અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી

عن عائشة رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم: من سره أن يلقى الله وهو عليه راض فليكثر الصلاة علي (الكامل في ضعفاء الرجال 6/32، وإسناده ضعيف كما في القول البديع صـ 267)

હઝરત ‘આઈશા રદિ અલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ આ તમન્ના કરે કે અલ્લાહ ત’આલાથી એ હાલતમાં મળે કે તે (અલ્લાહ ત’આલા) તેનાંથી રાજી હોય, તો તે મારા પર વધારેમાં વધારે દુરૂદ મોકલે.”

ઇન્તેકાલ થઈ જવા પછી દુરૂદ શરીફ વાટે મદદ

નિમ્નલિખિત વાકિઓ રવઝુલ ફાઈક઼ માં આવેલ છે. હઝરત સુફિયાન ષૌરી રહિમહુલ્લા ફરમાવે છે કેઃ

હું તવાફ કરી રહ્યો હતો. મૈં એક માણસને જોયો કે તે દરેક કદમ પર દુરૂદ પઢી રહ્યો છે અને કોઈ તસબીહ-ઓ-તહલીલ વગૈરહ નથી પઢી રહ્યો.

મૈં તેને પુછ્યુ તેનું શું કારણ? તેણે પૂછ્યું તુ કોણ છે? મૈં કહ્યુ કે હું સુફિયાન ષૌરી છું.

તેણે કહ્યું કે જો તુ પોતાનાં જમાનાનો અજોડ વ્યક્તિ ન હોત તો હું ન બતાવતે અને પોતાનો ભેદ ન ખોલતે. પછી તેણે કહ્યુ કે હું અને મારા વાલિદ (પિતા) હજ માટે જઈ રહ્યા હતા. એક જગ્યા પર પહોંચીને મારા વાલિદ (પિતા) બિમાર થઈ ગયા. હું તેમને સાજા કરવાની કોશિશ કરતો રહ્યો કે અચનાક તેમનો ઈન્તિકાલ થઈ ગયો અને મોઢું કાળુ થઈ ગયુ. હું જોઈને ઘણો ઉદાસ થયો અને ઈન્ના લિલ્લાહ પઢીને કપડાથી તેમનું મોઢું ઢાંકી દીઘું.

એટલામાં મારી આંખ લાગી ગઈ. મૈં ખ્વાબ માં જોયુ કે એક સાહબ જેમનાંથી વધારે ખુબસુરત મેં કોઈને નથી જોયા અને એમનાંથી વધારે સુઘડ અને સ્વચ્છ કપડા કોઈનાં ન જોયા અને એમનાંથી વધારે સારી ખુશ્બુ મેં ક્યાંય નથી જોઈ ઝડપથી કદમ વધારતા ચાલી આવી રહ્યા છે. તેમણે મારા વાલિદ (પિતા) નાં મોઢાં પર થી કપડુ હટાવ્યુ અને તેમનાં ચેહરા પર હાથ ફેરવ્યો તો તેમનો ચેહરો સફેદ થઈ ગયો.

તેવણ પાછા જવા લાગ્યા તો મૈં જલદીથી એમનાં કપડા ને પકડી લીધા અને મૈં કહ્યુ અલ્લાહ ત’આલા તમારા પર રહમ કરે તમે કોણ છો કે તમારા લીધે અલ્લાહ ત’આલા એ મારા વાલિદ (પિતા) પર મુસાફરીમાં એહસાન (ઉપકાર) ફરમાવ્યો. તેવણ કેહવા લાગ્યા કે તુ મને નથી ઓળખતો, હું મુહમ્મદ બિન અબ્દુલ્લાહ સાહિબે કુર્આન છું (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ).

આ તારા પિતા ઘણા ગુનેહગાર હતા, પણ મારા ઉપર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલતા હતા. જ્યારે તેનાં પર આ મુસીબત આવી ને ઉભી રહી, તો હું તેની મદદ માટે પહોંચ્યો અને હું દરેક તે વ્યક્તિની મદદ માટે પહોંચુ છું જે મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલે છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૦)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=15979, http://ihyaauddeen.co.za/?p=6498

Check Also

અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ

عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا أتوا عليهم حفوا بهم ثم بعثوا رائدهم إلى السماء إلى رب العزة تبارك وتعالى فيقولون...