فإذا انقضت المدة وفرغت النطفة التي قدر الله وجودها من صلب آدم وانتهت البرية أقام الله القيامة وجازى الخلائق بأعمالها جليلها وحقيرها كثيرها وقليلها كبيرها وصغيرها فلا يظلم أحدا مثقال ذرة (تفسير ابن كثير ٢/١٧٧)

[૨] ثم ينفخ في الصور فلا يسمعه أحد إلا أصغى ليتا ورفع ليتا قال وأول من يسمعه رجل يلوط حوض إبله قال فيصعق ويصعق الناس (صحيح مسلم، الرقم: ۲۹٤٠)

فَإِذَا نُفِخَ فِى ٱلصُّوْرِ نَفْخَةٌ واحِدَةٌ ﴿١٣﴾ وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةً واحِدَةً ﴿١٤﴾ فَيَوْمَئِذٍ وَقَعَتِ ٱلْوَاقِعَةُ (سورة الحاقة: ١٥)

[૩]  إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا (سورة الزلزال: ١)

وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ(سورة القيامة: ٩)

فَإِذَا نُفِخَ فِى ٱلصُّوْرِ نَفْخَةٌ واحِدَةٌ ﴿١٣﴾ وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةً واحِدَةً ﴿١٤﴾ فَيَوْمَئِذٍ وَقَعَتِ ٱلْوَاقِعَةُ (سورة الحاقة: ١٥)

وَتَكُونُ ٱلْجِبَالُ كَالْعِهْنِ (سورة المعارج: ٩)

إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّا ﴿٤﴾ وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّا ﴿٥﴾ فَكَانَتْ هَبَآءً مُّنْبَثًّا (سورة الواقعة: ٦)

فَاِذَا النُّجُوۡمُ  طُمِسَتۡ  (سورة المرسلات: ٨)

[૪] كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ﴿ۙ٢٦﴾ وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلٰلِ وَٱلْإِكْرَامِ (سورة الرحمن: ٢٧)

(كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام) فهو تعالى وحده هو الحي الذي لا يموت والإنس والجن يموتون وكذلك الملائكة وحملة العرش وينفرد الواحد الأحد القهار بالديمومة والبقاء فيكون آخرا كما كان أولا وهذه الآية فيها تعزية لجميع الناس فإنه لا يبقى أحد على وجه الأرض حتى يموت فإذا انقضت المدة وفرغت النطفة التي قدر الله وجودها من صلب آدم وانتهت البرية أقام الله القيامة وجازى الخلائق بأعمالها جليلها وحقيرها كثيرها وقليلها كبيرها وصغيرها فلا يظلم أحدا مثقال ذرة (تفسير ابن كثير ٢/١٧٧)

[૫] عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: ما بين النفختين أربعون قال: أربعون يوما قال: أبيت قال: أربعون شهرا قال: أبيت، قال: أربعون سنة قال: أبيت قال: ثم ينزل الله من السماء ماء فينبتون كما ينبت البقل، ليس من الإنسان شيء إلا يبلى، إلا عظما واحدا وهو عجب الذنب، ومنه يركب الخلق يوم القيامة (صحيح البخاري، الرقم: ٤٩٣٥)

وأخرج الطبري بسند صحيح عن قتادة فذكر حديث أبي هريرة منقطعا ثم قال قال أصحابه ما سألناه عن ذلك ولا زادنا عليه غير أنهم كانوا يرون من رأيهم أنها أربعون سنة (فتح الباري ١١/٣٧٠)

قال عبد الله بن مسعود: … ثم تقوم الساعة على شرار الناس ثم يقوم الملك بالصور بين السماء والأرض فينفخ فيه – والصور قرن – فلا يبقى خلق في السماوات والأرض إلا مات إلا من شاء ربك ثم يكون بين النفختين ما شاء الله أن يكون … ثم يقوم ملك بالصور بين السماء والأرض فينفخ فيه فينطلق كل نفس إلى جسدها حتى يدخل فيه ثم يقومون فيحيون حياة رجل واحد قياما لرب العالمين (المستدرك على الصحيحين، الرقم: ٨٥١٩، قال الذهبي: على شرط البخاري ومسلم)

[૬] فإذا نفخ في الصور نفخة البعث فمن مات حيي ومن غشي عليه أفاق (التذكرة بأحوال الموتى وأمور الآخرة صـ ١٦٣)

Check Also

તકદીરથી સંબંધિત અકાઈદ (માન્યતાઓ)

(૧) તકદીરનો મતલબ છે દરેક વસ્તુઓનાં વિષે અલ્લાહ તઆલાનો જામેઅ અને મુહીત (ખુબજ વિસ્તૃત અને વ્યાપક) ઈલ્મ એટલે અલ્લાહ તઆલાને દરેક વસ્તુઓનો ઈલ્મ (જ્ઞાન) પેહલાથીજ છે, ભલે તે નાની તથા મોટી હોય, ભલે તે સારી તથા ખરાબ હોય, ભલે તે ભુતકાળનાં ઝમાના તથા વર્તમાન ઝમાના અથવા આગામી ઝમાનાંથી સંબંધિત હોય...