ઈકામતનાં કલિમાઓ
ઈકામતનાં કલિમાઓ અઝાનનાં કલિમાઓની જેમ છે. આ બન્નેવનાં કલિમાઓમાં માત્ર આટલો ફરક છે કે ઈકામતમાં ’’حَيَّ عَلَى الْفَلَاحْ‘‘ (હય્યા અલલ ફલાહ) પછી ’’قَدْ قَامَتِ الصَّلاَهْ ، قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘ (કદ કામતિસ સલાહ, કદ કામતિસ સલાહ)(નમાઝ ઉભી થઈ ગઈ, નમાઝ ઉભી થઈ ગઈ) કેહવામાં આવશે.
ઈકામતનાં શબ્દો નીચે મુજબ છે:
اَللهُ أَكْبَرْ اَللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
اَللهُ أَكْبَرْ اَللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
أَشْهَدُ أَلَّا إِلٰهَ إِلَّا اللهْ أَشْهَدُ أَلَّا إِلٰهَ إِلَّا اللهْ
હું ગવાહી(સાક્ષી) આપુ છું કે અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ(ઈબાદતને લાયક) નથી, હું ગવાહી(સાક્ષી) આપુ છું કે અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ(ઈબાદતને લાયક) નથી.
أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهْ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهْ
હું ગવાહી(સાક્ષી) આપુ છું કે મુહમ્મદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં રસૂલ છે, હું ગવાહી(સાક્ષી) આપુ છું કે મુહમ્મદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં રસૂલ છે.
حَيَّ عَلَى الصَّلَاةْ حَيَّ عَلَى الصَّلَاةْ
આવો નમાઝ નાં માટે, આવો નમાઝ નાં માટે.
حَيَّ عَلَى الْفَلَاحْ حَيَّ عَلَى الْفَلَاحْ
આવો કામયાબી(સફળતા)ની તરફ, આવો કામયાબી(સફળતા)ની તરફ.
قَدْ قَامَتِ الصَّلَاةْ قَدْ قَامَتِ الصَّلَاةْ
નમાઝ ઉભી થઈ ગઈ, નમાઝ ઉભી થઈ ગઈ.
اَللهُ أَكْبَرْ اَللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
لَا إِلٰهَ إِلَّا اللهْ
અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ(ઈબાદતને લાયક) નથી.
નોટઃ- ’’حَيَّ عَلَى الصَّلاَهْ‘‘ અને ’’قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘ માં શબ્દ ’’الصَّلَاةْ‘‘ (અસ સલાત) ની ’’ة‘‘(તા) ને સાકિન પઢવામાં આવશે અને તેનો ઉચ્ચાર ’’ه‘‘ (હા)ની સાથે કરવામાં આવશે એટલે બન્નેવ વાક્યોમાં ’’الصَّلاَهْ‘‘ (અસ સલાહ) કેહવામાં આવશે અને ’’الصَّلَاة‘‘ અસ સલાત(તા ની સાથે) નહિં કેહવાશે. એવી રીતે ઈકામતમાં ’’حَيَّ علَى الصَّلاَةِ حَيَّ عَلَى الْفَلَاحْ‘‘ (હય્ય અલસ સલાતી હય્ય અલસ સલાહ) અને ’’قَدْ قَامَتِ الصَّلاَةُ قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘ (કદ કામતિસ સલાતુ કદ કામતિસ સલાહ) કહેવુ નહી જોઈએ, બલકે ’’حَيَّ عَلَى الصَّلاَهْ، حَيَّ علَى الْفَلَاحْ‘‘ (હય્ય અલસ સલાહ, હય્ય અલસ સલાહ) અને ’’قَدْ قَامَتِ الصَّلاَهْ ، قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘ (કદ કામતિસ સલાહ, કદ કામતિસ સલાહ) કહેવુ જોઈએ. [૧]
Source: https://ihyaauddeen.co.za/?p=7599
[૧] ويسكن كلماتهما على الوقف لكن في الأذان حقيقة وفي الإقامة ينوي الوقف كذا في التبيين (الفتاوى الهندية ۱/ ۵٦)
(سن الأذان) فليس بواجب على الأصح لعدم تعليمه الأعرابي (و) كذا (الإقامة سنة مؤكدة) … ويجزم الراء في التكبير ويسكن كلمات الأذان والإقامة في الأذان حقيقة وينوي الوقف في الإقامة لقوله صلى الله عليه و سلم الأذان جزم والإقامة جزم والتكبير جزم أي لافتتاح الصلاة قال الطحطاوي قوله (ويسكن كلمات الأذان) يعني للوقف والأولى ذكره قوله (في الأذان حقيقة) أي الوقف الذي لأجله السكون حقيقة في الأذان لأجل الترسل فيه قوله (وينوي الوقف في الإقامة) لأنه لم يقف حقيقة لأن المطلوب فيها الحدر أفاده في الشرح قوله (لقوله صلى الله عليه وسلم) علة لقوله ويسكن الخ ويأتي بالشهادتين كل واحدة مرتين يفصل بينهما بسكتة وهكذا الخ (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۱۹۵)