
હઝરત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“દીનદારીમાં સ્થિરતા નથી. માણસ દીનદારીમાં કાં તો તરક્કી કરતો જાય છે, કાં તો નીચે ઊતરતો જાય છે. તેનું ઉદાહરણ એવું સમજો કે બાગને જ્યારે આબોહવા અનુકૂળ આવી જાય છે ત્યારે તે સમૃદ્ધિમાં તરક્કી કરે છે અને જો આબોહવા પ્રતિકૂળ હોય યા તો પાણી ન મળે તો એવું નથી બનતું કે બાગની સમૃદ્ધિ અને હરિયાળી જેટલી હોય ત્યાં સુઘી સ્થિર રહે, બલકે તે ઘીરે ઘીરે સૂકાવા માંડે છે. આવી જ હાલત માણસની દીનદારીની હોય છે.” (મલફૂઝાતે હઝરત મૌલાનાં મુહમ્મદ ઈલ્યાસ (રહ.), પેજ નં-૮૦)
Source: https://ihyaauddeen.co.za/?p=8437
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી