વીજળી પડવાથી અથવા આગથી મરવા વાળાની કફન દફન અને જનાઝાની નમાઝ

અગર કોઈ વ્યક્તિ વીજળી પડવાનાં કારણે અથવા આગથી સળગીને મરી જાય અને તેનુ શરીર બરાબર હોય(અંગો વેરવિખેર ન થયા હોય), તો તેને સામાન્ય તરીકાનાં અનુસાર ગુસલ આપવામાં આવે, કફન પેહરાવવમાં આવે અને તેની જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે. અલબત્તા અગર શરીર વેરવિખેર થઈ ગયુ હોય(શરીરનાં ટુકડા ટુકડા થઈ ગયા હોય) તો બસ તેને એક કપડા માં લપેટીને દફન કરી દેવામાં આવશે. [૧]

અગર મય્યિતનું શરીર બરાબર હોય અને વેરવિખેર ન થયુ હોય, અલબત્તા એ આશંકા હોય કે અગર શરીરને હલાવવામાં આવે, તો તે વિખેરાય જશે અને તેનાં ટુકડા ટુકડા થઈ જશે તો એવી સૂરતમાં બસ આટલુ કાફી થશે કે શરીર પર પાણી વહેડાવી દેવામાં આવે. તેને સામાન્ય તરીકાનાં પ્રમાણે ગુસલ નહીં આપવામાં આવશે. [૨]

અગર કોઈ વ્યક્તિનું શરીર સળગી ગયુ હોય અને તેનો વધારે ભાગનો હિસ્સો રાખ માં બદલાઈ ગયો હોય, તો શરીરનાં બાકી બચેલા હિસ્સાને રાખ સાથે કપડામાં મુકીને દફન કરી દેવામાં આવે. તેને ન ગુસલ આપવામાં આવશે ન કફન પેહરાવામાં આવશે અને ન તો તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. અલબત્તા અગર શરીરનો માત્ર અમુક હિસ્સો સળગી ગયો હોય અને વધારે ભાગનો હિસ્સો બરાબર હોય, તો તેને સામાન્ય તરીકાનાં અનુસાર ગુસલ આપવામાં આવશે, કફન પેહરાવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે. [૩]

Source: http://ihyaauddeen.co.za/?p=2814


 

[૧] ويصلى عليه (ما لم يتفسخ)

قال العلامة الطحطاوي – رحمه الله -: قوله: (ما لم يتفسخ) أي تفرق أعضاؤه فإن تفسخ لا يصلى عليه مطلقا لأنها شرعت على البدن ولا وجود له مع التفسخ (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٥٩٢)

[૨] (وجد رأس آدمي) أو أحد شقيه (لا يغسل ولا يصلى عليه) بل يدفن إلا أن يوجد أكثر من نصفه ولو بلا رأس (الدر المختار ٢/١٩٩)

ولو كان الميت متفسخا يتعذر مسحه كفى صب الماء عليه كذا في التتارخانية ناقلا عن العتابية (الفتاوى الهندية ١/١٥٨)

والمنتفخ الذي تعذر مسه يصب عليه الماء (مراقي الفلاح صـ ٥٦٩)

[૩] (وجد رأس آدمي) أو أحد شقيه (لا يغسل ولا يصلى عليه) بل يدفن إلا أن يوجد أكثر من نصفه ولو بلا رأس (الدر المختار ٢/١٩٩)

ولو وجد أكثر البدن أو نصفه مع الرأس يغسل ويكفن ويصلى عليه كذا في المضمرات وإذا صلي على الأكثر لم يصل على الباقي إذا وجد كذا في الإيضاح وإن وجد نصفه من غير الرأس أو وجد نصفه مشقوقا طولا فإنه لا يغسل ولا يصلى عليه ويلف في خرقة ويدفن فيها كذا في المضمرات (الفتاوى الهندية ١/١٥٩)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …